તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Chaturmas Starts, Till 15th November, Sages And Saints Eat Once A Day For Four Months; Silence Fasts Are Also Observed During This

15 નવેમ્બર સુધી ચાતુર્માસ:સાધુ-સંતો દિવસમાં એકવાર ભોજન કરે છે, આ સમયગાળા દરમિયાન મૌન વ્રત પણ રાખવામાં આવે છે

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાતુર્માસ દરમિયાન નવરાત્રિ, દશેરા અને દિવાળી જેવા મોટા તિથિ-તહેવાર આવે છે

ચાતુર્માસ અષાઢ સુદ પક્ષની એકાદશી એટલે દેવપોઢી એકાદશીથી શરૂ થઈને ચાર મહિના સુધી રહે છે. હિંદુ ધર્મમાં માન્યતા છે કે આ 4 મહિનામાં ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં રહે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ સમયે ભગવાન ક્ષીર સાગરમાં અનંત શૈય્યામાં શયન કરે છે. એટલે આ ચાર મહિનામાં શુભ કામ કરવામાં આવતા નથી. તે પછી કારતક મહિનામાં સુદ પક્ષની એકાદશીએ ભગવાન યોગનિદ્રાથી જાગે છે. આ એકાદશીને દેવઊઠી એકાદશી અને પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે.

હિંદુ ધર્મમાં ચાતુર્માસનું મહત્ત્વઃ-
ચાતુર્માસ એટલે ચાર મહિનાનો સમય. હિંદુ કેલેન્ડરમાં અષાઢ મહિનાના છેલ્લા દિવસોમાં ચાતુર્માસ શરૂ થઈ જાય છે. જે શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક મહિનાના છેલ્લા દિવસો સુધી રહે છે. ધર્મગ્રંથોના જાણકાર પુરીના ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે આ દિવસોમાં હિંદુ ધર્મના બધા ખાસ તિથિ-તહેવાર ઊજવવામાં આવે છે. ચાતુર્માસ દરમિયાન અષાઢના છેલ્લા દિવસોમાં ભગવાન વામન અને ગુરુ પૂજા, શ્રાવણમાં શિવ આરાધના, ભાદરવામાં ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ, આસો મહિનામાં શારદીય નોરતા, કારતક મહિનામાં દિવાળી અને ભગવાન વિષ્ણુના જાગરણ સાથે જ તુલસી વિવાહ મહાપર્વ ઊજવવામાં આવે છે.

કારતક મહિનામાં સુદ પક્ષની એકાદશીએ ભગવાન યોગનિદ્રાથી જાગે છે. આ એકાદશીને દેવઊઠી એકાદશી અને પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે
કારતક મહિનામાં સુદ પક્ષની એકાદશીએ ભગવાન યોગનિદ્રાથી જાગે છે. આ એકાદશીને દેવઊઠી એકાદશી અને પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે

બેક્ટેરિયા અને જીવજંતુની સંખ્યા વધી જાય છેઃ-
ધાર્મિક જ નહીં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ ચાતુર્માસમાં સંયમનું મહત્ત્વ છે. આ સમયે વરસાદ થવાના કારણે હવામાં ભેજ વધી જાય છે. આ કારણે બેક્ટેરિયા અને જીવજંતુની સંખ્યા પણ વધી જાય છે.

માન્યતાઃ જૈન ધર્મમાં ચાતુર્માસઃ-
જૈન અને બોદ્ધ ધર્મમાં ચાતુર્માસનું ખૂબ જ મહત્ત્વ હોય છે. સાધુ સંત આ દરમિયાન એક જ સ્થાને રહીને સાધના અને પૂજાપાઠ કરે છે. જૈન ધર્મને અહિંસાના માર્ગે ચાલતો ધર્મ માનવામાં આવે છે. તેના સિદ્ધાંતો પ્રમાણે વરસાદની ઋતુમાં અનેક પ્રકારના કીડા, સૂક્ષ્મ જીવ સક્રિય થઈ જાય છે. એવામાં મનુષ્યોના વધારે હરવા-ફરવાથી જીવ હત્યાનું પાપ લાગે છે. આ કારણે સાધુ-સંતો એક જ સ્થાન રોકાય છે.

ચાતુર્માસ એટલે ચાર મહિનાનો સમય. હિંદુ કેલેન્ડરમાં અષાઢ મહિનાના છેલ્લા દિવસોમાં ચાતુર્માસ શરૂ થઈ જાય છે. જે શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક મહિનાના છેલ્લા દિવસો સુધી રહે છે
ચાતુર્માસ એટલે ચાર મહિનાનો સમય. હિંદુ કેલેન્ડરમાં અષાઢ મહિનાના છેલ્લા દિવસોમાં ચાતુર્માસ શરૂ થઈ જાય છે. જે શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક મહિનાના છેલ્લા દિવસો સુધી રહે છે

ચાતુર્માસના નિયમઃ શું કરવું અને શું નહીંઃ-
ચાતુર્માસ દરમિયાન જમીન ઉપર સૂવું અને સૂર્યોદય પહેલાં જાગવું જોઈએ. આ 4 મહિનામાં મોટાભાગનો સમય મૌન રહેવું જોઈએ. બની શકે તો દિવસમાં એકવાર જ ભોજન કરવું જોઈએ. આ દિવસોમાં માંસાહાર અને દારૂથી પણ દૂર રહેવું જોઈએ. મધ કે કોઈપણ પ્રકારના રસનો ઉપયોગ કરવો જોઈએ નહીં. રીંગણ, મૂળો અને પરવળનું સેવન કરવું નહીં.