તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
1 એપ્રિલ, ગુરુવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.
મેષઃ- SIX OF CUPS
ઘણા દિવસથી અટકાયેલા કામમાં પ્રગતી દેખાશે. યોગ્ય વ્યક્તિ સાથે મુલાકાત થતા કામમાં મદદ મળશે. તમારે ધીરજ અને આત્મવિશ્વાસ વધારવાની જરૂર છે. હાલની સ્થિતિમાં બધા પ્રકારના પરિણામ મળશે. નાની વાતોને લીધે તરત જ હાર ના માનવી.
કરિયરઃ- કામમાં જવાબદારી વધી જતા પર્સનલ લાઈફમાં સમય નહિ આપી શકો.
લવઃ- પાર્ટનરનો સાથ મળશે.
સ્વાસ્થ્યઃ- હેલ્થ સારી રહેશે પણ વધારે મસાલાવાળું અને તેલવાળું ભોજન ના કરવું.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ-5
--------------------------------
વૃષભઃ- THE MOON
જે કામમાં પ્રગતિ નહિ થાય તેને લીધે તમે ઉદાસ રહેશો. હાલના સમયે જેટલા કામ પર તમારો કંટ્રોલ છે તેના પર ધ્યાન આપો. મિત્રો તમને ખોટું માર્ગદર્શન આપી શકે છે. કોઈની પણ વાત પર તરત વિશ્વાસ ના મૂકવો.
કરિયરઃ- કામની જગ્યાએ ખોટા લોકોના સંગતથી નુકસાન થશે.
લવઃ- પાર્ટનરની ચિંતા વધશે.
સ્વાસ્થ્યઃ- મનમાં આવતા નેગેટિવ વિચારોની અસર તમારા શરીર પર થશે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 8
--------------------------------
મિથુનઃ- DEATH
અમુક જૂની વસ્તુ છૂટવાને લીધે દુઃખ થશે પણ એ પછી કોઈ નવી શરુઆત પણ થઇ શકે છે. જીવનમાં આવતા ફેરફારને પોઝિટિવ રીતે જુઓ. યોગ્ય તક જોઇને તેમાં ફાયદો પણ શોધો.
કરિયરઃ- કામમાં તમને જોઈએ છે તેવો ફેરફાર ના થતા ઉદાસ રહેશો. નોકરી કરનારાને વધારે પ્રયત્નો કરવા પડશે.
લવઃ- પરિવારમાં ચાલતા ઝઘડાની અસર તમારી પર્સનલ લાઈફ પર થશે.
સ્વાસ્થ્યઃ- પેટની સમસ્યા વધતા તકલીફ વધી જશે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 3
--------------------------------
કર્કઃ- THREE OF PENTACLES
આર્થિક સ્થિતિ સુધારવા પ્રયત્નો ચાલુ રાખો. નવા લોકો સાથે કોન્ટેક્ટ થતા તમારો આત્મવિશ્વાસ વધશે. જીવનમાં પ્રગતિ થશે. રૂપિયા સમજી વિચારીને વાપરવા.
કરિયરઃ- આજે તમે સારી રીતે કામ કરી શકશો.
લવઃ- કામની જગ્યાએ મળેલી કોઈ વ્યક્તિ સાથેની મુલાકાત રિલેશનશિપમાં ફેરવાય શકે છે.
સ્વાસ્થ્યઃ-તબિયત સારી રહેશે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 2
--------------------------------
સિંહઃ- PAGE OF WANDS
તમે જીવનને જેટલી નેગેટિવ રીતે જુઓ છો હકીકત તે નથી. આથી વધારે પડતા નકામા વિચાર કરીને પોતાને તકલીફ ના આપો. તમારા આજુબાજુના લોકો તમારા માટે શું વિચારે છે તે જાણવું જરૂરી છે.
કરિયરઃ- કામ વિશે વાત કરતી વખતે તરત કોઈના પર વિશ્વાસ ના મૂકો.
લવ:પાર્ટનરના પોઝિટિવ ગુણો જાણીને તમે એ રીતે પોતાનામાં ચેન્જ લાવવા પ્રયત્ન કરશો.
સ્વાસ્થ્યઃ- દાંતની તકલીફ થશે.
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 1
--------------------------------
કન્યાઃ- SEVEN OF CUPS
નવા કામને લીધે શરુઆતમાં તમને ડર લાગશે પણ આગળ જતા તમારો આત્મવિશ્વાસ વધશે. રૂપિયાનું રોકાણ કરવાથી તરત ફાયદો નહિ થાય પણ ભવિષ્યમાં લાભ મળી શકે છે.
