તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાર્લી ચેપ્લિનના વિચાર:આપણે બધા એકબીજાની મદદ કરવા માંગીએ છીએ, માણસો આવા જ હોય છે, આપણે બધા દુઃખ માટે નહીં, સુખ માટે જીવવા માંગીએ છીએ.

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર્લી ચેપ્લિને બાળપણથી જ ખૂબ જ પરેશાનીઓનો સામનો કર્યો, પરંતુ ફિલ્મોથી બધાનું મનોરંજન કર્યું

હાસ્ય કલાકાર ચાર્લી ચેપ્લિનનો જન્મ 16 એપ્રિલ 1889ના રોજ લંડનમાં થયો હતો. ચાર્લી ચેપ્લિને પોતાની ફિલ્મમાં માત્ર ઇશારાઓથી જ દર્શકોને હસાવ્યાં છે. ચાર્લી અભિનેતા સાથે જ સંગીતકાર અને ફિલ્મ નિર્માતા પણ હતાં. ચાર્લીની માતાનું નામ હૈના ચેપ્લિન અને પિતાનું નામ ચાર્લ્સ ચેપ્લિન હતું. તેમના માતા-પિતા મ્યુઝિક હોલમાં ગીત ગાતા અને અભિનય કરતાં હતાં.

ચાર્લી ચેપ્લિને બાળપણથી જ અનેક પરેશાનીઓનો સામનો કર્યો. એકવાર જ્યારે તેમની માતા સ્ટેજ ઉપર ગીત ગાઇ રહી હતી, તે સમયે તેમનો અવાજ અચાનક બંધ થઇ ગયો, તે ગીત ગાઇ શકી નહીં. હોલમાં બેઠેલાં બધા જ લોકો ચીસો પાડવા લાગ્યાં. ત્યારે મેનેજરે ચાર્લીને સ્ટેજ ઉપર ઊભો કરી દીધો. તે સમયે ચાર્લીએ તેની માતાના ગીતની નકલ કરી. ચાર્લીનું ગીત બધાને ખૂબ જ ગમ્યું. તેમણે જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કર્યો, પરંતુ ફિલ્મોમાં દર્શકોને હસાવ્યાં પણ ખરા. જાણો તેમના થોડાં એવા વિચાર, જેનાથી આપણી અનેક બાધાઓ દૂર થઇ શકે છે...