દેવઉઠી એકાદશી:આ દિવસે તુલસી વિવાહ અને દીપદાન કરવાથી અખૂટ પુણ્ય અને વિષ્ણુ-લક્ષ્મીજીની કૃપા પણ મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ અવતાર સાથે તુલસી વિવાહ અને દીપદાન કરવાની પરંપરા છે

હિંદુ પંચાંગ પ્રમાણે કારતક મહિનાના સુદ પક્ષની એકાદશીને દેવઉઠી એકાદશી ઊજવવામાં આવે છે. જેને દેવ પ્રબોધિની એકાદશી અને દેવોત્થાન એકાદશી પણ કહેવામાં આવે છે. આ વખતે પંચાંગમાં તિથિના સમયને લઈને ભેદ છે. એટલે 14 અને 15 નવેમ્બર બંને દિવસ આ પર્વ ઊજવવામાં આવશે.

પુરાણો પ્રમાણે અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશીએ વિષ્ણુજીએ શંખાસુર દૈત્યને માર્યો હતો. તે દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં જતા રહે છે. તે પછી કારતક સુદ એકાદશીએ ભગવાન ચાર મહિનાનો શયનકાળ પૂર્ણ કર્યા પછી જાગે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે આ દિવસથી ભગવાન વિષ્ણુ સૃષ્ટિનો કારભાર સંભાળે છે અને આ દિવસથી બધા જ પ્રકારના માંગલિક કાર્યો પણ શરૂ થઈ જાય છે. એટલે આ દિવસથી ભગવાનની ખાસ પૂજા-અર્ચના કરવાનું પણ મહત્ત્વ છે.

આ દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ અવતાર સાથે તુલસી વિવાહ અને દીપદાન કરવાની પરંપરા છે
આ દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ અવતાર સાથે તુલસી વિવાહ અને દીપદાન કરવાની પરંપરા છે

દીપદાનની પરંપરા
દેવ પ્રબોધિની એકાદશીએ તીર્થ સ્નાન-દાન, ભગવાન વિષ્ણુની ખાસ પૂજા અને શાલિગ્રામ-તુલસી વિવાહ સાથે જ દીપદાન કરવાની પણ પરંપરા છે. આ બધા ધર્મ-કર્મથી અખૂટ પુણ્ય મળે છે. પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે કારતક મહિનામાં દીપદાન કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે 15 થી 19 નવેમ્બરની વચ્ચે વૈકુંઠ ચૌદશ અને કારતક પૂર્ણિમા પર્વ પણ રહેશે. આ 3 તિથિઓમાં દીપદાન કરવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની ખાસ કૃપા મળે છે.

મંદિરમાં દર્શન કરો, ઘરમાં આ રીતે પૂજા કરો

  • સવારે જલ્દી જાગીને સ્નાન કરો. તે પછી નજીકના કોઈ મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરો, પ્રસાદ અર્પણ કરો
  • ઘરના મંદિરમાં સાફ-સફાઈ કરીને સંપૂર્ણ શારીરિક સ્વચ્છતા સાથે દીવો પ્રગટાવવો
  • ભગવાન વિષ્ણુનો ગંગાજળથી અભિષેક કરો. ફૂલ અને તુલસી દળ અર્પણ કરો. આ દિવસે વ્રત રાખવાનું પણ મોટું વિધાન છે જે પોતાની ક્ષમતા પ્રમાણે ભક્ત કરી શકે છે.
ભગવાન વિષ્ણુના ભોગમાં તુલસી રાખો. કેમ કે તુલસી વિના ભગવાન વિષ્ણુ ભોગ ગ્રહણ કરતા નથી
ભગવાન વિષ્ણુના ભોગમાં તુલસી રાખો. કેમ કે તુલસી વિના ભગવાન વિષ્ણુ ભોગ ગ્રહણ કરતા નથી

આ દિવસે તુલસી વિવાહ કરાવવાની પરંપરા છે
આ દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ અવતાર અને માતા તુલસીના લગ્ન કરાવવામાં આવે છે. ભગવાનની આરતી કરો. તેમને માત્ર સાત્વિક ભોજનનો ભોગ ધરાવો. ભગવાન વિષ્ણુના ભોગમાં તુલસી રાખો. કેમ કે તુલસી વિના ભગવાન વિષ્ણુ ભોગ ગ્રહણ કરતા નથી. આ પાવન દિવસે ભગવાન વિષ્ણુ સાથે જ માતા લક્ષ્મીની પૂજા કરો. આ દિવસે ભગવાનનું વધારેમાં વધારે ધ્યાન કરો.

