• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Chaturthi On Sunday; 4th March, Ganesh Ji And Surya Puja, We Must Do Sun Worship, We Should Offer Durva And Shami Leaves To Ganesh Ji

વ્રત-ઉપવાસ:રવિવારે ચોથ; આ દિવસે ગણેશજી સાથે જ સૂર્ય પૂજા કરવી, ગણેશજીને દૂર્વા અને સમડાના પાન ચઢાવવા

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

રવિવાર, 6 માર્ચના રોજ ફાગણ મહિનાના સુદ પક્ષની ચોથ છે. જેને વિનાયકી ચોથ કહેવામાં આવે છે. આ તિથિએ ગણેશજી માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. રવિવારે ચોથ હોવાથી આ દિવસે ગણેશજી સાથે જ સૂર્યદેવની પણ પૂજા કરવી જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ગણેશ ચોથનું વ્રત જીવનમાં સુખ-શાંતિની કામના સાથે અને જીવનસાથી અને સંતાનના સૌભાગ્ય માટે પણ કરવામાં આવે છે. રવિવારે અશ્વિની નક્ષત્ર હોવાથી આ દિવસે આનંદ નામનો શુભ યોગ પણ રહેશે. ચોથ, રવિવાર અને આનંદ શુભ યોગના કારણે આ દિવસે કરવામાં આવતા પૂજા-પાઠ જલ્દી જ સફળ થઈ શકે છે.

ગણેશજીની સરળ વિધિ
વિનાયકી ચોથના દિવસે સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી સૂર્યને જળ અર્પણ કરવું. ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. તે પછી ઘરના મંદિરમાં ગણેશજીની પ્રતિમા ઉપર શુદ્ધ જળ, પંચામૃત અર્પણ કરો. તે પછી ફરીથી શુદ્ધ જળ ચઢાવવું. હાર-ફૂલ, જનોઈ, ચોખા, દૂર્વા વગેરે વસ્તુઓ ચઢાવવી. વસ્ત્ર અર્પણ કરો. મીઠાઈનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવો અને આરતી કરો.

રવિવારે અશ્વિની નક્ષત્ર હોવાથી આ દિવસે આનંદ નામનો શુભ યોગ પણ રહેશે
રવિવારે અશ્વિની નક્ષત્ર હોવાથી આ દિવસે આનંદ નામનો શુભ યોગ પણ રહેશે

ગણેશ પૂજામાં દૂર્વા સાથે જ સમડાના પાન પણ રાખો. ગણેશજીને દૂર્વાની જોડ પહેરાવીને ચઢાવવી જોઈએ. 22 દૂર્વાને જોડવાથી દૂર્વાની 11 જોડ તૈયાર થઈ જાય છે. આ 11 જોડ ગણેશજીને ચઢાવો. ધ્યાન રાખો દૂર્વા કોઈ સાફ જગ્યાએ ઉગેલી હોવી જોઈએ અથવા કોઈ મંદિરના બગીચામાં ઉગેલી દૂર્વાને ધોઈને ભગવાનને અર્પણ કરો. જે જગ્યાએ ગંદકી હોય, ત્યાની દૂર્વા લેવી જોઈએ નહીં. દૂર્વા ચઢાવતી સમયે ગણેશજીના 11 મંત્રનો જાપ કરવો જોઈએ.

ગણેશ પૂજામાં આ 11 મંત્રોનો જાપ કરો
ૐ ગં ગણપતેય નમઃ, ૐ ગણાધિપાય નમઃ, ૐ ઉમાપુત્રાય નમઃ, ૐ વિઘ્નનાશનાય નમઃ, ૐ વિનાયકાય નમઃ, ૐ ઈશપુત્રાય નમઃ, ૐ સર્વસિદ્ધિપ્રદાય નમઃ, ૐ એકદંતાય નમઃ, ૐ ઇભવક્ત્રાય નમઃ, ૐ મૂષકવાહનાય નમઃ, ૐ કુમારગુરવે નમઃ