તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોમવારનું રાશિફળ:સપ્તાહનો પહેલો દિવસ વૃષભ જાતકો માટે સંતોષજનક રહેશે, વડીલોનો આશીર્વાદ કે સહયોગ મળી શકશે

8 દિવસ પહેલા

22 ફેબ્રુઆરી, સોમવારના રોજ એક શુભ તથા એક અશુભ યોગ બની રહ્યો છે. ચંદ્ર મિથુન રાશિમાં રહેશે અને તેથી જ મેષ તથા કુંભ રાશિને લાભ થવાની પૂરી શક્યતા છે. સવારે 8.40 સુધી મૃગશિરા નક્ષત્ર રહેશે. ત્યાં સુધી સૌમ્ય નામનો શુભ યોગ રહેશે. પછી આદ્રા નક્ષત્ર શરૂ થશે. આ કારણે કાલદંડ નામનો અશુભ યોગ બની રહ્યો છે. સોમવારે શિવલિંગ પર તાંબાના કળશથી પાણી ચઢાવવું. ચાંદીના કળશથી દૂધ ચઢાવો. આ ઉપરાંત 'ૐ નમઃ શિવાય'નો મંત્રજાપ કરવો.

22 ફેબ્રુઆરી, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમે રોજિંદા ગતિવિધિઓને એક નવું સ્વરૂપ આપવાની કોશિશ કરશો અને તેમાં સફળ પણ થશો. કોઇ ધાર્મિક આયોજનને લગતા કાર્યોમાં પણ વ્યસ્ત રહી શકો છો. આ સમયે આર્થિક સ્થિતિ પણ સારી જળવાયેલી રહેશે. દિવસ સુખમય રહેશે.

નેગેટિવઃ- બિનજરૂરી ખર્ચ થવાના કારણે બજેટ ખરાબ થઇ શકે છે. આ સમયે કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુ ખોવાઇ જવાની કે રાખીને ભૂલી જવાની સ્થિતિ બની રહી છે. સાસરિયા પક્ષ સાથે કોઇ પ્રકારે મતભેદ થઇ શકે છે.

વ્યવસાયઃ- કામકાજ વધારે રહેશે.

લવઃ- તમારી પરેશાનીઓનો ઉકેલ શોધવામાં જીવનસાથી તથા પરિવારના લોકોનો ભરપૂર સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે મસાલેદાર ભોજન ટાળો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે દિવસની શરૂઆત ખૂબ જ સંતોષજનક રહેશે. થોડા જૂના ખરાબ સંબંધોમાં સુધાર આવશે. અનુભવી વ્યક્તિ તથા વડીલોનો આશીર્વાદ કે સહયોગ પણ તમને પ્રાપ્ત થશે. ફોન દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે.

નેગેટિવઃ- અચાનક જ મહેમાનો ઘરે આવવાથી ખર્ચની સ્થિતિ રહેશે. તમારી ભાવુકતાનો લોકો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. ક્યારેક તમારો અતિ આત્મવિશ્વાસ અને અહંકાર તમારા બનતાં કાર્યોમાં મુશ્કેલીઓ લાવી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેવાથી તણાવ રહેશે.

લવઃ- લગ્નસંબંધોમાં ગેરસમજના કારણે થોડો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે કોઇ સુખદ ઘટના બનવાથી મન પ્રસન્ન રહેશે. કોઇ જમીનને લગતું અટવાયેલું કામ પણ ઉકેલાઇ શકે છે. ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવાની કોશિશ સફળ રહેશે. વિદ્યાર્થીઓને કોઇ પ્રતિયોગિતામાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારા કાર્યોમાં વિઘ્ન ઊભું કરી શકે છે. કોઇપણ પ્રકારની યાત્રાને આજે ટાળો તો સારું રહેશે. તેનાથી તમને કોઇ લાભ પ્રાપ્ત થવાનો નથી.

વ્યવસાયઃ- પ્રોપર્ટીને લગતા વ્યવસાયમાં સાવધાની રાખવી.

લવઃ- પતિ-પત્નીના એકબીજા સાથે સંબંધ સારા રહેશે.

સ્વાસ્થ્યઃ- સમય પ્રમાણે તમારી દિનચર્યાને જાળવી રાખો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- કોઇ ઉત્તમ વિચારધારાના વ્યક્તિ સાથે આજે મળવું તમને નવી ઊર્જા આપશે. સ્પોર્ટ્સ સાથે જોડાયેલાં વિદ્યાર્થીઓ માટે લાભદાયક શુભ અવસર બની રહ્યો છે. ઘરમાં કોઇ ધાર્મિક કાર્યક્રમના આયોજનને લગતી યોજના પણ બનશે.

નેગેટિવઃ- અન્યના મામલે વધારે દખલ ન કરો, કેમ કે તેના કારણે વાદ-વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. આર્થિક સ્થિતિમાં થોડી ભાગદોડ વધારે રહેશે. સંતુલિત બજેટ બનાવીને રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- આ સમયે ભાગ્ય અને ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે.

લવઃ- પારિવારિક જીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી સમસ્યાથી રાહત મળશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે સમય મિશ્રિત ફળદાયક છે. દિવસની શરૂઆત સુખદ રહેશે. માત્ર વધારે મહેનત અને સમજણની જરૂરિયાત રહેશે. વિદ્યાર્થીઓ અને યુવાઓને પણ જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં રસ વધશે.

નેગેટિવઃ- ઉતાવળ અને ભાવુકતામાં કોઇ નિર્ણય લેશો નહીં. દિવસના બીજા ભાગમાં એવું પણ અનુભવ થઇ શકે છે કે પરિસ્થિતિઓ હાથમાંથી સરકી શકે છે. ધૈર્ય અને સંયમથી તમે તમારી સમસ્યા ઉપર કાબૂ મેળવી લેશો.

વ્યવસાયઃ- કામને લગતા મામલાઓમાં થોડો ફેરફાર આવશે જે તમારા માટે લાભદાયક સાબિત થશે.

લવઃ- ઘરની વ્યવસ્થાને લઇને પતિ-પત્ની વચ્ચે મતભેદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કોઇ શુભચિંતકની મદદ અને સલાહ તમારા માટે આશાનું કિરણ સાબિત થશે. બપોર પછી પરિસ્થિતિઓ તમારા માટે અનુકૂળ છે. યુવા વર્ગ પણ પોતાના ભવિષ્યને લઇને વધારે સક્રિય અને ગંભીર રહેશે.

નેગેટિવઃ- દિનચર્યા અવ્યવસ્થિત હોવાના કારણે ક્યારેક ગુસ્સો અને ચીડિયાપણું હાવી થઇ શકે છે. બાળકોના કરિયર અને લગ્નને લઇને પણ ચિંતા રહેશે. આ સમયે પરિસ્થિતિઓ પ્રમાણે પોતાને ઢાળવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયના દૃષ્ટિકોણથી સમય અનુકૂળ છે.

લવઃ- લગ્નજીવન તથા પ્રેમ સંબંધ બંને સારા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારી દિનચર્યામાં પરિવર્તન લાવવું તમને સુકૂન આપશે. મિત્રો સાથે તથા બહારની ગતિવિધિઓમાં વધારે સમય પસાર થશે. મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક પણ મજબૂત થશે. વિદ્યાર્થીઓ પોતાની યોગ્યતા ઉપર વિશ્વાસ રાખે તથા અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરે.

નેગેટિવઃ- આજે રૂપિયાની લેવડ-દેવડ કે ઉધારીને લગતું કોઇપણ કામ કરશો નહીં. જો કોઇ કોર્ટને લગતો મામલો ચાલી રહ્યો હોય તો તેને એકબીજાની સહમતિ દ્વારા ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- આજે મોટાભાગનો સમય માર્કેટિંગને લગતા કાર્યોમાં પેમેન્ટ કલેક્ટ કરવામાં પસાર થશે.

લવઃ- પતિ-પત્ની પોત-પોતાની વ્યસ્તતાના કારણે પરિવારને વધારે સમય આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવો થઇ શકે છે

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ઘરની દેખરેખ તથા યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવાને લગતી યોજના ઉપર પરિવારના લોકો સાથે ચર્ચા-વિચારણાં થશે. દિવસના બીજા ભાગમાં થોડી સમસ્યા આવી શકે છે. તમે તમારી સમજણ દ્વારા તેનું સમાધાન શોધી લેશો.

