તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમુદ્ર મંથનનો બોધપાઠ:સમુદ્ર મંથનમાંથી 14 રત્ન મળી આવ્યાં હતાં, લક્ષ્મી એટલે ધન તેમની સાથે જ રહે છે જે ધર્મ પ્રમાણે કર્મ કરે છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમુદ્ર મંથનની કથા મનના મંથનનો સંદેશ આપે છે, બધાએ મનમાંથી ખરાબ વિચારોનો ત્યાગ કરવો જોઇએ

આજે શનિવાર, 14 નવેમ્બરના રોજ દિવાળી ઊજવવામાં આવી રહી છે. દિવાળીએ દેવી લક્ષ્મીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. લક્ષ્મીની ઉત્પત્તિ અંગે સમુદ્ર મંથનની કથા પ્રચલિત છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે સમુદ્ર મંથનની કથા આપણે સંદેશ આપે છે કે, આપણે આપણાં મનનું મંથન કરવું જોઇએ. મનને મથવાની ક્રિયામાં સૌથી પહેલાં ખરાબ વિચારોને ત્યાગવા જોઇએ. સમુદ્ર મંથનમાં પણ સૌથી પહેલાં વિષ જ બહાર આવ્યું હતું

સમુદ્ર મંથનમાંથી 14 રત્ન મળી આવ્યાં હતાં. આ બધા રત્નોમાં લાઇફ મેનેજમેન્ટના સૂત્ર છુપાયેલાં છે. આ સૂત્રને અપનાવવાથી આપણે અનેક સમસ્યાઓથી બચી શકીએ છીએ. જાણો આ કથા અને રત્નો સાથે જોડાયેલાં સૂત્ર

સમુદ્ર મંથનની કથાઃ-
પ્રચલિત કથા પ્રમાણે મહર્ષિ દુર્વાસાના શ્રાપને કારણે સ્વર્ગથી એશ્વર્ય, ધન, વૈભવ વગેરે જતું રહ્યું હતું. ત્યારે દેવતા ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુએ તેમને અસુરો સાથે મળીને સમુદ્ર મંથન કરવાનો ઉપાય જણાવ્યો અને તે પણ જણાવ્યું કે સમુદ્ર મંથનમાંથી અમૃત બહાર આવશે જેને ગ્રહણ કરીને બધા અમર થઇ જશે.

આ વાત જયારે દેવતાઓ એ અસુરોના રાજા બલીને જણાવી તો તે પણ સમુદ્ર મંથન માટે તૈયાર થઇ ગયો. વાસુકી નાગના દોરડુ બનાવવામાં આવેલ અને મંદરાચલ પર્વતની મદદથી સમુદ્રને વલોવામાં આવ્યો.

કાલકૂટ વિષ:-
સૌથી પહેલાં કાલકૂટ નામનું વિષ બહાર આવ્યું. આ વિષને શિવજીએ પોતાના ગળામાં ધારણ કર્યું. કાલકૂટ વિષનો સંદેશ છે કે જ્યારે પણ મનને મથવામાં આવે તો સૌથી પહેલાં વિષ સમાન ખરાબ વિચાર જ બહાર આવે છે. આ ખરાબ વિચારોનો ત્યાગ કરવો જોઇએ.

કામઘેનુ:-
પવિત્ર કામધેનુ યજ્ઞની સામગ્રી ઉત્પન્ન કરનારી દિવ્ય ગાય હતી. એટલે ઋષિઓએ કામધેનુને રાખી લીધી. કામધેનુનો સંદેશ છે કે, મનમાંથી ખરાબ વિચાર કાઢ્યા બાદ મન પવિત્ર થઇ જાય છે.

ઉચ્ચેશ્વવા ઘોડો:-
ઉચ્ચેશ્વવા ઘોડો સફેદ હતો. તેને અસુરોના રાજા બલિએ રાખ્યો હતો. ઉચ્ચેશ્વવા ઘોડો મનની ગતિથી ચાલતો હતો. મન જો અહીં-ત્યાં ભટકે તો તે અવગુણો તરફ જ આગળ વધે છે. જેમ ઉચ્ચેશ્વવા ઘોડો અસુરો પાસે ગયો. તેનો સંદેશ છે કે, આપણે મનને અહીં-ત્યાં ભટકવા દેવું જોઇએ નહીં અને ભગવાન તરફ ધ્યાન લગાવવું જોઇએ. ત્યારે જ ખરાબ વિચારોથી બચી શકાય છે.

એરાવત હાથી:-
એરાવત ખૂબ જ દિવ્ય અને સફેદ હાથી હતો, જેને દેવરાજ ઇન્દ્રએ રાખ્યો હતો. એરાવત હાથી શુદ્ધ બુદ્ધિનું પ્રતીક છે. અવગુણોથી મુક્ત દિમાગમાં પણ શુદ્ધ વિચાર હોય છે. વિચાર સારા રહેશે તો મન પણ શુદ્ધ રહેશે.

