શનિવારનું રાશિફળ:શનિવારે મકર જાતકો માટે ગ્રહ સ્થિતિ લાભદાયી સાબિત થશે, આ રાશિના લોકોએ આજે સમયનો લાભ ઉઠાવવો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કર્ક, સિંહ, તુલા તથા વૃશ્ચિક રાશિના નોકરિયાત વર્ગ માટે ફાયદાકારક દિવસ
  • મિથુન, ધન, મકર, કુંભ તથા મીન રાશિ માટે દિવસ સામાન્ય રહેશે

14 ઓગસ્ટ, શનિવારના રોજ શુભ તથા સિદ્ધિ નામના બે યોગ બની રહ્યા છે. મેષ રાશિના જાતકો માટે ફાયદાકારક દિવસ રહેશે. અટકેલા કામો પણ પૂરા થશે. કર્ક રાશિના નોકરિયાત વર્ગ તથા બિઝનેસ માટે દિવસ સારો રહેશે. સિંહ રાશિના જાતકોને બિઝનેસમાં ફાયદો થશે. નોકરી અંગેના સારા સમાચાર મળી શકે છે. કન્યા રાશિને બિઝનેસમાં તક મળશે. કરિયરની ચિંતા પણ દૂર થશે.

તુલા રાશિના નોકરિયાત વર્ગનું મહત્ત્વપૂર્ણ કામ પૂરું થશે. વૃશ્ચિક રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સારો રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. અટવાયેલા પૈસા પરત મળવાનો યોગ છે. આ ઉપરાંત મિથુન, ધન, મકર, કુંભ તથા મીન રાશિ માટે દિવસ સામાન્ય છે. વૃષભ રાશિના જાતકોએ બિઝનેસમાં સાવચેતી રાખવી.

14 ઓગસ્ટ, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- કામ વધારે રહેશે. કોઈ જૂની વાતનો પણ ઉકેલ મળી શકે છે. દોડભાગ વધારે રહેશે પરંતુ તેનું પરિણામ પણ શાનદાર મળી શકશે. જેથી તમે ફરી પોઝિટિવ થઈને તમારા કાર્યો પ્રત્યે ધ્યાન આપશો

નેગેટિવઃ- બધા કાર્યોમાં સફળ થવા માટે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. જો ભાગ્યના ભરોસે રહેશો તો સારી તક ગુમાવી શકો છો. તમારા જ લોકો તમારી સાથે ઇર્ષ્યાની ભાવના રાખવાથી તમારા અવગુણ અને ગેરસમજ ઊભા કરી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં તમે જે કામને જટિલ સમજીને છોડી રહ્યા છો તે કામ ફરીથી શરૂ કરો.

લવઃ- પારિવારિક સભ્યોનો એકબીજા સાથે તાલમેલ સારો જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝલન બીમારીઓ પરેશાન કરી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારી આંતરિક શક્તિઓનો અનુભવ કરો. તેનાથી તમારી માનસિક સ્થિતિ ખૂબ જ પોઝિટિવ રહેશે. કોઈ પ્રિય વ્યક્તિના ઘરમાં આવવાથી બધા લોકોને સુખ મળી શકે છે. બાળકોની સમસ્યાઓનો ઉકેલ મેળવવામાં પણ સમય પસાર થઈ શકે છે.

નેગેટિવઃ- ઉતાવળમાં લીધેલો કોઈ નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે. સંપત્તિને લગતા મામલાઓમાં કોઈના ઉપર વધારે વિશ્વાસ ન કરવો, પોતાના નિર્ણયને જ સર્વોપરિ રાખશો તો ફાયદો થઈ શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયમાં વધારે સાવધાની જાળવી રાખવાની જરૂરિયાત છે.

લવઃ- મુશ્કેલ સમયમાં તમારા પરિજનોનો પૂર્ણ સહયોગ રહી શકે છે

સ્વાસ્થ્યઃ- એલર્જી અને પેટને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- સમજી-વિચારીને નિર્ણય લેવો. તમને સારી સફળતા મળી શકશે. વડીલોનું માર્ગદર્શન પણ તમારા માટે મદદગાર રહી શકે છે. માત્ર કલ્પનાઓની દુનિયામાંથી બહાર આવીને હકીકત અંગે વિચારવાની જરૂરિયાત છે.

નેગેટિવઃ- જો ફાયનાન્સને લઇને તમારી પાસે કોઈ યોજના છે તો તેના અંગે સમજી-વિચારીને કાર્ય કરો. તમારી સાથે દગાબાજી પણ થઈ શકે છે. સંયુક્ત પરિવારમાં નાની-મોટી વાતોને લઇને થોડો તણાવ રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિકોણથી પરિસ્થિતિઓ અનુકૂળ છે.

