તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Chhath Mahaparva 2020, Chhath Maiya, Chhat Puja 2020 Dates, Traditions About Chhat Puja, Surya Puja Vidhi, Significance Of Chhat Puja

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

20મીએ છઠ્ઠ પૂજા:નદીમાં સ્નાન કરીને સૂર્યને અર્ઘ્ય ચઢાવવામાં આવે છે, તેનાથી સૂર્યદેવની બહેન છઠ્ઠ માતા પ્રસન્ન થાય છે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

બિહાર, ઝારખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશનો સૌથી મોટો તહેવાર છઠ્ઠ પૂજા 20 નવેમ્બરના રોજ છે. આ ઉત્સવની શરૂઆત આજથી થઇ રહી છે. તેમાં છઠ્ઠ માતાનું પૂજન અને સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે છે. બિહારમાં આ એકમાત્ર એવો પર્વ છે, જેને દરેક વર્ગના લોકો એકસાથે ઉજવે છે. આ ઉત્સવ ચાર દિવસનો હોય છે. પહેલાં દિવસે 18 નવેમ્બર એટલે આજે નહાય-ખાય છે, 19મીએ ખરના, 20મીએ છઠ્ઠ પૂજા અને 21મીએ સવારે સૂર્યને અર્ઘ્ય આપવામાં આવશે. આ સૂર્ય અને પ્રકૃતિ પ્રત્યે આભાર પ્રકટ કરવાનો પર્વ છે.

સૂર્યદેવનું પૂજન કેમ મહત્ત્વપૂર્ણ છે?

સૂર્યને ગ્રંથોમાં પ્રત્યક્ષ દેવતા એટલે એવો ભગવાન માનવામાં આવે છે જેને આપણે સ્વયં જોઇ શકીએ છીએ. સૂર્ય ઊર્જાનો સ્ત્રોત છે અને તેના કિરણોથી વિટામિન ડી જેવા તત્વ શરીરને મળે છે. બીજુ, સૂર્ય વાતાવરણ ચક્રને ચલાવનાર ગ્રહ છે. જ્યોતિષીય દૃષ્ટિએ જોવામાં આવે તો સૂર્ય આત્માનો ગ્રહ માનવામાં આવે છે. સૂર્ય પૂજા આત્મવિશ્વાસ જગાડવા માટે કરવામાં આવે છે.

પુરાણોની દૃષ્ટિએ જોવામાં આવે તો સૂર્યને પંચદેવોમાંથી એક માનવામાં આવે છે. આ પંચદેવ બ્રહ્મા, વિષ્ણુ, શિવ, દુર્ગા અને સૂર્ય છે. કોઇપણ શુભ કામની શરૂઆતમાં સૂર્યની પૂજા જરૂર કરવામાં આવે છે. લગ્ન કરતી સમયે પણ સૂર્યની સ્થિતિ જોવામાં આવે છે. ભવિષ્ય પુરાણથી બ્રહ્મ પર્વમાં શ્રીકૃષ્ણએ પોતાના પુત્ર સાંબને સૂર્યપૂજાનું મહત્ત્વ જણાવ્યું છે. બિહારમાં માન્યતા પ્રચલિત છે કે, પ્રાચીન સમયમાં સીતા, કુંતી અને દ્રોપદીએ પણ આ વ્રત કર્યું હતું.

છઠ્ઠ માતા સૂર્યદેવની બહેન છેઃ-

એવું માનવામાં આવે છે કે છઠ્ઠ માતા સૂર્યદેવની બહેન છે. જે લોકો આ તિથિએ છઠ્ઠ માતાના ભાઈ સૂર્યને જળ ચઢાવે છે, તેમની મનોકામનાઓ છઠ્ઠ માતા પૂર્ણ કરે છે. છઠ્ઠ માતા બાળકોની રક્ષા કરનારી દેવી છે. આ વ્રતને કરવાથી બાળકને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. માર્કણ્ડેય પુરાણમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રકૃતિએ પોતાને છ ભાગમાં વિભાજિત કરી છે. તેમના છઠ્ઠા અંશને સર્વશ્રેષ્ઠ માતૃદેવી સ્વરૂપમાં ઓળખવામાં આવે છે, જે બ્રહ્માની માનસ પુત્રી છે. એવું પણ માનવામાં આવે છે કે, દેવી દુર્ગાના છઠ્ઠા રૂપ કાત્યાયની જ છઠ્ઠ મૈયા છે.

