સૂર્ય પૂજાના મહાપર્વ છઠ્ઠ પૂજામાં 30 ઓક્ટોબરે સૂર્યાસ્ત સમયે અને 31મીએ સવારે સૂર્યોદય સમયે અર્ઘ્ય આપવામાં આવે છે. માત્ર છઠ્ઠ પૂજામાં સૂર્યાસ્ત સમયે અર્ઘ્ય આપવામાં આવે છે. ભગવાન સૂર્ય પંચદેવોમાં સામેલ છે. દરેક શુભ કામની શરૂઆત પંચદેવોની પૂજા સાથે થાય છે. સૂર્યદેવને રોજ સવારે અર્ઘ્ય આપીને 12 મંત્રનો જાપ કરવાથી ભક્તની મનોકામના પૂર્ણ થાય છે, નકારાત્મક વિચાર દૂર થાય છે અને સ્વાસ્થ્ય લાભ મળે છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે છઠ્ઠ પૂજામાં અને રોજ સવારે સૂર્યને અર્ઘ્ય આપતી સમયે ભગવાન સૂર્ય નારાયણના 12 નામનો જાપ કરવો જોઈએ.
12 નામનો જાપ મંત્ર-
आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर, दिवाकर नमस्तुभ्यं, प्रभाकर नमोस्तुते।
सप्ताश्वरथमारूढ़ं प्रचंडं कश्यपात्मजम्, श्वेतपद्यधरं देव तं सूर्यप्रणाम्यहम्।।
છઠ્ઠ માતા સાથે જોડાયેલી માન્યતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.