• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Couplets Of Sant Kabir; Kabir Ke Dohe, Motivational Tips By Kabirdas, Sant Kabir Ke Dohe, Inspirational Quotes For Success And Happiness

કબીર જયંતી:જે લોકો આ વાત જાણે છે કે, આપણાં વચનો અનમોલ છે, તેઓ દરેક વાત સારી રીતે સમજી-વિચારીને બોલે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કબીરદાસજીના દોહામાં જીવનને સુખી અને સફળ બનાવવાના સૂત્ર જણાવવામાં આવ્યાં છે, તેમને અપનાવવાથી આપણી દરેક સમસ્યાઓ દૂર થઇ શકે છે

આજે સંત કબીરની જયંતી છે. માન્યતા છે કે સંત કબીરનો જન્મ લગભગ 624 વર્ષ પહેલાં થયો હતો. ઉત્તર પ્રદેશમાં કાશી પાસે સ્થિત લહરતારાના એક તળાવ પાસે નિરૂ અને નીમા નામના મુસ્લિમ દંપત્તિને એક નવજાત બાળક મળ્યું હતું. આ બંનેએ તે બાળકને લઇને પોતાના ઘરે આવી ગયાં. આ જ બાળક મોટું થઈને કબીરદાસના નામથી પ્રસિદ્ધ થયું.

તે સમયે કબીરદાસનું ઘર જ્યાં હતું, તે આજે કબીર ચૌરા મઠ ક્ષેત્રના નામથી ઓળખવામાં આવે છે. કબીરદાસજીએ આ જગ્યાને જ પોતાનું કર્મ સ્થળ બનાવ્યું હતું. તે આ ક્ષેત્રમાં પ્રવચન પણ આપતાં હતાં, ચરખો પણ ચલાવતાં હતાં.

કબીરદાસજીએ પોતાના દોહામાં જીવનને સુખી અને સફ બનાવવાના સૂત્ર જણાવ્યા છે. જો આ સૂત્રોને જીવનમાં ઉતારી લેવામાં આવે તો આપણે મોટી સમસ્યાઓને દૂર કરી શકે છે.

થોડાં લોકો મંત્ર જાપ કરે છે, પરંતુ તેમને લાભ મળી શકતો નથી. આવા લોકો માટે કબીરદાસે એક દોહામાં જણાવ્યું છે કે- माला फेरत जुग भया, फिरा न मन का फेर, कर का मनका डार दे, मन का मनका फेर। આ દોહાનો અર્થ છે કે, કોઇ વ્યક્તિ લાંબા સમય સુધી હાથમાં મોતીની માળા લઇને જાપ કરે છે, પરંતુ તેના મનમાં ખરાબ વિચારો ચાલતાં રહે છે.

આવા લોકોને કબીરદાસજીની સલાહ આપવામાં આવે છે કે, વ્યક્તિએ મનના મોતીને બદલવાની જરૂર છે એટલે ખરાબ વિચારોને છોડવા જોઇએ. ત્યારે જ સારા ફળ મળી શકે છે. અહીં જાણો કબીરદાસજીના થોડાં આવા જ દોહા...