તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુધવારનું રાશિફળ:બુધવારે મેષ રાશિના લોકો માટે પરિસ્થિતિ અનુકૂળ રહેશે, જાતકોએ ધૈર્ય અને સંયમ જાળવી રાખવું

6 દિવસ પહેલા
  • મેષ રાશિના જાતકોની આવકમાં વધારો થશે, નોકરિયાત વર્ગને સારા સમાચાર મળી શકે છે
  • કન્યા, વૃશ્ચિક, મકર રાશિના કામકાજમાં અડચણો આવશે

9 જૂન, બુધવારનો દિવસ 3 રાશિ માટે શુભ તો 3 માટે અશુભ તથા અન્ય 6 રાશિ માટે મધ્યમ રહેશે. મેષ રાશિના જાતકોની આવકમાં વધારો થશે અને નોકરિયાત વર્ગને સારા સમાચાર મળી શકે છે. સિંહ રાશિને બિઝનેસની મુશ્કેલીઓમાંથી રાહત મળશે. સાથે જ કુંભ રાશિના જાતકોના કામકાજના વખાણ કરવામાં આવશે. આ રાશિના નોકરિયાત જાતકોનો દિવસ સારો રહેશે. કન્યા રાશિના જાતકોએ કોઈ નિર્ણય લેવો નહીં. તણાવમાં વધારો થશે. વૃશ્ચિક રાશિને મહેનત પ્રમાણે ફળ મળશે નહીં. મકર રાશિના જાતકોને ઉતાવળીયા નિર્ણયને કારણે નુકસાન થઈ શકે છે. તો વૃષભ, મિથુન, કર્ક, તુલા, ધન તથા મીન રાશિના જાતકો માટે દિવસ મધ્યમ રહેશે.

9 જૂન, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- પરિસ્થિતિ અનુકૂળ છે. અધ્યાત્મ તથા અભ્યાસને લગતા કાર્યોમાં સારો સમય પસાર થશે અને માનસિક સુકૂન પણ અનુભવ કરશો. રાજનૈતિક તથા સામાજિક કાર્યોમાં પણ તમારું યોગદાન રહેશે. તમારું વર્ચસ્વ વધારવા માટે આ સમય ઉત્તમ છે.

નેગેટિવઃ- ખોટી પ્રવૃત્તિના લોકોથી દૂર રહો, અર્થ વિના ખોટી બદનાની કે ખોટું બોલવાનો આરોપ લાગી શકે છે. ગુસ્સાની જગ્યાએ ધૈર્ય અને સંયમ જાળવી રાખવો યોગ્ય છે. વિદ્યાર્થી અભ્યાસ સિવાય અન્ય જાણકારીઓ પણ પ્રાપ્ત કરે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ફોન અને સંપર્કોના માધ્યમથી મોટાભાગના કામ પૂર્ણ થઈ જશે.

લવઃ- લગ્નજીવનમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- પરિવારમાં કોઇ મહત્ત્વપૂર્ણ વિષય ઉપર વાર્તાલાપમા તમારી સલાહને વધારે મહત્ત્વ આપવામાં આવશે. તમારો પોઝિટિવ વ્યવહાર તમને દરેક પરિસ્થિતિમાં સુખી રાખવાની રીત જણાવશે. મહિલાઓ માટે આજનો દિવસ ખાસ કરીને ઉત્તમ પરિણામ આપનાર રહેશે.

નેગેટિવઃ- ક્યારેક તમારી ક્ષમતાથી વધારે કામ કરવું તમારા સ્વાસ્થ્ય ઉપર અસર કરી શકે છે. જૂની નકારાત્મક વાતોને ઇગ્નોર કરવી જ યોગ્ય છે. તમારી આસપાસ ચાલી રહેલી ગતિવિધિઓ ઉપર પણ નજર રાખો.

