તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માન્યતા:સવાર-સવારમાં અષ્ટ ચિરંજીવીના નામનો જાપ કરવાથી ભક્તોને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14 મે, શુક્રવારના રોજ અખાત્રીજ, આ દિવસે ભગવાન વિષ્ણુજીની વિશેષ પૂજા કરો

વૈશાખ મહિનાના સુદ પક્ષની તૃતીયાએ ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામનો જન્મ થયો હતો. આ વર્ષે આ તિથિ શુક્રવાર, 14 મેના રોજ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની વિશેષ પૂજા કરવી જોઇએ. પરશુરામ અષ્ટચિરંજીવીઓમાંથી એક છે. શાસ્ત્રોમાં 8 ચિરંજીવી ઉલ્લેખવામાં આવ્યાં છે.

અષ્ટચિરંજીવીઓ સાથે સંબંધિત એક શ્લોકઃ-

अश्वत्थामा बलिव्यासो हनूमांश्च विभीषण:। कृप: परशुरामश्च सप्तएतै चिरजीविन:॥

सप्तैतान् संस्मरेन्नित्यं मार्कण्डेयमथाष्टमम्। जीवेद्वर्षशतं सोपि सर्वव्याधिविवर्जित।।

શ્લોકનો સરળ અર્થઃ- અશ્વત્થામા, દૈત્યરાજ બલિ, વેદ વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ અને માર્કંડ ઋષિ આ આઠેયના નામનો રોજ સવારે જાપ કરવો જોઇએ. તેમના જાપથી ભક્તોને નિરોગી શરીર અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે.

અશ્વત્થામાઃ- ગુરૂ દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા પણ ચિરંજીવી છે. શાસ્ત્રોમાં અશ્વત્થામાને અમર ઉલ્લેખવામાં આવ્યાં છે.

રાજા બલિઃ- ભક્ત પ્રહલાદના વંશજ રાજા બલિ છે. ભગવાન વામનને પોતાનું બધું જ દાન કરીને મહાદાની સ્વરૂપે પ્રસિદ્ધ થયાં. તેમની દાનશીલતાથી પ્રસન્ન થઇને ભગવાન વિષણુએ તેમને દ્વારપાળ બનાવવાનું સ્વીકાર કર્યું હતું.

હનુમાનઃ- ત્રેતાયુગમાં શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીને માતા સીતાએ અજર-અમર થવાનું વરદાન આપ્યું હતું. જેના કારણે હનુમાનજી પણ ચિરંજીવી છે.

ઋષિ માર્કંડઃ- ભગવાન શિવના પરમ ભક્ત છે. ઋષિ માર્કંડ અલ્પાયુ હતાં, પરંતુ તેમણે મહામૃત્યુંજન મંત્ર સિદ્ધ કર્યો અને તેઓ ચિરંજીવી બની ગયાં.

વેદ વ્યાસઃ- વેદ વ્યાસ ચારેય વેદ ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ અને યજુર્વેદનું સંપાદન (પ્રાપ્ત કરવું) અને 18 પુરાણોના રચનાકાર છે.

પરશુરામઃ- ભગવાન વિષ્ણુના દશાવતારોમાંથી એક પરશુરામ છે. પરશુરામે 21વાર અધર્મી ક્ષત્રિયોનો અંત કર્યો હતો.

વિભીષણઃ- રાવણનો નાનો ભાઈ અને શ્રીરામના ભક્ત વિભીષણ પણ ચિરંજીવી છે.

કૃપાચાર્યઃ- મહાભારત કાળમાં યુદ્ધ નીતિમાં કુશળ હોવાની સાથે જ પરમ તપસ્વી ઋષિ છે. કૃપાચાર્ય કૌરવો અને પાંડવોના ગુરૂ છે.