સોમવાર, 1 નવેમ્બરથી પાંચ દિવસનો દીપ પર્વ શરૂ થઇ રહ્યો છે. મોટાભાગે આ પર્વમાં દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. પરંતુ, આ દિવસોમાં યમરાજનું પૂજન કરવાની પણ પરંપરા છે. દિવાળી એટલે આસો મહિનાના વદ પક્ષની અમાસના દિવસે લક્ષ્મીજી સિવાય યમરાજ અને પિતૃ દેવતા માટે પણ શુભ કામ કરવાનો દિવસ.
અમાસ તિથિના સ્વામી યમરાજ માનવામાં આવ્યાં છે અને આ દિવસે ઘરના પિતૃ દેવતાઓ માટે ધૂપ-ધ્યાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. ધનતેરસ(2 નવેમ્બર, મંગળવાર)ની સાંજે દક્ષિણ દિશા તરફ યમરાજનું ધ્યાન કરીને દીવો પ્રગટાવવો જોઇએ. આવું કરવાથી ભય દૂર થાય છે. દક્ષિણ દિશા યમરાજની માનવામાં આવે છે.
કાળી ચૌદશ(3 નવેમ્બર, બુધવાર)ના દિવસે યમરાજનું પૂજન કરવાથી ભૂલથી થઇ ગયેલાં પાપ કર્મોના ફળમાંથી પણ મુક્તિ મળી શકે છે. આ દિવસે યમ પૂજા કરો અને સંકલ્પ કરો કે, અધાર્મિક કાર્યોથી દૂર રહેશો. આ વખતે કાળી ચૌદશ શુક્રવારના રોજ છે.
દિવાળી(4 નવેમ્બર, ગુરુવાર)ના રોજ પિતૃઓ અને યમરાજનું પૂજન કરીને પરિવારના પિતૃઓ માટે શાંતિ અને પ્રસન્નતાની કામના કરવામાં આવે છે.
આસો વદ પક્ષની અમાસ તિથિએ સૂર્ય-ચંદ્ર તુલા રાશિમાં રહે છે. સૂર્ય તુલા રાશિમાં નીચનો હોવાથી દક્ષિણ ગોળાર્ધમાં નમેલો રહે છે. દક્ષિણ દિશાના સ્વામી યમરાજ છે. એટલે બધી જ અમાસના દિવસે યમ પૂજાનું વિશેષ મહત્ત્વ છે. પિતૃઓનું પૂજન દક્ષિણ દિશા તરફ મુખ કરીને કરવામાં આવવું જોઇએ.
પ્રાચીન કાળમાં સમુદ્ર મંથન સમયે આ તિથિએ લક્ષ્મીજી પ્રકટ થયાં હતાં. એટલે આ દિવસે લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવવું જોઇએ. શ્રીરામ આ દિવેસ રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરીને અયોધ્યા પાછા ફર્યા હતાં, એટલે દિવાળી ઊજવવામાં આવે છે. આવી જ અનેક કથાઓ આ પર્વ અંગે પ્રસિદ્ધ છે.
દિવાળીના દિવસોમાં ગોવર્ધન પર્વતનું પૂજન થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા દ્વાપર યુગમાં દિવાળીના બીજા દિવસથી ગોવર્ધન પર્વતનું પૂજન શરૂ કરવામાં આવ્યું હતું.
દિવાળી પર્વના છેલ્લાં દિવસે યમરાજ પોતાની બહેન યમુનાને મળવા આવ્યાં હતાં. જેના કારણે આ દિવસ ભાઈબીજ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે પણ યમરાજની પૂજા જરૂર કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.