કૌસ્તુભ મણિ:-
કૌસ્તુભ મણિને ભગવાન વિષ્ણુએ હ્રદય ઉપર ધારણ કર્યું હતું. આ મણિ ભક્તિનું પ્રતીક છે. જ્યારે મનમાંથી ખરાબ વિચાર જતાં રહે છે, મન પવિત્ર અને વિચારો શુદ્ધ થઇ જાય છે, ત્યારે ભક્તિ જાગૃત થાય છે અને આવી ભક્તિ કરનાર ભક્તને જ ભગવાનની કૃપા મળે છે એટલે ભગવાનના હ્રદયમાં સ્થાન મળે છે.

કલ્પવૃક્ષ:-
બધી ઇચ્છાઓને પૂર્ણ કરનાર વૃક્ષ કલ્પવૃક્ષ હતું. તેને બધા દેવતાઓએ સ્વર્ગમાં સ્થાપિત કરી દીધું. કલ્પવૃક્ષ ઇચ્છાઓનું પ્રતીક છે. ભક્તિમાં અને મનને મથવાની ક્રિયામાં ઇચ્છાઓ ઉપર કાબૂ મેળવવું જરૂરી છે. મનને મથવાની ક્રિયામાં ઇચ્છાઓને અલગ કરી દેવા જોઇએ, જેમ કે, દેવતાઓએ કલ્પવૃક્ષને સમુદ્ર મંથનથી દૂર સ્વર્ગમાં સ્થાપિત કર્યું.

રંભા અપ્સરા:-
રંભા નામની અપ્સરા ખૂબ જ સુંદર હતી, તે પણ દેવતાઓ પાસે જતી રહી. અપ્સરા વાસના અને લલાચનું પ્રતીક છે. જ્યારે વ્યક્તિ કોઇ લક્ષ્ય પ્રત્યે આગળ વધે છે ત્યારે તેને ભટકાવતી અનેક વસ્તુઓ મળે છે. પરંતુ વ્યક્તિએ ત્યાં અટકવું જોઇએ નહીં. આગળ વધતાં રહેવું જોઇએ. ભક્તિ કરતી સમયે પણ મનમાં વાસના અને લાલચ જાગી શકે છે, પરંતુ આપણે તેનાથી બચવું જોઇએ.

દેવી લક્ષ્મી:-
દેવી લક્ષ્મીને દેવતા, દાનવ અને ઋષિ બધા પોતાની પાસે રાખવા માંગતાં હતાં, પરંતુ લક્ષ્મીએ ભગવાન વિષ્ણુનું વરણ કર્યું. લક્ષ્મી એટલે ધન. ધન તે લોકો પાસે જ રહે છે જે કર્મને મહત્ત્વ આપે છે અને ધર્મ સાથે રહે છે. ભગવાન વિષ્ણુએ અવતારોના માધ્યમથી કર્મ કરતા રહેવું અને ધર્મના માર્ગે ચાલવાનો સંદેશ આપ્યો છે.

વારુણી દેવી:-
વારૂણી દેવીને દૈત્યોએ ગ્રહણ કર્યાં હતાં. વારૂણી એટલે મદિરા. નશો પણ એક અવગુણ છે. નશો કરનાર વ્યક્તિ અવગુણ તરફ આગળ વધે છે, જેમ કે, વારૂણી દેવીને દૈત્યોએ ગ્રહણ કર્યો.

ચંદ્ર:-
ચંદ્રને શિવજીએ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યાં હતાં. ચંદ્ર શાંતિ અને શીતળતાનું પ્રતીક છે. જ્યારે મનથી બધા વિકાર દૂર થઇ જાય છે, ત્યારે મનને શાંતિ અને શીતળતા મળે છે.

પારિજાત વૃક્ષ:-
પારિજાત વૃક્ષનો સ્પર્શ કરતાં જ થાક દૂર થઇ જતો હતો. તેને પણ દેવતાએ ગ્રહણ કર્યું. પારિજાત વૃક્ષ શાંતિનું પ્રતીક છે. જ્યારે મનમાં શાંતિ અને શીતળતા આવી જાય છે શરીરનો થાક પણ દૂર થઇ જાય છે.

પાંચજન્ય શંખ:-
સમુદ્ર મંથનમાં બારમાં નંબરમાં પાંચજન્ય શંખ મળ્યો. તેને ભગવાન વિષ્ણુએ લઇ લીધો. શંખને વિજયનું પ્રતિક માનવામાં આવે છે સાથે જ તેનો અવાજ પણ શુભ માનવામાં આવે છે. જયારે તમે અમૃત (પરમાત્મા)થી એક ડગલું દુર રહો છો તો મનનું ખાલીપણું ઈશ્વરીય નાદ એટલે સ્વરથી ભરાઈ જાય છે. એ સ્થિતિમાં તમને ઈશ્વરનો સક્સાત્કાર થાય છે.

ભગવાન ધન્વન્તરી એટલે અમૃત કળશ:-
સમુદ્ર મંથનમાં સૌથી છેલ્લે ભગવાન ધન્વન્તરી પોતાના હાથમાં અમૃત કળશ લઇને નીકળ્યા. ભગવાન ધન્વન્તરી પ્રિતક છે નીરોગી આરોગ્ય અને નિર્મલ મનનું. જયારે તમારું આરોગ્ય અને મન નિર્મલ હશે ત્યારે તેની અંદર તમને પરમાત્માની પ્રાપ્તિ થશે. સમુદ્ર મંથનમાં 14માં નંબરએ અમૃત નીકળ્યું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો