2020નો 11મો મહિનો શરૂ થઇ ગયો છે. આ મહિનામાં કરવા ચોથ પછી દિવાળી, છઠ્ઠ પૂજા અને કારતક પૂર્ણિમા જેવા પર્વ ઊજવવામાં આવશે. આ દિવસોમાં કરવામાં આવતાં શુભ કાર્યોથી ધર્મ લાભ સાથે માનસિક શાંતિ પણ મળે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે નવેમ્બરના ખાસ તિથિ-તહેવાર અને તે દિવસોમાં કરવામાં આવતાં શુભ કામ...
બુધવાર, 4 નવેમ્બરના રોજ મહિલાઓનો મહાપર્વ કરવા ચોથ છે. આ દિવસે મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર, સારા સ્વાસ્થ્ય અને સુખદ ભવિષ્યની કામનાથી નિર્જળા વ્રત કરે છે. મહિલાઓ ચોથ માતાની પૂજા આ દિવસે કરે છે.
શનિવાર, 7 નવેમ્બર અને રવિવાર 8 નવેમ્બરના રોજ પુષ્ય નક્ષત્ર રહેશે. આ દિવસોમાં ખરીદારી કરવાનું વિશેષ મહત્ત્વ છે. પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદી, વાહન, સુખ-સુવિધાઓની અન્ય જરૂરી વસ્તુઓ ખરીદી શકાય છે.
બુધવાર, 11 તારીખે રમા એકાદશી રહેશે. આ દિવસે ભગવાન વિષ્ણુ માટે પૂજા અને વ્રત કરવાની પરંપરા છે.
ગુરુવાર, 12 નવેમ્બરના રોજ ધનતેરસથી દીપોત્સવ શરૂ થઇ રહ્યો છે. 13 તારીખના રોજ કાળી ચૌદશ, 14મીએ દિવાળી, 15મીએ ગોવર્ધન પૂજા અને 16 નવેમ્બરના ભાઇબીજ ઉજવવામાં આવશે. આ દિવસોમાં દેવી લક્ષ્મીજી, ધનવંતરિ, કુબેરદેવ, ગોવર્ધન પર્વત, યમરાજ સાથે જ ગણેશજી, દેવી સરસ્વતી, ભગવાન વિષ્ણુ, શિવજીની વિશેષ પૂજા કરવી જોઇએ.
બુધવાર, 18 તારીખે વિનાયક ચોથ વ્રત રહેશે. આ તિથિથી છઠ્ઠ પૂજા ઉત્સવના વ્રત શરૂ થઇ જશે. ગણેશજી સાથે જ સૂર્યદેવની વિશેષ પૂજા કરો.
શુક્રવાર, 20 નવેમ્બરના રોજ સૂર્યપૂજાનો મહાપર્વ છઠ્ઠ પૂજા છે. આ દિવસે સૂર્યને અર્ઘ્ય આપવું અને પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે.
સોમવાર, 23 નવેમ્બરના રોજ આંબળા નોમ છે. આ દિવસે આંબળાના વૃક્ષની પૂજા કરવાની પરંપરા છે.
બુધવાર, 25 નવેમ્બરના રોજ દેવઉઠની એકાદશી છે. આ દિવસથી ભગવાન વિષ્ણુ વિશ્રામથી જાગે છે. તુલસી અને શાલિગ્રામના લગ્ન કરાવવામાં આવે છે.
ગુરુવાર, 26 નવેમ્બરના રોજ ચાતુર્માસ પૂર્ણ થઇ જશે. દેવઉઠની એકાદશી સાથે જ ચાતુર્માસ પૂર્ણ થાય છે અને લગ્ન જેવા શુભ માંગલિક કામ શરૂ થઇ જાય છે.
સોમવાર, 30 નવેમ્બરના રોજ કારતક મહિનાની પૂર્ણિમા છે. આ દિવસે ગુરુનાનક જયંતી પણ ઊજવવામાં આવશે.
આ પણ વાંચોઃ-
નવેમ્બર મહિનાનું રાશિફળ/ આ મહિને કુંભ સહિત 9 રાશિઓને નક્ષત્રોનો સાથ મળી શકે છે, ધનલાભના પણ યોગ છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.