હિન્દૂ ધર્મમાં તુલસી વિવાહ પર્વ કેમ ઉજવાય છે?
અમદાવાદના જ્યોતિષાચાર્ય ડો હેમીલ પી. લાઠીયાના જણાવ્યા પ્રમાણે હિન્દૂ ધર્મ ગ્રંથોમાં દરેક તહેવાર, પર્વ, ઉત્સવ, પ્રસંગ પાછળ કથા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે, તુલસી વિવાહ કારતક સુદ અગિયારસના દિવસે મનાવવામાં આવે છે.

કથા અનુસાર જલંધર નામનો અસુર હતો અને તેની પત્ની વૃંદા હતી, જલંધર અસુરીવૃત્તિ નો હતો જ્યારે વૃંદા ધાર્મિક અને પરમ વિષ્ણુ ભક્ત હતી અને પતિવ્રતા હતી તેના ભક્તિ અને સતિત્વ ના કારણે જલંધર ખૂબ શક્તિશાળી બની ગયો હતો જેથી તેની શક્તિના અભિમાનના કારણે તે દરેક જીવ, ઋષિ અને દેવને પ્રતાડીત કરવા લાગ્યો હતો આથી દરેક દેવ અને ઋષિઓ બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તમે શિવજીને ત્યારે દેવો અને ઋષિઓ શિવજીને વિનંતી કરી ત્યારે શિવજી તેમના તપોબળથી જોયું તો જાલંધરની તાકાત તેની પત્નીના સતિત્વને કારણે છે માટે તેમને વિષ્ણુને પણ સહાય કરવાનું કહ્યું પછી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ભેગા મળી જલંધર સાથે યુદ્ધ આરંભ કર્યું અને વિષ્ણુ ભગવાને છલ કરી તેની પત્ની વૃંદાનું સતિત્વ ભંગ કર્યું અને જલંધર મરાયો, આ વાતની જાણ વૃંદાને થતા તે ખૂબ વ્યાકુળ અને ગુસ્સે થઈ અને વિષ્ણુ ભગવાનને કહ્યું કે મેં તમારી ખૂબ ભક્તી કરી તેનું તમે આ ફળ આપ્યું અને તેમને શ્રાપ આપ્યો કે તમે પથ્થર બની જાવ.

તુલસી વિવાહ ઉત્સવ ઉજવવાથી કન્યાદાન કર્યાનું પુણ્ય મળે છે એવી ભાવમાં ભક્તોમાં રહેલી છે.
તુલસી વિવાહ ઉત્સવ ઉજવવાથી કન્યાદાન કર્યાનું પુણ્ય મળે છે એવી ભાવમાં ભક્તોમાં રહેલી છે.

આ સાંભળી દેવ, ઋષિઓએ વૃંદાને વિનંતી કરી તેથી વૃંદાએ માફી પણ માંગી, વિષ્ણુ ભગવાન વૃંદાની ભક્તિથી પરિચિત હતા માટે તેમને આશ્વાસન આપ્યું કે તમે તુલસીના છોડ તરીકે અવતરણ પામશો અને હું જ્યારે પથ્થર રૂપ હોઈશ ત્યારે તમારી સાથે લગ્ન કરીશ, તેમજ તમારી હાજરી વગર ક્યારેય ભોજન નહીં કરું

આ પ્રસંગ પછી ભગવાન વિષ્ણુ શાલિગ્રામ (પથ્થર) સ્વરુપે પ્રાગટ્ય અને તુલસી વૃક્ષ તરીકે અવતરણ પામ્યા, અને બંનેના લગ્ન પણ કરાવવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ તુલસી પાન વગર ભોજન સ્વીકારતા નથી, ત્યારથી તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે. તુલસી વિવાહ ઉત્સવ ઉજવવાથી કન્યાદાન કર્યાનું પુણ્ય મળે છે એવી ભાવમાં ભક્તોમાં રહેલી છે.