વ્યવસાયઃ- આર્થિક મામલે મનન અને ચિંતનની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમા મધુરતા રહેશે

સ્વાસ્થ્યઃ- થાક હાવી થઈ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે નવી-નવી જાણકારીઓ અને સમાચાર જાણવામાં સમય પસાર થશે. તમારા રસપૂર્ણ રચનાત્મક કાર્યોમાં પણ સમય પસાર થશે. કોઈપણ વિઘ્ન આવે ત્યારે તમે તમારું કામ કઢાવવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- કોઇની પણ સલાહ માનતા પહેલાં તેના બધા સ્તર અંગે ચર્ચા-વિચારણાં કરો. પોતાના ઉપર વિશ્વાસ રાખશો તો સફળતા મળી શકશે. આ સમય કોઇ નજીકના મિત્ર સાથે સંબંધ ખરાબ થવાની સ્થિતિ પણ બની શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં નવા પ્રસ્તાવ મળી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુકૂનભર્યું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણનો દુખાવો થઈ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- પોતાના કર્મ ઉપર વિશ્વાસ રાખવો તથા મન લગાવીને કામ કરવું તમને સફળતા આપશે. બાળકોની વિદેશ જવાને લગતી કાર્યવાહી શરૂ થવાથી થોડી રાહત મળી શકે છે. ઘણાં સમય પછી કોઇ નજીકના સંબંધી સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહી શકે છે.

નેગેટિવઃ- કોઈ વ્યક્તિગત વાતને લઇને કોઇ સંબંધી સાથે કોઈ તણાવ રહી શકે છે. તમારા સ્વભાવ પ્રત્યે આત્મચિંતન કરો. કોઇપણ વિપરીત પરિસ્થિતિને ધૈર્ય અને સંયમથી સંભાળવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- સમય અનુકૂળ થઈ રહ્યો છે.

લવઃ- પતિ-પત્નીમાં કોઈ સમસ્યાને લઇને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- અચાનક જ કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. કોઇ વિપરીત પરિસ્થિતિનું સમાધાન પણ મળી શકે છે. કોઈપણ નિર્ણય ભાવનાઓમાં આવીને લેશો નહીં. પ્રેક્ટિકલ રીતે વ્યવહાર કરવાથી કામ બનતા જશે.

નેગેટિવઃ- પ્રતિસ્પર્ધાના મામલે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. અન્ય લોકોને સલાહ આપવાની જગ્યાએ પોતાના સ્વભાવમાં ફેરફાર કરવો જરૂરી છે. મનમાં નકારાત્મક વિચારોને આવવા દેશો નહીં.

વ્યવસાયઃ- વેપારમાં થોડો સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓથી આજે રાહત મળી શકે છે.

લવઃ- પ્રેમ સંબંધોમા મર્યાદિત અને આનંદિત સ્થિતિ રહેશે.

સ્વાસ્થ્યઃ- થાકના કારણે માંસપેશીઓમાં દુખાવાની સ્થિતિ રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- વધારે કામના કારણે ઘરમા સમય આપી શકશો નહીં, પરંતુ તમારા મોટાભાગના મહત્ત્વપૂર્ણ કામ સમયે પૂર્ણ કરી લેશો. આ સમય વીમા કે રોકાણને લગતો કોઈ પ્લાન કરી રહ્યા છો, તો તે તમારા માટે શુભફળદાયી રહેશે.

નેગેટિવઃ- ખોટી ગતિવિધિઓમાં ખર્ચ વધારે રહેશે. ઉધાર લેવાની સ્થિતિ આવે નહીં તેનું ધ્યાન રાખો. ભાવના પ્રધાન રહેવાની જગ્યાએ નાની નકારાત્મક વાત પણ તમને નિરાશ કરી શકે છે.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમા કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- ગુસ્સા અને ઉતાવળ જેવા સ્વભાવ ઉપર કંટ્રોલ કરો.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- રોજિંદા દિનચર્યાથી આજે થોડો સમય સુકૂન અને મોજમસ્તી માટે પણ કાઢો. સામાજિક સ્તરે પણ તમને નવી ઓળખ પ્રાપ્ત થઈ શકે છે. બાળકો તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ- તમારી સફળતાનો વધારે દેખાડો ન કરો. થોડા લોકો તમને ભાવનાત્મક રૂપથી નબળા કરવા માટે અફવાહ ફેલાવી શકે છે. આવા લોકો સામે સાવધાન રહેવું જરૂરી છે. શાંતિથી દિવસ પસાર કરો.

વ્યવસાયઃ- દિવસની શરૂઆતમાં થોડી ભાગદોડની સ્થિતિ રહી શકે છે.

લવઃ- થોડો સમય જીવનસાથી તથા પરિવારના લોકો સાથે પણ પસાર કરો.

સ્વાસ્થ્યઃ- તમારી વ્યવસ્થિત દિનચર્યા અને ખાનપાનની યોગ્ય રીત તમને સ્વસ્થ અને એક્ટિવ રાખશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઈ સંબંધીની જરૂરિયાતના સમયે તેમનો સહયોગ કરવો તમને હાર્દિક સુખ આપશે. તમારા વિનમ્ર સ્વભાવના ઘર તથા સમાજમા વખાણ થશે. થોડી અજ્ઞાત વિદ્યાઓ પ્રત્યે પણ તમારો રસ જાગૃત થઈ શકે છે.

