• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Chaturmas Will Be From 10th July To 5th November; Worship Shiva In Sawan, Ganesh In Bhadau, Devi In Ashwin, And Lord Vishnu In Kartik

10 જુલાઈથી 5 નવેમ્બર સુધી ચાતુર્માસ:શ્રાવણમાં શિવ, ભાદરવામાં ગણેશ, આસોમાં દેવી લક્ષ્મી અને કારતક મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા થાય છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

10 જુલાઈએ દેવશયની એકાદશીથી જ ચાતુર્માસ શરૂ થઈ જશે. જેની સાથે જ 4 મહિના સુધી લગ્ન, સગાઈ, ગૃહ પ્રવેશ, મુંડન અને અન્ય માંગલિક કાર્યો થઈ શકશે નહીં. જોકે, આ દિવસોમાં ખરીદી, લેવડ-દેવડ, રોકાણ, નોકરી અને બિઝનેસ જેવા નવા કાર્યોની શરૂઆત માટે શુભ મુહૂર્ત રહેશે. આ વર્ષે ભગવાન વિષ્ણુ 117 દિવસ યોગ નિદ્રામાં રહેશે. આ દરમિયાન સંત અને સામાન્ય લોકો ધર્મ-કર્મ, પૂજાપાઠ અને આરાધનામાં સમય વિતાવશે.

10 જુલાઈએ દેવશયની અને 5 નવેમ્બરના રોજ દેવઊઠી એકાદશી
આ વર્ષે 10 જુલાઈએ દેવશયની એકાદશી અને 5 નવેમ્બરના રોજ દેવઊઠી એકાદશી રહેશે. એટલે ચાતુર્માસ 117 દિવસનો રહેશે. આ દિવસોમાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહેશે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ સમયગાળામાં સૃષ્ટિનું સંચાલન અને કામકાજ સંચાલનની જવાબદારી ભગવાન ભોળાનાથ પાસે રહેશે. આ દરમિયાન ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવી શકશે પરંતુ લગ્ન જેવા માંગલિક કાર્યો થઈ શકશે નહીં.

ચાતુર્માસની પરંપરા
અષાઢ સુદ પક્ષથી લઇને કારતક સુધી ચાર મહિનાના ચાતુર્માસમાં નિયમ-સંયમથી રહેવાનું વિધાન ઉલ્લેખવામાં આવ્યું છે. આ દિવસોમાં સવારે જલ્દી જાગીને યોગ, ધ્યાન અને પ્રાણાયામ કરવામાં આવે છે. તામસિક ભોજન કરવું નહીં અને દિવસમાં સૂવું પણ જોઈએ નહીં.

આ ચાર મહિનામાં રામાયણ, ગીતા અને ભાગવત પુરાણ જેવા ધાર્મિક ગંથ વાંચવા જોઈએ. ભગવાન શિવ અને વિષ્ણુજીનો અભિષેક કરવો જોઈએ. પિતૃઓ માટે શ્રાદ્ધ અને દેવીની ઉપાસના કરવી જોઈએ. જરૂરિયાતમંદ લોકોની સેવા કરો.
આ ચાર મહિનામાં રામાયણ, ગીતા અને ભાગવત પુરાણ જેવા ધાર્મિક ગંથ વાંચવા જોઈએ. ભગવાન શિવ અને વિષ્ણુજીનો અભિષેક કરવો જોઈએ. પિતૃઓ માટે શ્રાદ્ધ અને દેવીની ઉપાસના કરવી જોઈએ. જરૂરિયાતમંદ લોકોની સેવા કરો.

ચાતુર્માસમાં ક્યારે, કોની પૂજા કરવી
શ્રાવણમાં ભગવાન શિવ-શક્તિની પૂજા કરવામાં આવે છે. જેથી સૌભાગ્ય વધે છે. ભાદરવા મહિનામાં ગણેશ અને શ્રીકૃષ્ણની પૂજા કરવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે. આસો મહિનામાં પિતૃઓ અને દેવીની આરાધનાનું વિધાન છે. આ દિવસોમાં પિતૃ પક્ષમાં નિયમ-સંયમથી રહેવું અને નવરાત્રિમાં વ્રત કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. ત્યાં જ, કારતક મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. જેથી સુખ અને સમૃદ્ધિ વધે છે. આ ચાર મહિનામાં આવતા વ્રત, પર્વ અને તહેવારોના કારણે જ ચાતુર્માસને ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

ચાતુર્માસના ચાર મહિના

  • અષાઢ- શ્રાવણઃ અષાઢ સુદ પક્ષની એકાદશીથી શ્રાવણ સુદ એકાદશી સુધી (10 જુલાઈથી 8 ઓગસ્ટ)
  • શ્રાવણ- ભાદરવોઃ શ્રાવણ સુદ એકાદશીથી ભાદરવા સુદ એકાદશી સુધી (8 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર)
  • ભાદરવો- આસોઃ ભાદરવા સુદ એકાદશીથી આસો સુદ એકાદશી સુધી (6 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર)
  • આસો-કારતકઃ આસો સુદ એકાદશીથી કારતક સુદ એકાદશી સુધી (6 ઓક્ટોબરથી 5 નવેમ્બર)