દર વર્ષે માગશર મહિનાની પૂનમના દિવસે દત્તાત્રેય જયંતી ઊજવવામાં આવે છે. માન્યતા પ્રમાણે ભગવાન દત્તાત્રેયને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયનું જ સ્વરૂપ માનવામાં આવે છે. એટલે જ દત્તાત્રેય ભગવાનના ત્રણ માથા છે અને છ હાથ છે. પૌરાણિક કથા પ્રમાણે તેઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયની શક્તિ દ્વારા જ પ્રગટ થયાં હતાં. એટલે એક હાથમાં ત્રિશૂળ, એકમાં શંખ અને એક હાથમાં ચક્ર છે. દત્તાત્રેય જંયતીએ તેમના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
આ દિવસે શું કરવું
1. આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કર્યા પછી ભગવાન દત્તાત્રેયની પૂજાનો સંકલ્પ કરવો જોઈએ.
2. પૂજા કરવી જોઈએ અને તેના પછી દત્તાત્રેય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. આવું કરવાથી દોષ અને કષ્ટ દૂર થાય છે.
3. કોશિશ કરવી જોઈએ કે આ દિવસે વ્રત રાખો. જો એવું થઈ શકે નહીં તો તામસિક વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઈએ.
4. આખો દિવસ બ્રહ્મચર્ય અને અન્ય નિયમોનું પાલન કરવું જોઈએ.
ભગવાન દત્તની પૂજા વિધિ આ મુજબ છે
સૌથી પહેલા ભગવાન શ્રીદત્તાત્રેયની પ્રતિમા અથવા તસવીરને લાલ કપડાં ઉપર સ્થાપિત કરો. તેના પછી તેમનું આવાહન કરો. એક સાફ વાસણમાં પાણી લઈને પાસે રાખો અને જમણા હાથમાં એક ફૂલ અને ચોખાના
દાનને લઈને આ મુજબ વિનિયોગ કરે
ऊं अस्य श्री दत्तात्रेय स्तोत्र मंत्रस्य भगवान नारद ऋषि: अनुष्टुप छन्द:, श्री दत्त परमात्मा देवता:, श्री दत्त प्रीत्यर्थे जपे विनोयोग:।
આટલું કહીને ફૂલ અને ચોખા ભગવાન દત્તાત્રેયની પ્રતિમા અથવા તસવીર ઉપર ચઢાવી દો. તેના પછી હાથને પાણીથી સાફ કરી લો અને બંને હાથ જોડીને પ્રણામ મુદ્રામાં જાપ સ્તુતિ આ મુજબ કરો.
जटाधरं पाण्डुरंगं शूलहस्तं कृपानिधिम।
सर्व रोग हरं देव, दत्तात्रेयमहं भज॥
ભગવાન દત્તાત્રેયના જન્મની કથા
પૌરાણિક કથા પ્રમાણે એક વાર માતા પાર્વતી, લક્ષ્મી તથા સરસ્વતીને પોતાના પતિવ્રત ધર્મપર ખૂબ જ અભિમાન થઈ ગયું. નારદજી તેમના ઘમંડને તોડવા માટે વારા-ફરતી ત્રણેય દેવીઓ પાસે ગયા અને દેવી અનસૂયાના પતિવ્રત ધર્મના ગુણગાન કરવા લાગ્યાં. ઈર્ષાથી ભરેલી દેવીઓની જીદ્દને લીધે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય અનસૂયાજીનું પતિવ્રત તોડવાની મંશાથી પહોંચ્યાં. દેવી અનસૂયાએ પોતાના પતિવ્રત ધર્મના બળે જ તેમની મંશા જાણી લીધી અને ઋષિ અત્રિના ચરણોનું જળ ત્રણેય દેવો ઉપર છાંટી દીધું, જેનાથી ત્રણેય બાળરૂપમાં આવી ગયાં.
દેવી અનસૂયા તેમને પારણામાં લપેટીને પોતાના પ્રેમ અને વાત્સલ્યથી પાલન કરવા લાગી. પોતાની ભૂલ ઉપર પછતાવો થયા પછી ત્રણેયને, દેવી માતા અનસૂયા પાસે ક્ષમા માંગી. માતા અનસૂયાએ કહ્યું કે આ ત્રણેયને મારું દૂધ પીધું છે, એટલા માટે તેમને બાળરૂપમાં જ રહેવું પડશે. આ સાંભળીને ત્રણેય દેવોએ પોત-પોતાના અંશને મેળવીને એક નવો અંશ પેદા કર્યો, જેનું નામ દત્તાત્રેય રાખવામાં આવ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.