18 થી 21 સુધી છઠ્ઠ પર્વ:આ વર્ષે છઠ્ઠ પૂજામાં ગ્રહ-નક્ષત્રોનો શુભ સંયોગ, ભગવાન સૂર્યને રવિયોગમાં અર્ઘ્ય આપવામાં આવશે

એક વર્ષ પહેલા
  • છઠ્ઠ મહોત્સવમાં એક દ્વિપુષ્કર, બે સર્વાર્થસિદ્ધિ અને દરરોજ રવિયોગ બનવાથી વ્રત અને પૂજાનું સંપૂર્ણ ફળ મળશે

છઠ્ઠ પૂજા 20 નવેમ્બરના રોજ છે. નહાય ખાય સાથે શરૂ થનાર આ પર્વમાં ભગવાન સૂર્યની વિશેષ ઉપાસના કરવામાં આવે છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે આ વર્ષે છઠ્ઠ પર્વમાં ગ્રહ-નક્ષત્રોનો વિશેષ સંયોગ બની રહ્યો છે. આ મહોત્સવની શરૂઆત રવિયોગમાં થઇ રહી છે અને દરરોજ આ યોગ બની રહ્યો છે. રવિયોગમાં જ ભગવાન સૂર્યને બંને અર્ઘ્ય આપવામાં આવશે. સૂર્યની વિશેષ સ્થિતિના કારણે આ સંયોગ બને છે. છઠ્ઠ મહોત્સવમાં એક દ્વિપુષ્કર, બે સર્વાર્થસિદ્ધિ અને ચાર રવિયોગ બની રહ્યા છે. છેલ્લાં દિવસે 3 શુભયોગનું હોવું પણ આ પર્વને વધારે ખાસ બનાવી રહ્યું છે.

રવિયોગઃ સૂર્યનો વિશેષ પ્રભાવ હોવાથી આ યોગને શુભ અને ખૂબ જ પ્રભાવશાળી પણ માનવામાં આવે છે. સૂર્યની પવિત્ર ઊર્જાથી ભરપૂર હોવાના કારણે આ યોગમાં કરવામાં આવતાં કામમાં સફળતા મળવાની સંભાવના વધી જાય છે. સાથે જ અનિષ્ટની આશંકા પણ દૂર થાય છે. આ યોગને દુઃખ ઘટાડનાર અને મનોકામના પૂર્ણ કરનાર યોગ પણ કહેવામાં આવે છે. આ શુભ યોગમાં સૂર્યને અર્ઘ્ય આપવાથી રોગ દૂર થાય છે અને ઉંમર પણ વધે છે. (પં. મિશ્ર પ્રમાણે)

18 નવેમ્બરના રોજ નહાય ખાય અને 21 નવેમ્બરના રોજ છેલ્લું અર્ઘ્યઃ-

સૂર્ય દેવતાને સમર્પિત ચાર દિવસનો છઠ્ઠ પર્વ આજથી શરૂ થઇ રહ્યો છે. આ વ્રત બાળકની લાંબી ઉંમરની કામના સાથે કરવામાં આવે છે. આ મહોત્સવમાં નહાય-ખાયનું વિધાન 18 નવેમ્બરના રોજ કરવામાં આવશે. 19મીએ ખરના, 20મીએ સંધ્યાકાલીન અસ્તાચલગામી સૂર્યને અર્ઘ્ય આપવામાં આવશે અને આ પર્વના છેલ્લાં દિવસે 21 તારીખના રોજ ઉદય થતાં સૂર્યને અર્ઘ્ય આપ્યાં પછી પારણાં કરીને વ્રત પૂર્ણ કરવામાં આવશે.

કયા દિવસે કયો શુભ યોગઃ-

18 નવેમ્બર: રવિયોગ સૂર્યોદયથી સવારે 10.40 સુધી19 નવેમ્બર: રવિયોગ સવારે 9:40 થી બપોરે 2:30 સુધી20 નવેમ્બર: સર્વાર્થસિદ્ધિ અને રવિયોગ, આખો દિવસ21 નવેમ્બર: દ્વિપુષ્કર યોગ આખો દિવસ, સર્વાર્થસિદ્ધિ અને રવિયોગ સવારે 9:55 સુધી

36 કલાક સુધી પાણી પીધા વિના રહેવામાં આવે છેઃ-

છઠ્ઠ પૂજા ચાર દિવસનો ઉત્સવ છે. તેની શરૂઆત કારતક મહિનાના સુદ પક્ષની ચોથ તિથિથી થાય છે અને સાતમના દિવસે પૂર્ણ થાય છે. છઠ્ઠ વ્રત કરનાર લોકો સતત 36 કલાક નિર્જળા ઉપવાસ કરે છે. આ વ્રતમાં શુદ્ધતા અંગે ખૂબ જ વધારે ધ્યાન આપવામાં આવે છે, જેથી આ વ્રતને મુશ્કેલ વ્રતમાંથી એક માનવામાં આવે છે.