નેગેટિવઃ- કલ્પનાઓમા ન રહીને હકીકતનો સામનો કરો. પારિવારિક મામલે પણ વધારે દખલ કરવું યોગ્ય નથી. અન્ય પાસેથી આશા રાખવાની તમારા કામ જાતે જ પૂર્ણ થઈ શકે છે.

વ્યવસાયઃ- મહેનત વિરૂદ્ધ લાભ ઓછો જ મળી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોની વચ્ચે ભાવનાત્મક મજબૂતી આવશે

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણના કારણે સ્વાસ્થ્યને લગતી કોઈપણ બેદરકારી ન કરો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારી દિનચર્યાના કાર્યોથી અલગ થોડો સમય આત્મ અવલોકન માટે પણ પસાર કરો. તમારી કોઇ ગુંચવાયેલી સમસ્યાનો ઉત્તર મળશે. દૂરના સંબંધીઓ અને મિત્રો સાથે પણ સંબંધ બની શકે છે.

નેગેટિવઃ- અન્યના કાર્યોમાં દખલ ન કરો અને તેમને ખોટી સલાહ પણ આપશો નહીં. તમારા અહંકારના કારણે ભાઈઓ સાથે થોડો વિવાદ થઈ શકે છે. તમારા વ્યવહારમાં પણ લચીલાપણુ લાવવું જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે દરેક કાર્યને ગંભીરતા પૂર્વક કરવાની કોશિશ કરો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઈગોને લગતી તકલીફ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- બહારના ખાનપાનની વસ્તુઓથી દૂર રહો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ખર્ચ વધારે રહેશે. સાથે જ આવકના સાધન પણ વધશે. બાળકોનું અભ્યાસ તરફ ધ્યાન રહેવાથી મનને શાંતિ મળશે. કોઇ ફસાયેલાં રૂપિયા પાછા મેળવવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- પર્સનલ લાઇફને લગતું કોઈપણ પ્રકારનું રિસ્ક ન લેવું. મનને ભટકવા દેશો નહીં. તમારા કાર્યો ઉપર જ ધ્યાન આપો. આ સમયે ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્ય પ્રત્યે પણ ચિંતા રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા ઉપર વધારે કામનો ભાર રહી શકે છે

લવઃ- પારિવારિક વાતાવરણ સુકૂન ભર્યું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગળું ખરાબ થવું તથા તાવ આવવો જેવી ફીલિંગ રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ઘરમા કોઈ માંગલિક કાર્યને લગતી યોજના બનશે તથા સુખનું વાતાવરણ રહેશે. કોઇ વ્યક્તિગત કામ પણ સફળતા પૂર્વક પૂર્ણ થઈ શકે છે. જેના દ્વારા તમારો ખોવાયેલો આત્મવિશ્વાસ ફરી અનુભવ થશે.

નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન રાખો, કોઇના ઉપર જલ્દી વિશ્વાસ કરીને અને ભાવુકતાના કારણે તમને દગો મળી શકે છે. પરિસ્થિતિઓ ઉપર નજર રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમા તમારી જવાબદારીને તમે યોગ્ય રીતે નિભાવી શકશો.

લવઃ- લગ્નસંબંધોમા મધુરતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કામ વધારે હોવા છતાં તમે ઘર-પરિવારના સુખ માટે સમય કાઢી શકશો. ઘણાં સમય પછી ઘરમાં કોઇ સંબંધીના આવવાથી સુખનું વાતાવરણ રહેશે. કોઈ પારિવારિક મામલાનો પણ ઉકેલ મળી શકે છે.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે મેલજોલ રાખવાથી તમારા સ્વભાવમાં પણ પરિવર્તન આવી શકે છે. મામા પક્ષ સાથે સંબંધો ખરાબ થઈ શકે છે. એટલે સાવધાન રહો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સહયોગીઓ તથા કર્મચારીઓ સાથે યોગ્ય વ્યવહાર રાખો.

લવઃ- પારિવારિક મામલે વધારે દખલ ન કરો.

સ્વાસ્થ્યઃ- પેટ ખરાબ રહેવાના કારણે થોડું અસ્વસ્થ અનુભવ કરશો.