લવઃ- લગ્નજીવનમા મધુરતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી પરેશાનીથી રાહત મળી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- માનસિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે. સમય પ્રમાણે કામ પૂર્ણ થવાથી સુકૂન મળી શકે છે. મનમાં ચાલી રહેલી કોઈ પ્રકારની શંકા દૂર થઈ શકે છે. વિદ્યાર્થીઓ તથા યુવાઓ પોતાના ખાસ મિત્રો તથા ગુરુજનોના સાનિધ્યમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન રાખો કે જે કાર્યોને તમે સહજ અને સરળ સમજી રહ્યા હતાં, તેમાં થોડી મુશ્કેલીઓ પણ આવશે. નકારાત્મક વિચારોના કારણે તમે તમારા લક્ષ્યથી ભટકી પણ શકો છો. થોડો સમય મનન અને ચિંતનમાં પણ પસાર કરો.

વ્યવસાયઃ- ફાયનાન્સ કે નાણાકીય મામલે વધારે સમજી-વિચારીને નિર્ણય લેવાની જરૂરિયાત છે.

લવઃ- કામ વધારે હોવા છતાંય ઘર-પરિવાર માટે સમય કાઢવો.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓથી સાવધાન રહો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે દિનચર્યામાં થોડી નવીનતા લાવવાની કોશિશ કરો. જેમાં પરિવારના લોકોનો સહયોગ રહેશે. સંપત્તિને લગતો વિવાદ કોઈની દખલ દ્વારા ઉકેલાઈ શકે છે. ઘરના કોઈ શભ્યના લગ્નને લગતી તૈયારીઓની પ્લાનિંગ પણ થશે.

નેગેટિવઃ- વાત વિના કોઈ સાથે વિવાદમાં ઉતરશો નહીં. તમારા ગુસ્સા અને વાણી ઉપર કાબૂ રાખો. નહીંતર વિવાદની સ્થિતિ બની શકે છે. મુલાકાત કરતી સમયે અન્ય લોકોની વાતોમાં આવશો નહીં પરંતુ પોતાની સમજણ દ્વારા જ કોઈ પગલાં ભરો

વ્યવસાયઃ- વ્યવસાયમાં પરિસ્થિતિ અનેક હદે તમારા પક્ષમાં રહી શકે છે.

લવઃ- લગ્નજીવનમાં મધુરતા જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે કામ વધારે રહી શકે છે. વ્યક્તિગત કાર્યો માટે સમય મળી શકશે નહીં. સંબંધોને મજબૂત બનાવવા માટે તમે અહંકારને છોડશો. તેનાથી સંબંધોમાં મધુરતા આવશે તથા કરિયરને લગતી કોઈ ચિંતા પણ દૂર થશે.

નેગેટિવઃ- કોઈપણ પ્રકારની યાત્રા કરવાનું ટાળો. આ યાત્રા તમારા માટે કષ્ટદાયી સાબિત થઈ શકે છે. કોઈ વિવાદ જેવી સ્થિતિ બનવાથી વાતાવરણ નકારાત્મક પણ થઈ શકે છે. તમારી સમજણ દ્વારા સમસ્યાનું સમાધાન પણ શોધો.

વ્યવસાયઃ- કારોબારમાં કોઈ નવી સફળતા તમારી રાહ જોઈ રહી છે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિની દૃષ્ટિએ સમય ઉત્તમ છે.

સ્વાસ્થ્યઃ- ઈજા કે કોઈ પ્રકારની દુર્ઘટના થવાના અણસાર છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ઘરના રિનોવેશન કે દેખરેખને લગતા કાર્યોમાં તમે વ્યસ્ત રહી શકો છો. વાસ્તુ નિયમોનું પણ પાલન કરો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓ પ્રત્યે તમારો વિશ્વાસ વધશે. જેથી તમે તમારી અંદર શાંતિ અને પોઝિટિવ ઊર્જા અનુભવ કરશો.

નેગેટિવઃ- ઘરના વડીલ તથા કોઈ અનુભવી લોકોની સલાહ અને માર્ગદર્શનને પણ તમારા જીવનમાં અમલ કરરો. આ સમયે અન્યના મામલે દખલ કરવું અને સલાહ આપવું યોગ્ય નથી. નહીંતર તમે જ કોઈ મુશ્કેલીમાં પડી શકો છો.

