• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Chaturmas 2022, Significance Of Chaturmas In Gujarati, We Should Remember These Tips In Chaturmas, Devshayani Ekadashi On 10 July

ચાતુર્માસ સાથે જોડાયેલી પરંપરા:ચાતુર્માસમાં લગ્ન જેવા માંગલિક કાર્યો માટે મુહૂર્ત કેમ હોતા નથી, આ દિવસોમાં કેવા શુભ કામ કરવા જોઈએ?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

10 જુલાઈના રોજ દેવશયની એકાદશી છે અને આ તિથિ પછી દેવઊઠી એકાદશી સુધી ચાતુર્માસ રહેશે. પંચાંગ ભેદના કારણે દેવઊઠી એકાદશી 4 અને 5 નવેમ્બરના રોજ રહેશે. ધર્મ અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ચાતુર્માસનું મહત્ત્વ ખબ જ વધારે છે. આ ચાર મહિનામાં ધર્મ-કર્મ સાથે જ દૈનિક જીવનમાં ખૂબ જ સાવધાની રાખવી જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે હાલ વરસાદનો સમય છે અને આ કારણે ખાનપાનની સામગ્રીઓ અંગે કરવામાં આવતી બેદરકારી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. વાદળોના કારણે સૂર્યદેવના દર્શન થઇ શકે નહીં. તડકો ઘટશે. તેની સીધી અસર આપણાં પાચન તંત્ર ઉપર થાય છે. એટલે માંસાહાર, વધારે તેલ-મસાલાવાળું ભોજન કરવાથી બચવું જોઈએ. એવા ખાદ્ય પદાર્થોનું સેવન કરો, જેનાથી આપણું પાચન તંત્ર સરળતાથી પચાવી શકે છે.

ચાતુર્માસમાં વિષ્ણુજીના મંત્ર ૐ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો
ચાતુર્માસમાં વિષ્ણુજીના મંત્ર ૐ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો

ચાતુર્માસમાં વિષ્ણુજી વિશ્રામ કરે છે

  • લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન જેવા શુભ કાર્યોમાં પંચદેવની પૂજા ખાસ કરવી જોઈએ. પંચદેવોમાં ગણેશજી, શિવજી, વિષ્ણુજી, દેવી દુર્ગા અને સૂર્યદેવ સામેલ છે.
  • માન્યતા છે કે ચાતુર્માસમાં વિષ્ણુજી વિશ્રામ કરે છે અને આ કારણે તેઓ કોઈપણ શુભ કામમાં હાજરી આપી શકતા નથી.
  • વિષ્ણુજીની હાજરીમાં કોઈપણ શુભ કામ થઈ શકતું નથી. આ જ માન્યતાના કારણે ચાતુર્માસમાં લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન જેવા કાર્યો માટે શુભ મુહૂર્ત રહેતા નથી.

ચાતુર્માસમાં કેવા-કેવા શુભ કામ કરવા જોઈએ

  • ચાતુર્માસમાં પોતાના આરાધ્ય દેવના મંત્રનો જાપ અને ધ્યાન કરવું જોઈએ. આ દિવસોમાં રામાયણ, શ્રીમદ ભાગવત ગીતા, શિવ પુરાણ જેવા ગ્રંથોનો પાઠ કરવો જોઈએ.
  • શિવલિંગ ઉપર ચાંદીના લોટાથી દૂધ ચઢાવો અને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. વિષ્ણુજીના મંત્ર ૐ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો, તમે ઇચ્છો છો તો શ્રીકૃષ્ણના મંત્ર કૃં કૃષ્ણાય નમઃ નો પણ જાપ કરી શકો છો.
  • આ દિવસોમાં અનેક લોકોને રોજગાર મળી શકતો નથી, એવી સ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. ધન, અનાજ, વસ્ત્ર, બૂટ-ચપ્પલ અને છત્રીનું દાન કરો. ગૌશાળામાં ગાયની દેખરેખ માટે ધનનું દાન કરો.