ધર્મગ્રંથો પ્રમાણે, પૂનમ તિથિના સ્વામી ચંદ્ર છે. એટલે જે લોકોની કુંડળીમાં ચંદ્ર શુભ સ્થિતિમાં ન હોય, તેમણે આ દિવસે ચંદ્ર સાથે જોડાયેલાં ઉપાય કરવા જોઈએ. કોઈપણ મહિનાના સુદ પક્ષની છેલ્લી તિથિ પૂનમ હોય છે. આ વખતે માગશર મહિનાની પૂનમ 1 નહીં પરંતુ 2 દિવસ રહેશે. આવું તિથિઓની વધ-ઘટના કારણે હોય છે. 2 દિવસ પૂનમ તિથિ હોવાથી બંને દિવસનું મહત્ત્વ અલગ-અલગ રહેશે.
માગશર મહિનાની પૂનમ ક્યારે રહેશે?
પંચંગ પ્રમાણે, માગશર મહિનાની પૂનમ તિથિ 7 ડિસેમ્બર, બુધવારે સવારે 08.01 વાગ્યાથી શરૂ થઈને 08 ડિસેમ્બરે સવારે 09.38 વાગ્યા સુધી રહેશે. માગશર મહિનાની પૂનમના દિવસે ભગવાન દત્તાત્રેયની જયંતીનું પર્વ ઊજવવામાં આવે છે, આ પર્વ 7 ડિસેમ્બરના રોજ ઊજવવામાં આવશે અને બીજા દિવસે એટલે 8 ડિસેમ્બરે સ્નાન-દાન પૂનમ રહેશે. એટલે પૂનમ તિથિને લગતું દાન, ઉપાય, પૂજા વગેરે કાર્યો 8 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે.
કેવા-કેવા શુભ યોગ બનશે?
જ્યોતિષીઓ પ્રમાણે, 7 ડિસેમ્બરના રોજ સર્વાર્થસિદ્ધિ અને સાધ્ય નામના 2 શુભ યોગ આખો દિવસ રહેશે, જેના કારણે આ દિવસે ભગવાન દત્તાત્રેયની પૂજાનું મહત્ત્વ વધી ગયું છે. બીજા દિવસે એટલે 8 ડિસેમ્બરે સાધ્ય અને શુભ નામના યોગ હોવાથી આ દિવસે સ્નાન-વ્રત અને પૂજા કરવી ખૂબ જ શુભ રહેશે.
7 ડિસેમ્બરના રોજ શું કરવું?
7 ડિસેમ્બર, બુધવારે દત્ત પૂનમનું પર્વ ઊજવવામાં આવશે. થોડાં ધર્મગ્રંથોમાં ભગવાન દત્તને વિષ્ણુજી અને થોડાં ગ્રંથોમાં ત્રિદેવ(બ્રહ્મા, વિષ્ણુ, મહેશ)નો અવતાર માનવામાં આવે છે. દત્ત પૂનમના દિવસે ભગવાન દત્તાત્રેયની પૂજા કરવી જોઈએ. માન્યતા છે કે જ્યારે પણ કોઈ ભક્ત સાચા હૃદયથી ભગવાન દત્તાત્રેયને યાદ કરે છે, તેઓ પોતાના ભક્તની મદદ માટે ત્યાં પહોંચી જાય છે અને તેમની પરેશાનીઓ દૂર કરે છે. ભગવાન દત્તાત્રેયને પોતાના જીવનમાં અનેક પશુ-પક્ષીઓને પણ પોતાના ગુરુ બનાવ્યાં છે.
8 ડિસેમ્બરે શું કરવું?
8 ડિસેમ્બરે સ્નાન-દાન પૂનમ રહેશે. જે લોકોની કુંડળીમાં ચંદ્ર અશુભ સ્થાને હોય, તેમણે આ દિવસે ખાસ ઉપાય કરવા જોઈએ. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને દાન આપવું જોઈએ. શક્ય હોય તો બ્રાહ્મણોને ભોજન કરાવો અને યોગ્ય દાન-દક્ષિણા આપો. શિવજીની પૂજા કરો. ચંદ્રને લગતા ઉપાય પણ આ દિવસે કરી શકાય છે. આ બધા કામ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.