ટેરો રાશિફળ:ટેરો કાર્ડ ACE OF WANDS પ્રમાણે, વર્ષનાં પ્રથમ દિવસે ધન જાતકોનાં અટકેલા કામમાં પ્રગતિ જોવા મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શુક્રવાર, 1 જાન્યુઆરીના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- SIX OF CUPS

દિવસની શરુઆત પોઝિટિવ વાતોથી કરો. આજે કામ પર નહિ પણ પોતાની ખુશી પર વધારે ધ્યાન આપવું. ઘણા દિવસથી ચાલતી દોડાદોડીમાંથી બ્રેક લેતા સ્ફૂર્તિ અનુભવાશે. દરેક વસ્તુ વિશે જાણવાની જિદ પકડી રાખવાથી તકલીફ થઈ શકે છે.

કરિયરઃ- કરિયર સંબંધિત વાતોમાં કઈક નવું કરવાનો ઉત્સાહ જાગશે.

લવઃ- પાર્ટનર સાથે પસાર કરેલા સમયથી આનંદ મળશે.

સ્વાસ્થ્યઃ- ભોજનમાં ફેરફાર કરવાની જરૂર પડશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1

--------------------------------
વૃષભઃ- ACE OF SWORDS

નવું કામ શરુ કરવા માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમારો મોટાભાગનો સમય કરિયરના કામમાં જ પસાર થશે. રાજકારણ સાથે જોડાયેલા લોકોએ સમજી વિચારીને શબ્દોનો ઉપયોગ કરવો.

કરિયરઃ- કામની જગ્યાએ તમારી મહેનત અને લગનનાં વખાણ થઈ શકે છે.

લવઃ- નવા પાર્ટનરના આવવાથી જીવનમાં ખુશીઓ આવશે.

સ્વાસ્થ્યઃ- હેલ્થની તકલીફ ઓછી થવા લાગશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 5

--------------------------------

મિથુનઃ- THE TOWER

પરિસ્થિતિ વિશે કોઈ નવી વાતો ખબર પડશે પણ તેનો રસ્તો મળી જશે. મનમાં સ્ટ્રેસ અને ડરનો સામનો કરવાની શક્તિ મળશે.

કરિયરઃ- કરિયરની વાતોમાં મન કઈક અલગ કહેતું હોય પણ તેનાથી પોઝિટિવ ફેરફાર દેખાશે.

લવઃ- પાર્ટનર પર વધી રહેલા ગુસ્સાને ઓછો કરવાના પ્રયત્નો કરવા.

સ્વાસ્થ્યઃ- કમરની તકલીફ વધે તો એક્યુપ્રેશરની મદદ કેવી.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

--------------

કર્કઃ- FOUR OF PENTACLES
તમારી ઇચ્છાશક્તિમાં વધારો થવાને કારણે,પોતાને વધુ સારા બનાવવાના પ્રયત્નો સખત મહેનત અને સમર્પણ સાથે કરવામાં આવશે. પૈસા સંબંધિત વાતો ધ્યાન પૂર્વક કરવી પડશે. આજે આવક અને ખર્ચ બંને વધશે. આર્થિક પરિસ્થિતિ તમારી સુધરશે.

કરિયરઃ- કરિયર સંબંધિત બાબતોમાં ફેરફાર લાવવા માટે યોજના બનાવીને તેના પર ટક્યા રહેવાનો પ્રયાસ કરો

લવઃ- યુવાનોને પાર્ટનરની શોધ કરવા માટે પ્રયાસ કરવાની જરૂર પડશે.

સ્વાસ્થ્યઃ- લોહી સંબંધિત તકલીફ ઓછી થવા લાગશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંગઃ- 3

--------------

સિંહઃ- EIGHT OF WANDS
દિવસની શરૂઆતથી જ કામ સરળતાથી થશે. પરિવાર સંબંધિત વાતોની તરફ વધારે ધ્યાન રહેશે. જૂના કોર્ટ કચેરીના કેસનો અંત કરવાનો પ્રયાસ તમારા દ્વારા કરવામાં આવી શકે છે જેને સફળતા પણ મળશે. પ્રોપર્ટી સંબંધિત દસ્તાવેજ સંભાળીને રાખવા.

કરિયરઃ- કામમાં મન લાગતું હોવાને કારણે કામ સંબંધિત તણાવ ઓછો થશે.

લવઃ- પાર્ટનર્સમાં સ્નેહ પ્રેમ રહેશે.

સ્વાસ્થ્યઃ- જીવનશૈલીમાં કરવામાં આવેલા ફેરફાર તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 7

--------------

કન્યાઃ- TEN OF WANDS
તમારા પોતાના પ્રત્યે અપેક્ષાઓ વધી રહી છે જેના કારણે તમારા પર તણાવ પણ વધી શકે છે. પોતાને પોતાની દૃષ્ટિમાં યોગ્ય બનાવું તમારે માટે મહત્ત્વપૂર્ણ રહેશે. બીજાને તમારે વિશે જે
અભિપ્રાય છે તેને વધારે મહત્ત્વ ન આપો. જે વાતના કારણે મન પર વધારે તણાવ રહે છે તે વાતને છોડવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- કરિયર સંબંધિત વધતા તણાવને ઓછો કરવા માટે પોતાની અપેક્ષાને વાસ્તવિક રાખો.