નેગેટિવઃ- કોઇપણ રોકાણને લગતી પોલિસીને લેતા પહેલાં તેના અંગે યોગ્ય જાણકારી મેળવી લો. આજે મહેનત વધારે રહેશે, પરંતુ તેનું પરિણામ પણ યોગ્ય મળશે જેથી ચિંતા કરશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે.

લવઃ- પતિ-પત્નીમાં ભાવનાત્મક સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટીની સમસ્યા રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- સમય અનુકૂળ છે. અટવાયેલાં કાર્યો યોગ્ય રીતે ચાલતાં રહેશે. પાડોસના કોઇ ધાર્મિક સમારોહમાં જવાથી સુખમય સમય પસાર થશે. ઘરને લગતી ગતિવિધિઓમાં પણ તમારો સહયોગ રહેશે.

નેગેટિવઃ- કોઇ નાની નકારાત્મક વાતના કારણે તમારું મન વિચલિત રહી શકે છે. તમારી મનઃસ્થિતિ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. સાસરિયા પક્ષ સાથે સંબંધોને મધુર જાળવી રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં અચાનક જ સ્થિતિ સારી રહેવાથી મન પ્રસન્ન રહેશે.

લવઃ- પારિવારિક તથા આર્થિક મામલે જીવનસાથીનો સહયોગ તમને રાહત આપશે.

સ્વાસ્થ્યઃ- સિઝલન પરેશાની થઇ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારું કર્મ પ્રધાન હોવું તમારા ભાગ્યનું નિર્માણ કરશે. કોઇ નજીકના સંબંધીની મદદ કરીને તથા તેમની સમસ્યાઓનું સમાધાન કરવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ વિવાહ યોગ્ય સભ્ય માટે ઉત્તમ પ્રસ્તાવ પણ આવી શકે છે.

નેગેટિવઃ- અન્ય સાથે વધારે સમય પસાર કરવાના કારણે તમારા કામ અધૂરા રહી શકે છે. કોઇને રૂપિયા ઉધાર આપતાં પહેલાં તે ક્યારે પાછા આવશે તે નક્કી કરી લેવું જોઇએ. તમારું મનોબળ ઘટે નહીં તેનું ધ્યાન રાખવું જોઇએ.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા અટવાયેલાં કામ કોઇ અનુભવી તથા વડીલોની સલાહથી સંપન્ન થઇ શકે છે.

લવઃ- પારિવારિક જીવન યોગ્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- મહેનત અને તણાવની અસર સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે નવી-નવી યોજનાઓ દિમાગમાં આવશે અને તમે કોઇ નજીકના સંબંધીની મદદથી તે યોજનાઓને શરૂ કરશો. આસપાસનું વાતાવરણ સુખમય રહેશે. આર્થિક સ્થિતિ સારી જળવાયેલી રહેશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે. ભાઇઓ કે કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લેવી ફાયદાકારક રહેશે. સામાજિક ગતિવિધિઓમાં વધારે વ્યસ્ત રહેવાથી પરિવારના લોકોની નિરાશાનો સામનો કરવો પડી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે આર્થિક સ્થિતિ સારી રહેશે.

લવઃ- કોઇ અન્ય વ્યક્તિના કારણે પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે તમારું ધ્યાન સંપૂર્ણ રીતે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર કેન્દ્રિત રહેશે. તમારી યોગ્યતા દ્વારા અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ પણ રહેશો. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલાં તણાવથી આજે તમને રાહત મળશે. આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે.

નેગેટિવઃ- ક્યારેક તમારો ગુસ્સો અને ઉતાવળ તમારા પોતાના માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે. તમારી આ ખામીઓમાં સુધાર લાવો. બાળકોને લગતી કોઇ પણ સમસ્યાને શાંતિથી ઉકેલો.

વ્યવસાયઃ- વ્યવસાય કે નોકરી બંને જગ્યાએ કોઇ પ્રકારની રાજનીતિનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી શારીરિક અને માનસિક ઊર્જાને પોઝિટિવ જાળવી રાખવા માટે યોગા અને મેડિટેશન ઉપર ધ્યાન આપો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો