• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Coincidence Of Shiva Puja: Today Som Pradosh, Masik Shivratri On 22nd And Shiva Puja On The 23rd Of November On Agahan Amavasya Will Remove Problems

શિવપૂજાનો સંયોગ:આજે સોમ પ્રદોષ, 22મીએ માસિક શિવરાત્રિ અને 23 નવેમ્બરે કારતક મહિનાની અમાસે શિવ પૂજા કરવાથી પરેશાનીઓ દૂર થશે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

કારતક મહિનાના વદ પક્ષના છેલ્લાં 3 દિવસ ભગવાન ભોળાનાથની પૂજા માટે ખાસ રહેશે. આ દિવસોમાં પ્રદોષ, શિવરાત્રિ અને અમાસનો સંયોગ બની રહ્યો છે. શિવ પુરાણ પ્રમાણે આ દિવસોમાં દૂધ અને ગંગાજળથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને આખો દિવસ વ્રત રાખીને ભગવાનની ખાસ પૂજા કરો. આવું કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે સાથે જ ઉંમર પણ વધે છે.

શારીરિક પરેશાનીઓથી છુટકારો
કારતક મહિનાના પ્રદોષ, શિવ ચૌદશ અને અમાસના દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા પછી જળ અને દૂધ ચઢાવવાથી ભગવાન ભોળાનાથનો અભિષેક કરવો જોઈએ. તે પછી શિવલિંગ ઉપર મદાર, ધતૂરો અને બીલીપત્ર ચઢાવો. સાથે જ, શિવજીને સિઝનલ ફળનો ભોગ ધરાવવો જોઈએ. આ ત્રણ દિવસોમાં ગોળ, તલ અને અનાજનું દાન કરવું ખૂબ જ શુભ હોય છે. આ સામગ્રીનું દાન કરવાથી શારીરિક પરેશાનીઓ દૂર થાય છે.

શિવપૂજાના 3 દિવસ....

અમાસના દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા પછી જળ અને દૂધ ચઢાવવાથી ભગવાન ભોળાનાથનો અભિષેક કરવો જોઈએ
અમાસના દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા પછી જળ અને દૂધ ચઢાવવાથી ભગવાન ભોળાનાથનો અભિષેક કરવો જોઈએ

સોમ પ્રદોષઃ 21 નવેમ્બર, સોમવાર
આ દિવસે વ્રત રાખો અને સાંજે સૂર્યાસ્ત સમયે શિવપૂજા કરવી જોઈએ. આ દિવસે શિવલિંગ ઉપર બીલીપાન અને સફેદ ફૂલોની માળા ચઢાવવી. સાથે જ ઘીનો દીવો પ્રગટાવવો. માટીના માટલામાં પાણી ભરીને શિવ મંદિરમાં દાન કરો.

શિવ ચૌદશઃ 22 નવેમ્બર, મંગળવાર
આ દિવસે માસિક શિવરાત્રિ વ્રત કરવામાં આવે છે. આ તિથિએ ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવી જોઈએ. આ દિવસે દેવી પાર્વતીને સૌભાગ્યની સામગ્રી એટલે 16 શ્રૃંગાર ચઢાવવામાં આવે છે. જેથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધે છે અને મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.

અમાસના દિવસે ભગવાન શિવનો અભિષેક અને મહામૃત્યુંજય મંત્ર સાથે ખાસ પૂજા કરવી જોઈએ
અમાસના દિવસે ભગવાન શિવનો અભિષેક અને મહામૃત્યુંજય મંત્ર સાથે ખાસ પૂજા કરવી જોઈએ

કારતક મહિનાની અમાસઃ 23 નવેમ્બર, બુધવાર
આ કારતક મહિનાના વદ પક્ષનો છેલ્લો દિવસ રહેશે. આ અમાસના દિવસે પ્રદોષ કાળમાં શિવપૂજા કરવી જોઈએ. પ્રદોષ કાળનો અર્થ, દિવસ પૂર્ણ થાય અને રાતની શરૂઆત પહેલાનો સમય. આ શુભ સમયમાં ભગવાન શિવનો અભિષેક અને મહામૃત્યુંજય મંત્ર સાથે ખાસ પૂજા કરવી જોઈએ. તેનાથી શારીરિક પરેશાનીઓ દૂર થવા લાગે છે. સાથે જ, શનિ અને પિતૃ દોષની અસર પણ ઘટવા લાગે છે.