લવઃ- પાર્ટનર સંબંધિત દરેક વાતની જવાબદારી પોતાના પર લેવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- ત્વચા અને વાળ સંબંધિત તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ લીલો

શુભ અંકઃ- 2

--------------

તુલા:THREE OF CUPS

આજે કામ સમય પહેલાં પૂરું થવાને કારણે પોતાના માટે સમય મળશે. મિત્રોની સાથે વિતાવેલો સમય તમને આનંદ આપશે. ઘણાં દિવસો બાદ નિકટના સંબંધીઓની સાથે સમય પસાર કરવાની તક મળશે. પરિવારમાં એકબીજાની સાથે સારા સંબંધો રહેશે.

કરિયરઃ કોઈ મોટો ટાર્ગેટ પૂરો કરવાનો આનંદ મળશે.

લવઃ પાર્ટનરની સાથે બનાવેલી યોજનામાં ફેરફાર થઈ શકે છે. પરિસ્થિતિ જે છે, તેનો સ્વીકાર કરીને આનંદ લેવાનો પ્રયાસ કરવો.

સ્વાસ્થ્યઃ એસિડિટી થઈ શકે છે.

શુભ રંગઃ પીળો

શુભ અંકઃ 1

--------------

વૃશ્ચિક: THE LOVERS
આજે આખો દિવસ તમારી આસપાસ પોઝિટિવ ઉર્જા રહેશે. પરિવારનો પૂરો સાથ મળવાને કારણે વેપાર સંબંધિત કોઈ મોટો તથા મહત્ત્વપૂર્ણ નિર્ણય તમે લેશો. કોઈ નવા સંબંધની શરૂઆત તમારા તથા પરિવાર માટે લાભદાયી રહેશે.

કરિયરઃ પાર્ટનરનો પૂરો સહયોગ મળવાથી કરિયર અંગે મોટો નિર્ણય લેશો.

લવઃ પાર્ટનર એકબીજાને સારી રીતે સમજી શકશો.

સ્વાસ્થ્યઃ શરીરમાં પાણીની ઊણપને કારણે યુરિનને લગતી સમસ્યા થઈ શકે છે.

શુભ રંગઃ પર્પલ

શુભ અંકઃ 6

--------------

ધન: ACE OF WANDS
અટકેલા કામોને યોગ્ય દિશા મળશે. જે વાતો લાંબા સમયથી અટકી પડી હતી, તેમાં આજે પ્રગતિ જોવા મળશે. તમારું લક્ષ્ય ક્લિયર થવાને કારણે તમારે આગળ શું પગલું ભરવું તે તમે જાણી શકશો.

કરિયરઃ એકાગ્રતા વધારવાની જરૂર છે.

લવઃ રિલેશનશિપને કારણે તમે બીજી વાતો પર ધ્યાન આપી શકતા નથી. આવું ના થાય તે ધ્યાનમાં લેવું.

સ્વાસ્થ્યઃ પોઝિટિવિટીને કારણે તબિયતમાં સુધારો જોવા મળશે

શુભ રંગઃ લાલ

શુભ અંકઃ 9

--------------

મકર:- THREE OF WANDS

વિદેશમાં રહેતા લોકો માટે આજનો દિવસ વિશેષ લાભકારક રહેશે. આર્થિક આવક વધવાથી પ્રોપર્ટી સંબંધિત કોઈ નિર્ણય તમારા દ્વારા લઇ શકાય છે. જો તમે યાત્રા સંબંધિત યોજના બનાવી રહ્યા છો તો તેના પર અત્યારે અમલ ન કરો.

કરિયરઃ- વિદેશ સંબંધિત વ્યાપારમાં બધું ફાયદો દેખાશે.

લવઃ- જો તમે ઘરથી દૂર રહો છો તો તમને મળવા પાર્ટનર પ્રયત્ન કરશે.

સ્વાસ્થ્યઃ- પગ અને પીઠ સંબંધી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

----------------
કુંભ:- KNIGHT OF SWORDS

દરેક વાતમાં પ્રગતિ મેળવવા માટે તમારા દ્વારા વધુ પ્રયાસ કરવામાં આવશે પણ પ્રયાસ સાથે તમારે ધીરજ રાખવી પણ ખૂબ જરૂરી છે. ઉતાવળમાં થયેલી વાતો તમને ભૂલ કરાવી શકે છે જેનું પરિણામ ભવિષ્યમાં નુકસાન અપાવશે.

કરિયરઃ- જવાબદારી જાતે પૂરી કરી શકશો જેને કારણે કામ પ્રત્યે આત્મવિશ્વાસ વધશે.

લવઃ- પાર્ટનર સાથે વાત કરવા સમયે તેની લાગણીને હર્ટ ન કરો.

સ્વાસ્થ્યઃ- વાત સંબંધી તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 8
--------------

મીન:- EIGHT OF CUPS

જૂની વાતો અને જૂના સંબંધોને જીવનથી દૂર કરવા આજે તમારા માટે સંભવ થઈ શકશે. જે વાતોને કારણે તમને વધારે તકલીફ થઇ રહી હતી તેના દ્વારા તમને કંઈક પાઠ મળશે અને તેને ક્યારેય ન ભૂલતા. આજે તમારું વધુ ધ્યાન તમારા કામ અને કરિયર પર રહેશે.

કરિયરઃ- કરિયર સંબંધિત થયેલી ભૂલોની જવાબદારી લેતા તમારે શીખવું પડશે.

લવઃ- પાર્ટનર અને તમે એકબીજા સાથે નારાજ રહેવાને કારણે વાતચીત ઓછી થઇ શકે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓ સંબંધી તણાવ અનુભવાશે, જેને યોગ અને સ્ટ્રેચિંગ દ્વારા દૂર કરી શકાય છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

અન્ય સમાચારો પણ છે...