છઠ્ઠ પૂજા માટે વ્રત કરનાર વ્યક્તિ લગભગ 36 કલાક નિર્જળા રહે છે. સાતમે સવારે સૂર્યપૂજા પછી વ્રત ખોલવામાં આવે છે અને અન્ન જળ ગ્રહણ કરવામાં આવે છે
છઠ્ઠ પૂજા માટે વ્રત કરનાર વ્યક્તિ લગભગ 36 કલાક નિર્જળા રહે છે. સાતમે સવારે સૂર્યપૂજા પછી વ્રત ખોલવામાં આવે છે અને અન્ન જળ ગ્રહણ કરવામાં આવે છે

નહાય-ખાયમાં ઘરની સાફ-સફાઈ કરવામાં આવે છેઃ-

છઠ્ઠ તિથિના બે દિવસ પહેલાં ચોથ તિથિએ આખા ઘરની સાફ-સફાઈ કરવામાં આવે છે. જેને નહાય-ખાય કહેવામાં આવે છે. આ દિવસે પૂજા-પાઠ પછી શુદ્ધ સાત્વિક ભોજન કરવામાં આવે છે. તેના દ્વારા જ છઠ્ઠ પર્વની શરૂઆત માનવામાં આવે છે.

36 કલાકનું વ્રત, ભોજન અને પાણી પીધા વિના પૂજા કરવામાં આવે છેઃ-

છઠ્ઠ માતા માટે નિર્જળા વ્રત કરવામાં આવે છે એટલે વ્રત કરનાર લોકો લગભગ 36 કલાક સુધી પાણી પી શકતાં નથી. મોટાભાગે આ વ્રત મહિલાઓ જ કરે છે. તેની શરૂઆત પાંચમ તિથિએ ખરના કર્યા પછી થાય છે. ખરના એટલે તન અને મનનું શુદ્ધિકરણ. તેમાં વ્રત કરનાર વ્યક્તિએ સાંજે ગોળ અને કોળુંની ખીર ખાવાની રહે છે.

તે પછી છઠ્ઠ પૂજા પૂર્ણ કર્યા પછી જ ભોજન કરવામાં આવે છે. છઠ્ઠ તિથિએ સવારે છઠ્ઠ માતાનો ભોગ બનાવવામાં આવે છે અને સાંજે ડૂબતા સૂર્યને જળ ચઢાવવામાં આવે છે. તે પછી સાતમ તિથિએ સવારે ફરીથી સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે છે. આ પ્રકારે 36 કલાકનું વ્રત પૂર્ણ થાય છે.

છઠ્ઠ વ્રતની કથા આ પ્રકારે છેઃ-

આ સતયુગની કથા છે. તે સમયે શર્યાતિ નામનો રાજા હતો. રાજાની અનેક પત્નીઓ હતી પરંતુ દીકરી એક જ હતી. તેનું નામ સુકન્યા હતું. એક દિવસ રાજા શિકાર કરવા ગયાં. સાથે સુકન્યા પણ હતી. જંગલમાં ચ્યવન નામના ઋષિ તપસ્યા કરી રહ્યાં હતાં.

ઋષિ ઘણાં લાંબા સમયથી તપસ્યા કરી રહ્યા હતાં, જેના કારણે તેમના શરીરની આસપાસ ઊધઈએ રાફડો બનાવી લીધો હતો. સુકન્યાએ રમતાં-રમતાં તે રાફડામાં સૂકા ઘાસના થોડા તણખલા નાખ્યાં. તે જગ્યાએ ઋષિની આંખ હતી. તે તણખલાથી ઋષિની આંખ ફૂટી ગઇ. જેથી ઋષિ ગુસ્સે થઇ ગયાં અને તેમની તપસ્યા તૂટી ગઇ.

જ્યારે આ વાત રાજાને જાણ થઇ ત્યારે તેઓ માફી માંગવા માટે ઋષિ પાસે પહોંચ્યાં. રાજાએ પોતાની દીકરી સુકન્યાને ઋષિની સેવા માટે સોંપી દીધી. તે પછી સુકન્યા ઋષિ ચ્યવનની સેવા કરવા લાગી.

કારતક મહિનામાં એક દિવસ સુકન્યા પાણી ભરવા જઇરહી હતી, ત્યારે તેને એક નાગકન્યા મળી. નાગકન્યાએ કારતક મહિનાના સુદ પક્ષની છઠ્ઠ તિથિએ સૂર્યપૂજા અને વ્રત કરવાનું જણાવ્યું. સુકન્યાએ સંપૂર્ણ વિધિ-વિધાન અને સાચા મનથી છઠ્ઠનું વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી ચ્યવન મુની આંખ ઠીક થઇ ગઇ. ત્યારથી જ દર વર્ષે છઠ્ઠ પૂજાનો પર્વ ઊજવવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો