10 જુલાઈથી ભક્તિના ચાર મહિના શરૂ થશે:ચાતુર્માસમાં ખાનપાનમાં સાવધાની રાખો, ગ્રંથોનો પાઠ કરો અને મંત્રજાપ સાથે દિવસની શરૂઆત કરો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર મહિના લગ્ન સહિતનાં શુભ કાર્યો વર્જિત, અનુષ્ઠાન, ભાગવત કથા, હવન-યજ્ઞ જેવાં શુભ કાર્યો થશે

રવિવાર, 10 જુલાઈના રોજ અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશી છે. જેને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. આ તિથિથી લઈને કારતક મહિનામાં આવતી દેવઊઠી એકાદશી સુધી ભગવાન વિષ્ણુ વિશ્રામ કરે છે. આ ચાર મહિનાને ચાતુર્માસ કહેવામાં આવે છે. આ દિવસોમાં પૂજાપાઠ કરવાનું ખાસ મહત્ત્વ છે. ચાતુર્માસમાં ગ્રંથોનો પાઠ કરવો જોઈએ. મંત્રજાપ અને ધ્યાન સાથે દિવસની શરૂઆત કરવી જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ચાતુર્માસમાં વર્ષા ઋતુનો સમય રહે છે. આ દિવસોમાં સૂર્યદેવના દર્શન પણ ખૂબ જ ઓછા થાય છે. તડકો ઓછો પડે છે. આવી સ્થિતિમાં પાચનશક્તિ નબળી પડી જાય છે. એટલે ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ દિવસોમાં તામસિક ભોજન ન કરો. મસાલેદાર, વધારે તેલવાળું ભોજન કરવાથી બચવું જોઈએ. થોડા લોકો આ દિવસોમાં લસણ અને ડુંગળી પણ છોડી દે છે.

આ ચાર મહિનામાં રામાયણ, ગીતા અને ભાગવત પુરાણ જેવા ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ. ભગવાન વિષ્ણુની કથાઓ વાંચવી અને સાંભળવી જોઈએ. જરૂરિયાતમંદ લોકોની સેવા કરવી જોઈએ. આ દરમિયાન ભગવાન શિવજીની ભક્તિનો ખાસ મહિનો શ્રાપણ પણ આવશે. શ્રાવણ મહિનામાં વ્રત-ઉપવાસ અને શિવપૂજા કરવી જોઈએ.

ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીથી દેવઊઠી એકાદશી સુધી નિદ્રા અવસ્થામાં રહે છે
ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીથી દેવઊઠી એકાદશી સુધી નિદ્રા અવસ્થામાં રહે છે

ચાતુર્માસની કથા
ભગવાન વિષ્ણુના વિશ્રામને લઈને પ્રચલિત કથા પ્રમાણે એકવાર યોગનિદ્રાએ કઠોર તપ કરીને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા હતાં. યોગનિદ્રા સામે વિષ્ણુજી પ્રકટ થયાં. યોગ નિદ્રાએ કહ્યું કે પ્રભુ તમે બધાને તમારા શરીરમાં સ્થાન આપ્યું છે. મને પણ તમારા અંગોમાં સ્થાન આપવાની કૃપા કરો.

ભગવાન વિષ્ણુના શરીરમાં કોઈપણ એવું સ્થાન હતું નહીં, જ્યાં તેઓ યોગનિદ્રાને સ્થાન આપી શકે. તેમના હાથમાં શંખ, ચક્ર, ધનુષ વગેરે સ્થાપિત હતાં, માથા ઉપર મુકુટ, કાનમાં કુંડળ હતાં, ખભા ઉપર પીતાંબર, નાભિની વચ્ચે ગરૂડ સુશોભિત હતાં. તે સમયે વિષ્ણુજી પાસે માત્ર નેત્ર જ બાકી રહ્યા હતાં. એટલે વિષ્ણુજીએ યોગનિદ્રાને પોતાના નેત્રોમાં રહેવા માટે સ્થાન આપ્યું. વિષ્ણુજીએ કહ્યું કે તમે ચાર મહિના સુધી મારા નેત્રમાં જ વાસ કરો.

તે પછી ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીથી દેવઊઠી એકાદશી સુધી નિદ્રા અવસ્થામાં રહે છે. એટલે આ ચાર મહિનાને ચાતુર્માસ કહેવામાં આવે છે. આ વિષ્ણુજીના આરામનો સમય રહે છે. આ સમયે તેઓ કોઈપણ શુભ માંગલિક કાર્યોમાં હાજર રહેશે નહીં. આ કારણે ચાતુર્માસમાં લગ્ન વગેરે કાર્યો માટે શુભ મુહૂર્ત રહેતા નથી.

અન્ય સમાચારો પણ છે...