કરિયરઃ- વરિષ્ઠ લોકો સાથે ઝઘડો થશે.
લવઃ- લવ લાઈફ સારી બનાવવા માટે કોમ્યુનિકેશન કરવું પડશે.
સ્વાસ્થ્યઃ- માંસપેશીઓમાં ખેંચતાણ થઇ શકે છે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 5
--------------------------------
તુલાઃ- SIX OF PENTACLES
તમને યોગ્ય તક મળી રહી છે પણ તમે નિર્ણય લેતી વખતે ભૂલ કરો છો, ધીરજથી કામ લેવું. વેપાર સાથે જોડાયેલાને આર્થિક મદદ થશે. રૂપિયાનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવો.
કરિયરઃ-વધુ પડતા વિચારોને લીધે કામની ચિંતા થશે.
લવઃ- પાર્ટનર સાથે તાલમેલ રહેશે.
સ્વાસ્થ્યઃ- પગની તકલીફ થશે.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 1
--------------------------------
વૃશ્ચિકઃ- KNIGHT OF CUPS
જેટલું કામમાં વધારે ધ્યાન આપશો તેટલી પ્રગતિ પણ વધારે થશે. આ રીતે કામ કરવાથી ટાર્ગેટ પણ પૂરા થઇ જશે. પરિવારની જવાબદારીઓ વહેચવી પડશે.
કરિયરઃ- વિદેશ સંબંધિત વેપારમાં ફાયદો થશે.
લવઃ- સંબંધોમાં આવતી તકલીફોની અવગણના ના કરો.
સ્વાસ્થ્યઃ- ઘૂંટણ અને પગના દુખાવાને લીધે ઊંઘ નહિ આવે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 4
--------------------------------
ધનઃ- FIVE OF CUPS
સ્વભાવમાં આવતા ફેરફારને લીધે બીજા લોકો તમને ઓળખી નહિ શકે. મન ખોલીને વાતો કહો. બીજા પાસે વધારે અપેક્ષા ના રાખવી, તેનાથી નુકસાન તમારું જ થશે.
કરિયરઃ- આજુબાજુ ભલે ગમે તેવી સ્થિતિ હોય તમે કામ પર જ ધ્યાન આપો.
લવઃ- પાર્ટનરને લીધે ઉદાસ રહેશો.
સ્વાસ્થ્યઃ- દાંત અને કાનની તકલીફ થઇ થશે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 6
--------------------------------
મકરઃ- THE WORLD
તમે નક્કી કરેલા કામ આજે પૂરા થવાથી ખુશ રહેશો. મિત્રો સાથે મળવાનું થશે. કામને લીધે પર્સનલ લાઈફ પર ધ્યાન નહિ આપી શકો. તમને ગમતી વસ્તુઓ માટે સમય કાઢવાનો પ્રયત્ન કરો.
કરિયરઃ- નોકરીમાં પ્રમોશન મળી શકે છે.
લવઃ- લગ્ન સંબંધિત કામમાં ફાયદો થશે.
સ્વાસ્થ્યઃ- મોટી શારીરિક બીમારીનું સોલ્યુશન મળતા તમને નિરાંત થશે.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 9
--------------------------------
કુંભઃ- FIVE OF SWORDS
આજે તમારે સ્થિતિ પર કંટ્રોલ રાખવો પડશે. લોકો તમારા પર દબાણ કરવા પ્રયત્ન કરશે. તમે તમારા નિર્ણય પર જ મક્કમ રહો.
કરિયરઃ- કામની જગ્યાએ ચાલતા પોલિટિક્સથી તકલીફ થશે.
લવઃ- પાર્ટનર સાથે કઠોર વ્યવહારથી તમને જ દુઃખ થશે.
સ્વાસ્થ્યઃ- પાઈલ્સની તકલીફ થશે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 7
--------------------------------
મીનઃ- STRENGTH
આજે તમે પોતાને વધુ સારી રીતે ઓળખી શકશો. નજીકના વ્યક્તિઓએ આપેલી સલાહથી તમારા જીવનમાં ફેરફાર થશે. જીવનની તકલીફોનું સોલ્યુશન મળશે. મનોબળ મક્કમ બનાવો.
કરિયરઃ- કામમાં તકલીફ થશે પણ તમને તેનું નિરાકરણ પણ મળી જશે.
લવઃ- પાર્ટનરના ગુસ્સાની અસર તમારા માનસિક સ્વાસ્થ્ય પર પડશે.
સ્વાસ્થ્યઃ- શરીરમાં ઇન્ફેક્શનની તકલીફ થશે
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 3
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.