તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્નાન દાનનું પર્વ:16 જુલાઈએ શરૂ થશે દક્ષિણાયન; આ દિવસે શુભ કાર્યો માટે સૂર્યોદયથી સાંજે 5 વાગ્યા સુધી પુણ્યકાળ રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેદોમાં દક્ષિણાયનને પિતૃયાન કહેવામાં આવે છે કારણ કે આ દરમિયાન કરવામાં આવેલા શ્રાદ્ધ અને દાનથી પિતૃઓ સંતુષ્ટ થાય છે

હિન્દુ કેલેન્ડર મુજબ, 15 કે 16 જુલાઈએ સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જેને કર્ક સંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે ધર્મ ગ્રંથોમાં પર્વ કહેવામાં આવે છે. આ સંક્રાંતિ પર્વનો પુણ્યકાળ સૂર્યોદય શરૂ થઈને સાંજે લગભગ 5 વાગ્યા સુધી રહેશે. આ શુભ સમયે કરવામાં આવેલા તીર્થ સ્નાન, દાન અને પૂજા-પાઠથી પુણ્ય મળે છે. આ દિવસે કરવામાં આવેલા શ્રાદ્ધથી પૂર્વજો સંતુષ્ટ થઈ જાય છે. આ દિવસે સૂર્ય દક્ષિણાયન પણ શરૂ થશે. જ્યોતિષ ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે, અષાઢ મહિનાના છેલ્લા દિવસથી લઈને પોષ મહિના સુધી સૂર્યની ગતિ ઉત્તરી છેડેથી દક્ષિણ છેડે દક્ષિણાયન થાય છે.

વેદોમાં દક્ષિણાયન એટલે કે પિતૃયાન
વૈદિક કાળથી જ ઉત્તરાયણને દેવયાન અને દક્ષિણાયનને પિતૃયાન કહેવામાં આવે છે. યજુર્વેદ સિવાય ગરુડ, પદ્મ, સ્કંદ અને વિષ્ણુધર્મોત્તર પુરાણની સાથે મહાભારતમાં સૂર્યના દક્ષિણાયનને પિતૃયાન કહેવામાં આવે છે. આવું એટલા માટે કેમ કે, સૂર્યના દક્ષિણાયન હોવાથી કરવામાં આવેલા શ્રાદ્ધ પિતૃઓની સંપૂર્ણ સંતુષ્ટ કરે છે. દક્ષિણાયન આ 6 મહિનામાં તીર્થ સ્નાન અને દાનથી પિતૃ પ્રસન્ન થાય છે. તેથી જે દિવસે સૂર્ય કર્ક રાશિમાં આવી જાય છે તે દિવસે દક્ષિણાયન સંક્રાંતિ પર્વ પર પિતૃઓ માટે શ્રાદ્ધ કરવાની પરંપરા છે.

કર્ક સંક્રાંતિ પૂજા
કર્ક સંક્રાંતિ પર સૂર્યોદયના સમયે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ સ્વસ્થ રહેવાની ઇચ્છાથી સૂર્યદેવને અર્ઘ્ય આપવું જોઈએ. તેની સાથે ભગવાન શિવ અને વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. વિષ્ણુ સહસ્રનામનો જાપ કરવામાં આવે છે. પૂજા બાદ શ્રદ્ધાનુસાર દાનનો સંકલ્પ લેવામાં આવે છે. ત્યારબાદ જરૂરિયાતમંદ લોકોને પાણી, ખોરાક, કપડાં અને અન્ય વસ્તુઓ દાનમાં આપવામાં આવે છે. તેની સાથે ઘાયને ઘાસ ખવડાવવાનું પણ મહત્ત્વ છે.

અષાઢી સંક્રાંતિમાં વિષ્ણુ પૂજાનું મહત્ત્વ
અષાઢ મહિનામાં સૂર્ય સંક્રાંતિ થવાથી આ દિવસે ભગવાન વિષ્ણુની ખાસ પૂજા કરવાથી પુણ્ય વધે છે. આ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતી વખતે ભગવાન શાલીગ્રામ અથવા વિષ્ણુજીને અભિષેક કરવો જોઈએ. ત્યારબાદ તુલસી, ફળ અને અન્ય સામગ્રી સહિત ભગવાનની પૂજા કરવી જોઈએ. આ દિવસે બ્રાહ્મણ ભોજન અથવા જરૂરિયાતમંદ લોકોને ખાવાનું ખવડાવવાથી જાણતા અજાણતાં થયેલા ઘણા પ્રકારના પાપ દૂર થઈ જાય છે.

દક્ષિણાયનના 4 મહિનામાં શુભ કામ નથી કરવામાં આવતા
હિન્દુ કેલેન્ડરના શ્રાવણ, ભાદ્રપદ, અશ્વિન, કાર્તિક, માર્ગશીર્ષ અને પોષ આ 6 મહિના દક્ષિણાયનમાં આવે છે. તેમાંથી શરૂઆતના 4 મહિનામાં કોઈપણ પ્રકારના શુભ અને નવા કામ ન કરવા જોઈએ. આ દરમિયાન દેશ શયનના કારણે દાન, પૂજા અને પુણ્ય કર્મ જ કરવું જોઈએ. આ સમયે ભગવાન વિષ્ણુની પૂજાનું ખાસ મહત્ત્વ હોય છે અને પૂજા દેવઉઠી એકાદશી સુધી રહે છે કેમ કે વિષ્ણુ દેવ આ 4 મહિના માટે ક્ષીર સાગરમાં યોગ નિદ્રામાં શયન કરે છે. તે સિવાય ઉત્તર ભારતમાં અશ્વિન કૃષ્ણપક્ષમાં પિતૃ પૂજા કરવાનું મહત્ત્વ હોય છે.