12 નવેમ્બરથી દિવાળી શરૂ:દિવાળીએ લક્ષ્મીજી સાથે જ યમરાજ અને પિતૃ દેવતાઓની પૂજા કરવાની પરંપરા છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધનતેરસના દિવસે સાંજે દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવો, કાળી ચૌદશના દિવસે યમરાજની પૂજા કરો

ગુરુવાર, 12 નવેમ્બરથી પાંચ દિવસનો દીપ પર્વ શરૂ થઇ રહ્યો છે. મોટાભાગે આ પર્વમાં દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. પરંતુ, આ દિવસોમાં યમરાજનું પૂજન કરવાની પણ પરંપરા છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે દિવાળી એટલે આસો મહિનાના વદ પક્ષની અમાસના દિવસે લક્ષ્મીજી સિવાય યમરાજ અને પિતૃ દેવતા માટે પણ શુભ કામ કરવું જોઇએ.

અમાસ તિથિના સ્વામી યમરાજ માનવામાં આવ્યાં છે અને આ દિવસે ઘરના પિતૃ દેવતાઓ માટે ધૂપ-ધ્યાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. ધનતેરસ એટલે ગુરુવારની સાંજે દક્ષિણ દિશા તરફ યમરાજનું ધ્યાન કરીને દીવો પ્રગટાવવો જોઇએ. આવું કરવાથી ભય દૂર થાય છે. દક્ષિણ દિશા યમરાજની માનવામાં આવે છે.

કાળી ચૌદશના દિવસે યમરાજનું પૂજન કરવાથી ભૂલથી થઇ ગયેલાં પાપ કર્મોના ફળમાંથી પણ મુક્તિ મળી શકે છે. આ દિવસે યમ પૂજા કરો અને સંકલ્પ કરો કે, અધાર્મિક કાર્યોથી દૂર રહેશો. આ વખતે કાળી ચૌદશ શુક્રવારના રોજ છે.

દિવાળી એટલે શનિવારે પિતૃઓ અને યમરાજનું પૂજન કરીને પરિવારના પિતૃઓ માટે શાંતિ અને પ્રસન્નતાની કામના કરવામાં આવે છે.

પં. શર્માના જણાવ્યાં પ્રમાણે આસો વદ પક્ષની અમાસ તિથિએ સૂર્ય-ચંદ્ર તુલા રાશિમાં રહે છે. સૂર્ય તુલા રાશિમાં નીચનો હોવાથી દક્ષિણ ગોળાર્ધમાં નમેલો રહે છે. દક્ષિણ દિશાના સ્વામી યમરાજ છે. એટલે બધી જ અમાસના દિવસે યમ પૂજાનું વિશેષ મહત્ત્વ છે. પિતૃઓનું પૂજન દક્ષિણ દિશા તરફ મુખ કરીને કરવામાં આવવું જોઇએ.

પં. શર્માએ જણાવ્યું કે, પ્રાચીન કાળમાં સમુદ્ર મંથન સમયે આ તિથિએ લક્ષ્મીજી પ્રકટ થયાં હતાં. એટલે આ દિવસે લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવવું જોઇએ. શ્રીરામ આ દિવેસ રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરીને અયોધ્યા પાછા ફર્યા હતાં, એટલે દિવાળી ઊજવવામાં આવે છે. આવી જ અનેક કથાઓ આ પર્વ અંગે પ્રસિદ્ધ છે.

દિવાળીના દિવસોમાં ગોવર્ધન પર્વતનું પૂજન થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા દ્વાપર યુગમાં દિવાળીના બીજા દિવસથી ગોવર્ધન પર્વતનું પૂજન શરૂ કરવામાં આવ્યું હતું.

દિવાળી પર્વના છેલ્લાં દિવસે યમરાજ પોતાની બહેન યમુનાને મળવા આવ્યાં હતાં. જેના કારણે આ દિવસ ભાઈબીજ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પણ યમરાજની પૂજા જરૂર કરો.

આ પણ વાંચોઃ-

રાજા ભર્તૃહરિની નીતિઓ:માફી માંગવાનો ભાવ હોય તો કોઇ કવચની જરૂર નથી, ગુસ્સો હોય તો દુશ્મન અને વિદ્યા હોય તો ધન એકઠું કરવાની જરૂર નથી

ગ્રહ ગોચર/ બુધ-શુક્રના કારણે 16 નવેમ્બર સુધી અનેક લોકોની આર્થિક અને માનસિક સ્થિતિમાં ફેરફાર થઇ શકે છે

નવેમ્બરનું બીજું સપ્તાહ/ હિંદુ કેલેન્ડર પ્રમાણે 9 થી 15 નવેમ્બર વચ્ચે ધનતેરસ અને દિવાળી જેવા મોટા પર્વ રહેશે

રમા એકાદશી/ દિવાળી પહેલાં આ દિવસે વ્રત અને પૂજાથી ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે

અન્ય સમાચારો પણ છે...