2 નવેમ્બરે ધનતેરસ:દેવ ધન્વંતરિ ભગવાન વિષ્ણુના અંશાવતાર છે, આ દિવસે ખરીદવામાં આવતી વસ્તુઓ ભવિષ્યમાં લાભ આપે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેવ ધન્વંતરિ આયુર્વેદના દેવતા છે, તેમની પૂજા કરવાથી સારું સ્વાસ્થ્ય મળે છે

2 નવેમ્બર, મંગળવારના રોજ ધનતેરસ ઊજવવામાં આવશે. ધનતેરસના દિવસે ધન્વંતરિ દેવની પૂજા થાય છે. એમને આયુર્વેદના આચાર્ય પણ કહેવામાં આવે છે. તેઓ દેવતાઓના વૈદ્ય છે. દેવ ધન્વંતરિને લક્ષ્મીના ભાઈ પણ માનવામાં આવે છે. એમના અવતરિત થવા સાથે ધનતેરસ પર વાસણ ખરીદવાની પરંપરા જોડાયેલી છે. જ્યારે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું, ત્યારે સમુદ્રના ઊંડાણમાંથી 14 રત્નો નીકળ્યા હતા. ધન્વંતરિ એ જ રત્નોમાંથી એક છે. પુરાણોમાં ધન્વંતરિને ભગવાન વિષ્ણુના અંશાવતાર પણ માનવામાં આવે છે.

જ્યારે દેવતા અને દાનવ મંદાર પર્વતને મથની(વલોણું) બનાવીને વાસુકી નાગની મદદથી સમુદ્રનું મંથન કરી રહ્યા હતા, ત્યારે 13 રત્નો પછી આસો વદ તેરસે 14માં રત્નના રૂપમાં ધન્વંતરિ સામે આવ્યા. તે અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા. ધન્વંતરિના પ્રગટ થવાની સાથે જ દેવતાઓ અને દાનવો વચ્ચે ઝગડો શરુ થઈ ગયો. અમૃત કળશ માટે દેવતાઓ અને દાનવો વચ્ચે ઝપાઝપી શરુ થઈ ગઈ. પરંતુ ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરીને અમૃત કળશ પ્રાપ્ત કરી લીધું.

ધન્વંતરિ દેવતાની પૂજા શા માટે?
ધન્વંતરિ અમૃત એટલે કે જીવનનું વરદાન લઈને પ્રગટ થયા હતા. તે આયુર્વેદના જાણકાર પણ હતા, એટલા માટે એમને આરોગ્યના દેવતા માનવામાં આવે છે. આમ તો ધન અને સંપત્તિ તો દેવી લક્ષ્મી આપે છે, પણ એમની કૃપા મેળવવા માટે સ્વાસ્થ્ય અને લાબું આયુષ્ય પણ જરૂરી હોય છે. આ જ કારણ છે કે ધનતેરસના અવસર પર ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે.

ધનતેરસના દિવસે વાસણ શા માટે ખરીદવામાં આવે છે?

દેવ ધન્વંતરિને લક્ષ્મીના ભાઈ પણ માનવામાં આવે છે. એમના અવતરિત થવા સાથે ધનતેરસ પર વાસણ ખરીદવાની પરંપરા જોડાયેલી છે
દેવ ધન્વંતરિને લક્ષ્મીના ભાઈ પણ માનવામાં આવે છે. એમના અવતરિત થવા સાથે ધનતેરસ પર વાસણ ખરીદવાની પરંપરા જોડાયેલી છે

આસો વદ તેરસના રોજ ભગવાન ધન્વંતરિ કળશ લઈને પ્રગટ થયા હતા. એટલા માટે આ તિથિ પર વાસણ ખરીદવાની પરંપરા છે. માનવામાં આવે છે કે, ધનતેરસના દિવસે તમે જેટલી ખરીદી કરો છો, એમાં 13 ગણી વૃદ્ધિ થાય છે.

ધનતેરસના દિવસે ચાંદી શા માટે ખરીદવામાં આવે છે?

ધન્વંતરિ અમૃત એટલે કે જીવનનું વરદાન લઈને પ્રગટ થયા હતા. તે આયુર્વેદના જાણકાર પણ હતા, એટલા માટે એમને આરોગ્યના દેવતા માનવામાં આવે છે
ધન્વંતરિ અમૃત એટલે કે જીવનનું વરદાન લઈને પ્રગટ થયા હતા. તે આયુર્વેદના જાણકાર પણ હતા, એટલા માટે એમને આરોગ્યના દેવતા માનવામાં આવે છે

હકીકતમાં ચાંદીને ચંદ્રનું પ્રતીક માનવામાં આવે છે, જે શીતળતા પ્રદાન કરે છે. તે સ્વાસ્થ્ય કારક પણ માનવામાં આવે છે, જે નિરોગી કાયા અને તેજ મગજ આપે છે. ચંદ્રના પ્રભાવથી મનમાં સંતોષના ધનનો વાસ થાય છે અને એને સૌથી મોટું ધન કહેવામાં આવ્યું છે. જેમની પાસે સંતોષ અને સ્વાસ્થ્ય છે, એને જ સૌથી ધનવાન માનવામાં આવે છે.

આ વિધિથી કરો ભગવાન ધન્વંતરિની પૂજા-
- સૌથી પહેલા સ્નાન કરીને સાફ કપડાં પહેરો. ભગવાન ધન્વંતરિની મૂર્તિ અથવા ચિત્ર સાફ જગ્યાએ સ્થાપિત કરો તથા સ્વયં પૂર્વ દિશાની તરફ મુખ કરીને બેસી જાઓ. તેના પછી ભગવાન ધન્વંતરિનું આવાહન આ મંત્રથી કરો-

દેવ ધન્વંતરિ આયુર્વેદના દેવતા છે, તેમની પૂજા કરવાથી સારું સ્વાસ્થ્ય મળે છે
દેવ ધન્વંતરિ આયુર્વેદના દેવતા છે, તેમની પૂજા કરવાથી સારું સ્વાસ્થ્ય મળે છે

- તેના પછી પૂજા સ્થળ પર આસન આપવાના ભાવથી ચોખા ચઢાવો. આચમન માટે જળ છોડો. ભગવાન ધન્વંતરિના ચિત્ર પર ગંધ, અબીર, ગુલાલ પુષ્પ, રોલી વગેરે ચઢાવો. ચાંદીના વાસણમાં ખીરનો પ્રસાદ ધરાવો. (જો ચાંદીના વાસણ ન હોય તો અન્ય કોઈ પણ વાસણમાં પ્રસાદ ધરાવી શકો છો.)

- તેના પછી ફરીથી આચમન માટે જળ છોડો. મુખ શુદ્ધિ માટે પાન, લવિંગ, સોપારી ચઢાવો. ભગવાન ધન્વંતરિને વસ્ત્ર (મૌલી) અર્પણ કરો. શંખપુષ્પી, તુલસી, બ્રાહ્મી વગેરે પૂજનીય ઔષધીઓ પણ ભગવાન ધન્વંતરિને અર્પિત કરો. રોગ નાશની કામના માટે આ મંત્રના જાપ કરો- ऊं रं रूद्र रोग नाशाय धनवंतर्ये फट्।।

- તેના પછી ભગવાન ધન્વંતરિને શ્રીફળ તથા દક્ષિણા ચઢાવો. પૂજાના અંતમાં કર્પૂર આરતી ઉતારો.