માંગલિક કામની શરૂઆત:14 નવેમ્બરથી ભગવાન વિષ્ણુ સૃષ્ટિનો કારભાર સંભાળશે, દેવઉઠી એકાદશી લગ્નનું વણજોયું મુહૂર્ત રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14 નવેમ્બરે ચાતુર્માસ પૂર્ણ થશે, આ દિવસથી શુભ મુહૂર્તમાં લગ્નનું આયોજન શરૂ થશે
  • ચાતુર્માસ પૂર્ણ થવાથી વાતાવરણમાં સુખદ ફેરફાર આવે છે, ભગવાનને ભોગ ધરાવીને ભોજનમાં લીલા શાકભાજી સામેલ કરવામાં આવે છે

દેવઉઠી એકાદશી 14 અને 15 નવેમ્બરના રોજ છે. આ દિવસે ચાતુર્માસ પૂર્ણ થઇ જશે. જેથી બધા શુભ કામ શરૂ થશે. દેવઉઠી એકાદશીએ મુહૂર્ત જોયા વિના લગ્ન કરવાની પરંપરા છે. આ તિથિને લઇને ધાર્મિક માન્યતા છે કે, ભગવાન વિષ્ણુ ચાર મહિના ક્ષીરસાગરમાં શયન પછી જાગે છે. આ દિવસથી શુભ મુહૂર્તોમાં લગ્નોનું આયોજન શરૂ થાય છે. આ દિવસે સંત નામદેવજીનો જન્મ પણ થયો હતો.

ચાતુર્માસ પૂર્ણઃ વાતાવરણમાં ફેરફાર
દેવઉઠી એકાદશીથી વાતાવરણમાં સારા ફેરફાર થાય છે. વાતાવરણ દરેક પ્રકારે પ્રકૃતિ અને મનુષ્યો માટે અનુકૂળ થઇ જાય છે. એટલે આ એકાદશીએ પૂજાપાઠ અને ભગવાન શાલીગ્રામના તુલસી સાથે લગ્ન કરવામાં આવે છે. તુલસી પણ રોગ નિવારણ છોડ છે. તેના ઘરમાં રહેવાથી રોગાણુ નષ્ટ થાય છે.

ચાતુર્માસ કેમ
કથા પ્રમાણે ભગવાન વિષ્ણુએ પરાક્રમી રાક્ષસ શંખાસુરનો વધ કર્યો હતો. થાક દૂર કરવા માટે ક્ષીર સાગરમાં શય માટે ગયાં હતાં. સૃષ્ટિનું સંચાલન શિવજીને સોંપ્યું હતું. અષાઢ સુદ પક્ષની એકાદશીથી કારતક સુદ એકાદશી સુધી આ ચાર મહિના તેમણે વિશ્રામ કર્યો હતો. ત્યારથી આ ચાર મહિનાને દેવશયનથી દેવોત્થાન એકાદશી સુધી બધા શુભ કાર્યો માટે વર્જિત માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે દેવોત્થાન એકાદશીએ વિષ્ણુના જાગરણ પછી 14 અને 15 નવેમ્બરના રોજ શિવજી, વિષ્ણુજીને ફરીથી સૃષ્ટિનું સંચાલન સોંપશે.

ચાતુર્માસઃ નિયમ સંયમના ચાર મહિના
ચાતુર્માસ એટલે જુલાઈથી નવેમ્બર સુધી ચાર મહિના. લોક જીવનમાં જુલાઈ-ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના અડધાથી વધારે દિવસ વરસાદના હોય છે. સાથે જ, નવેમ્બર સુધી બધા મોટા તિથિ-તહેવાર અને પર્વ ઊજવવામાં આવે છે. વરસાદમાં અનેક પ્રકારના જીવજંતુ પણ પેદા થઇ જાય છે. એટલે ચાતુર્માસમાં એક જ જગ્યાએ સંયમથી રહેવાનું વિધાન કરવામાં આવ્યું હતું.

ચાતુર્માસ પૂર્ણ થયા પછી લીલા શાકભાજી ખાઇ શકાય છે
ચાતુર્માસમાં મૂળ વરસાદની સિઝનલ હોય છે. આ સમયે વાદળ અને વર્ષાના કારણે સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર આવી શકતો નથી. આ સમયે શરીરની પાચન શક્તિ પણ નબળી થઇ જાય છે, જેનાથી શરીર થોડું નબળું પડી જાય છે. ભેદ વધારે હોવાના કારણે આ સમયે બેક્ટેરિયા-વાઇરસ વધારે થઇ જાય છે અને લીલા શાકભાજી પણ તેનાથી સંક્રમિત થઇ જાય છે. આયુર્વેદ પ્રમાણે આ સમયે લીલા શાકભાજી ખાવાથી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ થઇ શકે છે, એટલે આ દરમિયાન લીલા શાકભાજી, રીંગણ વગેરે ખાવાની મનાઈ છે.

ચાતુર્માસ પૂર્ણ થયા પછી વાતાવરણમાં ભેજ ઓછો થઇ જાય છે અને સૂર્યનો ભરપૂર પ્રકાશ ધરતી ઉપર આવે છે. આ સિઝન હાનિકારક બેક્ટેરિયા અને વાઇરસ માટે પ્રતિકૂળ હોય છે. એટલે આ સમયે લીલા શાકભાજી પણ તેના સંક્રમણથી મુક્ત થઇ જાય છે. સૂર્યનો પ્રકાશ અને અનુકૂળ વાતાવરણથી પાચન શક્તિ પણ સારી રહે છે. જેના કારણે ચાતુર્માસ પછી લીલા શાકભાજીને ભોજનમાં સામેલ કરી લેવામાં આવે છે.