13 ઓક્ટોબરના રોજ કરવા ચોથ ગુરુવારે રહેશે અને ગુરુ ગ્રહ પોતાની રાશિમાં રહેશે. આ ગ્રહનો આવો સંયોગ 46 વર્ષ પછી બની રહ્યો છે. એટલે આ પહેલાં આવો સંયોગ 23 ઓક્ટોબર 1975માં બન્યો હતો. આ વખતે કરવા ચોથના દિવસે ગુરુનો પ્રભાવ વધારે રહેશે. આ શુભ યોગ સૌભાગ્ય અને સમૃદ્ધિ વધારનાર રહેશે. આ સંયોગમાં કરવામાં આવતી પૂજા અને વ્રતથી અખંડ સૌભાગ્ય અને સુખ-સમૃદ્ધિ વધશે.
ગ્રહોની સ્થિતિ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે આ વખતે કરવા ચોથના દિવસે ચંદ્ર અને બુધ ઉચ્ચ રાશિમાં રહેશે. ગુરુ-શનિ પોતાની જ રાશિમાં અને મંગળ પોતાના જ નક્ષત્રમાં રહેશે. આ પાંચ ગ્રહોની શુભ સ્થિતિ સાથે બુધાદિત્ય અને મહાલક્ષ્મી યોગ પણ રહેશે. નક્ષત્રોની આવી સ્થિતિમાં પૂજા અને વ્રત કરવાથી વ્રતના શુભ ફળમાં વધારો થશે.
સૂર્યોદયથી ચંદ્રોદય સુધી વ્રત રહે છે
આસો મહિનાના વદ પક્ષની ચોથ તિથિએ કરવા ચોથ વ્રત કરવાની પરંપરા છે. પતિની લાંબી ઉંમરની કામના સાથે મહિલાઓ આ દિવસે નિર્જળા વ્રત રાખે છે. પરિણીતા મહિલાઓ માટે આ વ્રત ખૂબ જ ખાસ હોય છે.
કરવા ચોથનું વ્રત સવારે સૂર્યોદયથી શરૂ થાય છે અને સાંજે ચંદ્રોદય સુધી રાખવામાં આવે છે. સાંજે ચંદ્રના દર્શન કરીને અર્ઘ્ય અર્પણ કર્યા પછી પતિના હાથથી પાણી પીને મહિલાઓ પોતાનું વ્રત ખોલે છે. આ દિવસે ચોથ માતા અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે.
કરવાચોથની પૂજા સામગ્રી
કરવાચોથ વ્રત અને પૂજાવિધિ
ચંદ્ર અને સૌભાગ્ય પૂજા વિધિ
પતિ માટે વ્રતની પરંપરા સતયુગથી
પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખવાની પરંપરા સતયુગથી ચાલી રહી છે. તેની શરૂઆત સાવિત્રીના પતિવ્રતા ધર્મ સાથે થઈ હતી. જ્યારે યમરાજ આવ્યા ત્યારે સાવિત્રીએ પોતાના પતિને લઇ જવાથી રોક્યા હતા અને પોતાની દૃઢ પ્રતિજ્ઞાથી પતિને ફરીથી પાછો મેળવ્યો હતો. ત્યારથી પતિની લાંબી ઉંમર માટે વ્રત કરવામાં આવી રહ્યું છે.
બીજી કથા પ્રમાણે મહાભારત કાળથી આ વ્રત કરવામાં આવી રહ્યું છે. કૃષ્ણના કહેવાથી દ્રૌપદીએ અર્જુન માટે આ વ્રત કર્યું હતું.
કરવાચોથ કથા
પ્રાચીન સમયમાં એક ગુણવાન, બુદ્ધિશાળી અને ધર્મપારાયણ બ્રાહ્મણ રહેતો હતો. તેને ચાર પુત્રો અને એક સુંદર તથા ગુણવાન પુત્રી હતી. બ્રાહ્મણે પુત્રો અને પુત્રીના લગ્ન ધામેધૂમે કર્યા હતા. પુત્રી પિતાના ઘરે આવી હતી. ભાભીઓ સાથે બહેને કરવા ચોથનું વ્રત રાખ્યું હતું. રાત્રે ભાઈઓ જમવા બેઠા ત્યારે તેમણે બહેનને જમવાનું કહ્યું, પણ બહેને કહ્યું કે ચંદ્રના દર્શન કર્યા પછી જમશે. આખો દિવસની ભૂખના કારણે બહેન સ્થિતિ ખરાબ હતી. આથી તેના ભાઈઓને તેના પર દયા આવી. તેઓએ કપટ કરી એક કૃત્રિમ ચંદ્ર બનાવ્યો અને બહેનને તે જોઈ જમવાનું કહ્યું. ભાભીઓએ બહેનને ચંદ્રને અર્ધ્ય આપવાનું કહ્યું પરંતુ બહેને આપ્યું હતું. ભાભીઓએ એમ પણ કહ્યું કે આ કૃત્રિમ ચંદ્ર છે પણ બહેન માની નહી અને ભોજન કરી લીધું.
ભોજન પત્યા પછી તરત જ તેના પતિનું મોત થઈ ગયું. આથી તે વિલાપ કરવા લાગી. આ સમયે ઈન્દ્રાણી પૃથ્વી પર વિચરણ કરતા કરવા નીકળ્યા હતા. તેણે આ બહેનને વિલાપ કરતી જોય દુ:ખનું કારણ પૂછ્યું. બહનેની હકીકત જાણ્યા પછી ઈન્દ્રાણી બોલ્યા કે તે ચંદ્રને અર્ધ્ય આપ્યા વગર ભોજન કર્યું હતું એટલા માટે તને આ ફળ મળ્યું છે. હવે તું પૂરી શ્રદ્ધા અને ભક્તિથી વ્રત કર તો તને તારો પતિ જીવતો થશે. બહેને ફરી વિધિવત વ્રત કર્યું અને તેનો પતિ જીવિત થયો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.