• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Couplets Of Sant Kabir; Kabirdas Ke Dohe, Kabir Ke Dohe, Life Management Tips By Kabir Das, We Should Remember These Tips For Happy Life

કબીરના દોહા:માછલી પાણીમાં રહે છે, પરંતુ તેની દુર્ગંધ દૂર થતી નથી, ઠીક તેવી જ રીતે જે વ્યક્તિનું મન સાફ નથી, તેના અવગુણો નાહવાથી દૂર થતાં નથી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કબીરદાસ સાથે જોડાયેલી ત્રણ જગ્યાઓ લહરતારા, કાશી અને મગહર છે

સંત કબીરે અનેક એવા દોહાની રચના કરી હતી, જેમાં સુખી જીવનના સૂત્ર જણાવવામાં આવ્યાં છે. કબીરદાસનો જન્મ લગભગ 624 વર્ષ પહેલાં થયો હતો. માન્યતા છે કે, કાશી પાસે સ્થિત લહરતારાના તળાવ પાસે નિરૂ અને નીમા નામના મુસ્લિમ દંપત્તિને એક બાળ મળ્યો હતો. તે બંને આ નાના બાળકને પોતાના ઘરે લઇને આવ્યાં. આ બાળક આગળ જઇને કબીરદાસના નામે પ્રસિદ્ધ થયો.

કબીરદાસ કબીર ચોરામાં પ્રવચન આપતાં હતાં અને ચરખો ચલાવતાં હતાં. લહરતારામાં તેમનો જન્મ થયો, કાશીમાં તેમનું જીવન પસાર થયું અને મગહરમાં તેમણે જીવનના છેલ્લાં દિવસો પસાર કર્યાં હતાં. આ ત્રણ જગ્યા કબીરદાસ સાથે જોડાયેલી રહી.

જાણો કબીરદાસના થોડાં ખાસ દોહા..