1 નવેમ્બરના રોજ સોમવારે ગોવત્સ બારસ વ્રત કરવામાં આવશે. આ વર્ષે સોમવારે 1 નવેમ્બરે રમાએકાદશી અને વાઘબારસ સાથે ઉજવાશે. જ્યારે મંગળવાર, તારીખ 2 નવેમ્બરના રોજ સવારે 11.31 સુધી વાઘબારસની તિથિ છે અને ત્યારબાદ તેરસની તિથિ છે. આમ તેરસનું મહત્ત્વ સાંજના પ્રદોષકાળે હોવાથી મંગળવારે બારસના દિવસે જ ધનતેરસ મનાવાશે. વાઘ બારસના દિવસે ગોવત્સ બારસનું વ્રત કરવામાં આવે છે. તેમાં ગાય અને તેના વાછરડાની પૂજા કરવામાં આવે છે. ભવિષ્ય પુરાણ પ્રમાણે ગાય લક્ષ્મીજીનું સ્વરૂપ છે. ગાયની આંખમાં સૂર્ય-ચંદ્ર, મુખમાં રૂદ્ર, ગળામાં વિષ્ણુ, શરીરમાં વચ્ચે બધા જ દેવી-દેવતા અને પાછળના ભાગમાં બ્રહ્માનો વાસ હોય છે. એટલે ગાય અને તેના વાછરડાની પૂજાથી લક્ષ્મીજી સહિત બધા દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે. મહિલાઓ આ વ્રત પોતાના પરિવારની સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના માટે કરે છે.
વ્રત અને પૂજા વિધિ-
પરિવારની સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે આ વ્રત-
ગાય અને વાછરડાની પૂજાથી મહિલાઓને બાળકનું સુખ મળે છે. બાળકના સારા સ્વાસ્થ્ય અને લાંબી ઉંમર માટે પણ આ વ્રત કરવામાં આવે છે. પુરાણોમાં આ વ્રતનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે કે, આ દિવસે જે ઘરની મહિલાઓ ગૌમાતાની પૂજા કરે છે તેમનો પરિવાર સમૃદ્ધ રહે છે. આ દિવસે ગાયને રોટલી અને લીલું ઘાસ ખવડાવીને સંતુષ્ટ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. આવા પરિવારમાં ક્યારેય અકાળ મૃત્યુ થતું નથી. ગાય અને વાછરડાની પૂજા કરવાથી બધા દેવી-દેવતા પ્રસન્ન થાય છે અને જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પાપ દૂર થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.