• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Deepawali 2021, Rare Yoga Of Shani Guru After 60 Years On Diwali, Sun, Mercury Special Yoga On Diwali 2021, Laxmi Puja Vidhi, Laxmi Pujan Vidhi

ગ્રહ નક્ષત્ર:દિવાળીએ 60 વર્ષ પછી શનિ-ગુરુનો દુર્લભ યોગ, આ દિવસે સૂર્ય, બુધ સહિત ચાર ગ્રહ એકસાથે તુલા રાશિમાં રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુરુવાર, 4 નવેમ્બરના રોજ દિવાળીએ ગ્રહોનો દુર્લભ યોગ બની રહ્યો છે. આ વર્ષે શનિ-ગુરુ મકર રાશિમાં એકસાથે છે અને બંને ગ્રહ માર્ગી છે. આ ગ્રહ યોગ સાથે જ સૂર્ય, બુધ સહિત ચાર ગ્રહ એકસાથે તુલા રાશિમાં રહેશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે 2021 પહેલાં 7 નવેમ્બર 1961ના રોજ દિવાળી ઊજવવામાં આવી હતી, તે સમયે પણ શનિ-ગુરુ મકર રાશિમાં સ્થિત હતાં અને આ વર્ષે પણ આ ગ્રહ સ્થિતિ બની રહી છે. ગુરુવારે સૂર્ય, બુધ, મંગળ અને ચંદ્ર આ ચારેય ગ્રહો એકસાથે તુલા રાશિમાં રહેશે. 1961માં પણ તુલા રાશિમાં ચાર ગ્રહોનો યોગ હતો. તે સમયે તુલા રાશિમાં શુક્ર, બુધ, સૂર્ય અને ચંદ્ર સ્થિત હતાં.

પં. શર્માના જણાવ્યા પ્રમાણે આ ગ્રહ યોગમાં કરવામાં આવતા પૂજાપાઠ જલ્દી સફળ થઈ શકે છે. લક્ષ્મી પૂજાના દિવસે જો મંત્ર જાપ કરી શકો નહીં તો અહીં જાણો સરળ સ્ટેપ્સમાં પૂજાની વિધિ...

લક્ષ્મી પૂજા માટે જરૂરી સામગ્રી-

  • દેવી લક્ષ્મીની મૂર્તિ, પ્રતિમાને સ્નાન કરાવવા માટે તાંબા કે ચાંદીના વાસણ, તાંબાનો લોટો, જળનો કળશ, દૂધ, દેવી મૂર્તિને અર્પણ કરવા માટે વસ્ત્ર, આભૂષણ, ચોખા, કંકુ, દીવો, તેલ, રૂ, અગરબત્તી, અષ્ટગંધ, ગુલાબ, કમળના ફૂલ, પ્રસાદ માટે ફળ, મીઠાઈ, નારિયેળ, પંચામૃત, સૂકા મેવા, ખાંડ, પાન, પોતાની ઇચ્છા પ્રમાણે દક્ષિણા. આ સામગ્રી ચોક્કસ લક્ષ્મી પૂજામાં રાખો.
  • પૂજા શરૂ કરતા પહેલાં શ્રી ગણેશનું પૂજન કરો. ભગવાન ગણેશને સ્નાન કરાવો. વસ્ત્ર અર્પણ કરો. ગંધ, ફૂલ, ચોખા ચઢાવો
  • ગણેશજી પછી દેવી લક્ષ્મીજીની પૂજા કરો. માતા લક્ષ્મીની ચાંદી, પારદ કે સ્ફટિકની પ્રતિમાનું પૂજન કરી શકો છો.
  • માતા લક્ષ્મીની મૂર્તિ પોતાના પૂજા ઘરમાં સ્થાપિત કરો. મૂર્તિમાં માતા લક્ષ્મીનું આવાહન કરો. આવાહન એટલે માતા લક્ષ્મીને આમંત્રિત કરો. લક્ષ્મીને પોતાના ઘરે બોલાવો.
  • માતા લક્ષ્મીને પોતાના ઘરમાં સન્માન સાથે સ્થાન આપો. એટલે આસન આપો. આ ભાવનાત્મક રીતે કરવું જોઈએ.
  • માતા લક્ષ્મીને સ્નાન કરાવો. સ્નાન પહેલાં જળથી અને પછી પંચામૃતથી અને ફરી જળથી કરાવવું જોઈએ.
  • માતા લક્ષ્મીને વસ્ત્ર અર્પણ કરો. વસ્ત્ર પછી ઘરેણાં પહેરાવો. ફુલની માળા પહેરાવો. સુગંધિત અત્તર અર્પણ કરો. પ્રસાદ ચઢાવો.
  • કંકુથી તિલક કરો. હવે ધૂપ અને દીવો પ્રગટાવો. માતા લક્ષ્મીને ગુલાબ અને કમળના ફૂલ ખાસ પ્રિય છે. આ ફૂલ ચઢાવો.
  • બીલીપાન અને બીલીફળ અર્પણ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ વસ્તુઓ પણ દેવીને ચઢાવી શકાય છે. 11 કે 21 ચોખા અર્પણ કરો.
  • શ્રદ્ધા પ્રમાણે ઘી કે તેલનો દીવો પ્રગટાવવો. આરતી કરો.
  • આરતી પછી પરિક્રમા કરો. જો તમે ઇચ્છો તો મહાલક્ષ્મી પૂજામાં ઓમ મહાલક્ષ્મયૈ નમઃ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ.
  • પૂજા પછી જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલો માટે ભગવાન પાસે માફી માગો. તે પછી પ્રસાદ અન્ય ભક્તોમાં વહેંચો અને જાતે પણ ગ્રહણ કરો.