વ્યવસાયઃ- વ્યક્તિગત વ્યસ્તતાના કારણે કાર્યક્ષેત્રમાં સમય વધારે પસાર કરી શકશો નહીં.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી ઘરેલૂ સમસ્યાઓનું સમાધાન મળવાથી વાતાવરણ પોઝિટિવ થઈ જશે. જેથી તમે તમારી વ્યક્તિગત ગતિવિધિઓ ઉપર પણ ધ્યાન આપશો. અટવાયેલું પેમેન્ટ મળી શકે છે અને આર્થિક સ્થિતિ પણ સારી રહેશે

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઈપણ સમસ્યાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની કોશિશ કરો. તેનાથી સંબંધ મધુર રહેશે. બાળકોના કરિયરને લગતા કાર્યોમાં ભાગદોડની સ્થિતિ વધારે રહી શકે છે. છેલ્લે આ ભાગદોડ સાર્થક સાબિત થઈ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈ કર્મચારીના કારણે તણાવ ઉત્પન્ન થઈ શકે છે.

લવઃ- જીવનસાથી તથા પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવ અને થાકની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- સામાજિક તથા રાજનૈતિક ક્ષેત્રમાં તમારો રસ વધશે. પોતાને ઊર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવ કરશો. આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહી શકો છો. થાક હોવા છતાંય સુખ અનુભવ કરશો.

નેગેટિવઃ- જમીન, વાહન વગેરેને લગતો ઉધાર લેવાની પ્લાનિંગ બની શકે છે, આ તમારી સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થવાના કારણે જ બનશે એટલે ચિંતા ન કરો. બપોર પછી કોઈ અપ્રિય કે અશુભ સમાચાર મળવાથી મન નિરાશ રહી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં એક ચોક્કસ રણનીતિ બનાવીને કામ કરવું.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા સાથે તાલમેલ ખૂબ જ સારો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- નકારાત્મક વાતાવરણ અઅને સિઝનલ બીમારીથી સાવધાન રહેવું.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ લાભદાયક બની રહેશે. આ યોગ્ય સમયનો ભરપૂર લાભ ઉઠાવો. રચનાત્મક કાર્યો તથા અભ્યાસમાં પણ રસ જળવાયેલો રહી શકે છે. નવી-નવી જાણકારીઓ પણ પ્રાપ્ત થઈ શકે છે. ઘરમાં વડીલોના માર્ગદર્શનને તમારા જીવનમાં જરૂર અપનાવો.

નેગેટિવઃ- કોઈપણ અજાણ વ્યક્તિ સાથે વાર્તાલાપ કરતી સમયે પોતાના સીક્રેટ શેર ન કરો. જોખમી કાર્યોથી દૂર રહો. કેમ કે નુકસાન સિવાય કશું જ પ્રાપ્ત થશે નહીં. સ્વભાવમાં પરિપક્વતા લાવવી જરૂરી છે.

વ્યવસાયઃ- વેપારમાં ગતિવિદિઓ યથાવત ચાલતી રહેશે.

લવઃ- પારિવારિક તથા વ્યવસાયિક જીવનમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું ધ્યાન વિશેષ રહેશે. કોઈપણ ફોનને ઇગ્નોર ન કરો, લાભદાયી સૂચના મળી શકે છે. થોડો સમય અધ્યાત્મિક ક્ષેત્રમાં પણ પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકે છે.

નેગેટિવઃ- કોઈ નજીકના સંબંધી કે મિત્ર સાથે વિવાદ થવાની સ્થિતિ બની શકે છે. તમારા ગુસ્સા અને આવેશ ઉપર નિયંત્રણ રાખો. તમારા વ્યક્તિગત કાર્યોમાં જ તમે વ્યસ્ત રહી શકો છો. થોડો સમય બાળકો સાથે પણ પસાર કરો.

વ્યવસાયઃ- વેપારમાં વધારે મહેનત તથા થોડા ફેરફાકની જરૂરિયાત રહી શકે છે.

લવઃ- પતિ-પત્નીમાં એકબીજા સાથે સારો તાલમેલ જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સુસ્તી અને થાકની સ્થિતિ રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- સુકૂન મેળવવા માટે થોડો સમય પોતાના માટે પણ પસાર કરો. આત્મ અવલોકન કરવાથી તમને અનેક સમસ્યાઓનો ઉકેલ મળશે તથા માનસિક શાંતિ પણ અનુભવ થશે. આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ અનુકૂળ છે.

નેગેટિવઃ- અન્ય લોકોની સલાહ ઉપર ધ્યાન આપવાની જગ્યાએ પોતાના નિર્ણયને જ પ્રાથમિકતા આપો. કોઈપણ પ્રકારની અવરજવર ટાળો. કેમ કે તેમાં સમય અને રૂપિયા ખર્ચ થવા સિવાય કશું જ પ્રાપ્ત થશે નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારું મેનેજમેન્ટ તથા કર્મચારીઓનો સહયોગ કામની ગતિને વધારશે.

લવઃ- ઘરના સભ્યોમાં એકબીજા સાથે તાલમેલ પ્રેમપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે ઇન્ફેક્શન થવાની સ્થિતિ રહી શકે છે.

અન્ય સમાચારો પણ છે...