કારતક મહિનાના વદ પક્ષની આઠમ તિથિએ કાલ ભૈરવ આઠમ ઊજવવામાં આવે છે. આ વખતે કાલાષ્ટમી બુધવાર 16 નવેમ્બરના રોજ છે. આ દિવસે શિવજીના રૌદ્ર સ્વરૂપ ભગવાન કાલ ભૈરવની પૂજા કરવામાં આવે છે. તેમને કાશીમાં કોતવાલ પણ કહેવામાં આવે છે.
કાલ ભૈરવના 8 સ્વરૂપ માનવામાં આવે છે. તેમાંથી બટુક ભૈરવની પૂજા કરવાથી ગૃહસ્થ અને અન્ય ભૈરવની પૂજા મનોકામના પૂર્ણ કરનારી હોય છે. બટુક ભૈરવ સ્વરૂપને સૌમ્ય માનવામાં આવે છે. કાલ ભૈરવના ભક્ત વર્ષની બધી જ કાલાષ્ટમીના દિવસે તેમની પૂજા અને તેમના માટે ઉપવાસ કરે છે.
નારદ પુરાણ પ્રમાણે કાલભૈરવની પૂજાનો દિવસ
નારદ પુરાણ પ્રમાણે કાલાષ્ટમીના દિવસે કાલભૈરવ અને માતા દુર્ગાની પૂજા કરવી જોઇએ. 16 નવેમ્બરની રાતે દેવી કાળીની ઉપાસના કરનાર લોકોએ અડધી રાત પછી માતાની તે જ પ્રકારે પૂજા કરવી જોઇએ, જે પ્રકારે દુર્ગા પૂજામાં સાતમ તિથિએ દેવી કાળરાત્રિની પૂજાનું વિધાન છે. આ દિવસે શક્તિ પ્રમાણે રાતે માતા પાર્વતી અને ભગવાન શિવની કથા સાંભળીને જાગરણ કરવું જોઇએ. આ દિવસે વ્રતીએ ફળાહાર કરવો જોઇએ. આ દિવસે કૂતરાને ભોજન કરાવવું શુભ માનવામાં આવે છે.
આ વ્રતથી રોગ દૂર થાય છે
કથા પ્રમાણે એક દિવસ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે શ્રેષ્ઠ હોવાનો વિવાદ ઉત્પન્ન થયો. વિવાદના સમાધાન માટે બધા દેવતા અને મુનિ શિવજી પાસે પહોંચી ગયાં. બધા દેવતાઓ અને મુનિની સલાહથી શિવજીને શ્રેષ્ઠ માનવામાં આવ્યાં. પરંતુ બ્રહ્માજીએ આ સ્વીકાર્યુ નહીં. બ્રહ્માજી, શિવજીનું અપમાન કરવા લાગ્યાં. અપમાનજનક વાતો સાંભળીને શિવજીને ગુસ્સો આવી ગયો અને કાલભૈરવનો જન્મ થયો. તે દિવસથી કાલાષ્ટમીનો પર્વ શિવજીના રૂદ્ર અવતાર કાલભૈરવના જન્મ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. કાલાષ્ટમી વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે વ્રત રાખીને સંપૂર્ણ વિધિ-વિધાનથી કાલભૈરવની પૂજા કરવાથી વ્યક્તિના બધા જ કષ્ટ દૂર થવા લાગે છે અને કાળ દૂર ભાગે છે. આ સિવાય વ્યક્તિ રોગથી દૂર રહે છે. સાથે જ, તેને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે.
શ્વાનને ભોજન કરાવવાની પરંપરા
ભગવન ભૈરવનું વાહન શ્વાન છે, એટલે આ દિવસે શ્વાનને પેટભરીને ભોજન ખવડાવવાથી વિશેષ ફળ મળે છે. આવું કરવાથી ભગવાન ભૈરવ પ્રસન્ન થાય છે અને બધી ઇચ્છાઓને પૂર્ણ કરે છે. માન્યતા પ્રમાણે કાળાષ્ટમી સાથે જ દરરોજ શ્વાસને ભોજન કરાવવું જોઈએ. આવું કરવાથી ખરાબ સમય દૂર થાય છે અને પરેશાનીઓ પણ દૂર થવા લાગે છે.
કાલાષ્ટમી વ્રત કરવાથી ભય દૂર થાય છે
માન્યતા પ્રમાણે આ દિવસે વ્રત અને પૂજા કરવાથી ભયમાથી મુક્તિ મળે અને અને પરેશાનીઓ આવતા પહેલાં જ દૂર થઈ જાય છે. સાથે જ રોગથી પણ મુક્તિ મળે છે. જે અપરાધિક પ્રવૃત્તિ ધરાવે છે તેમના માટે ભગવાન ભૈરવ દંડનાયક હોય છે. તેઓ પોતાના ભક્તોની રક્ષા કરે છે. તેમની પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.