યોગ-સંયોગ:માઘી પૂર્ણિમાએ ચંદ્ર સિંહ રાશિમાં રહેશે; વેપારમાં વધારો થઈ શકે છે, આ દિવસે દાન ચોક્કસ કરવું જોઈએ

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે મહા મહિનાના સુદ પક્ષની છેલ્લી તિથિએ માઘી પૂનમ રહેશે, આ દિવસે નદીમાં સ્નાન અને દાન-પુણ્યની પરંપરા

બુધવાર, 16 ફેબ્રુઆરીએ માઘ મહિનાની પૂર્ણિમા છે. આ તિથિના સ્વામી ચંદ્ર દેવ જ છે. ચંદ્ર વેપાર અને ધનનો કારક ગ્રહ છે. આ માઘ પૂર્ણિમાએ ચંદ્રોદય સમયે ચંદ્ર પોતાના મિત્ર સૂર્યની સિંહ રાશિમાં રહેશે. આ વર્ષે મહા મહિનાની પૂર્ણિમા બુધવારે છે. ચંદ્ર મઘા નક્ષત્રમાં અને સૂર્ય કુંભ રાશિમાં અને ઘનિષ્ઠા નક્ષત્રમાં રહેશે. સૂર્ય અને ગુરુની પૂર્ણ દૃષ્ટિ ચંદ્ર ઉપર રહેશે. સૂર્ય અને ચંદ્રના કારણે વેપારીઓ માટે સમય સારો રહેશે. વેપારમાં વધારો થઈ શકે છે. જનતામાં તણાવ ઘટી શકે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે માઘ પૂર્ણિમાએ સવારે કોઈ નદી, સરોવર કે કુવામાં સ્નાન કરવું જોઈએ. પૂર્ણિમાએ સફેદ કપડાં, ભોજન, ઘી, કપાસ અને ચાંદીનું દાન કરવું જોઈએ. આ દિવસે સફેદ કપડા પહેરીને પૂજા-પાઠ કરવા જોઈએ.

સત્યનારાયણ ભગવાનની પૂજા કરો
પૂર્ણિમાએ ભગવાન સત્યનારાયણની કથા પણ કરવી જોઇએ. આ દિવસે સવારે સ્નાન પછી ભગવાન વિષ્ણુ, લક્ષ્મી, બાળકૃષ્ણની પૂજા કરો. પૂજામાં દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ મહાલક્ષ્મ્યૈ નમઃ, કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરો.

આ દિવસે વિધિ-વિધાન સાથે માતા સરસ્વતીનું પણ પૂજન કરો. વિદ્યા, બુદ્ધિ આપનારી દેવી આ દિવસે કરવામાં આવતા પૂજા-પાઠથી પ્રસન્ન થાય છે
આ દિવસે વિધિ-વિધાન સાથે માતા સરસ્વતીનું પણ પૂજન કરો. વિદ્યા, બુદ્ધિ આપનારી દેવી આ દિવસે કરવામાં આવતા પૂજા-પાઠથી પ્રસન્ન થાય છે

માઘી પૂનમે કલ્પવાસની પરંપરા
પં. શર્માના જણાવ્યા પ્રમાણે માઘી પૂર્ણિમાએ બધા દેવી-દેવતાઓ પ્રયાગરાજના સંગમમાં સ્નાન કરવા આવે છે. પ્રયાગમાં એક મહિના સુધી કલ્પવાસ કરે છે. કલ્પવાસ કરનાર સાધુ-સંત આ પૂર્ણિમા પછી પોત-પોતાના સ્થાને પાછા ફરવા લાગે છે. આ દિવસે તલ અને ધાબળાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

માતા સરસ્વતી અને લક્ષ્મીજીની પૂજા કરો
માઘી પૂર્ણિમાએ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખાસ પૂજા કરવી જોઈએ. લક્ષ્મીજી ધન, સંપત્તિ, એશ્વર્ય, અનાજ-વસ્ત્ર આપનાર દેવી છે. આ પૂર્ણિમાએ રાતે મહાલક્ષ્મીજીનું વિષ્ણુજી સાથે પૂજન કરો. રાતે ઘરના દરવાજે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ.

આ દિવસે વિધિ-વિધાન સાથે માતા સરસ્વતીનું પણ પૂજન કરો. વિદ્યા, બુદ્ધિ આપનારી દેવી આ દિવસે કરવામાં આવતા પૂજા-પાઠથી પ્રસન્ન થાય છે

હનુમાનજી સામે ધૂપ-દીપ પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. જો તમારી પાસે જરૂરી સમય હોય તો સુંદરકાંડનો પાઠ કરો.
હનુમાનજી સામે ધૂપ-દીપ પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. જો તમારી પાસે જરૂરી સમય હોય તો સુંદરકાંડનો પાઠ કરો.

પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરો
પિતૃઓને તર્પણ કરવા માટે આ તિથિ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે પિતૃઓને નિમિત્ત જળદાન, અનાજદાન, ભૂમિદાન, વસ્ત્ર અને ભોજન પદાર્થોનું દાન કરવાથી પિતૃ દેવતા તૃપ્ત થાય છે. બ્રાહ્મણ પતિ-પત્નીને ભોજન કરાવવાની પરંપરા પણ છે.

માઘ પૂર્ણિમાનું વૈજ્ઞાનિક મહત્ત્વ
આ પૂનમ તિથિનું ધાર્મિક જ નહીં વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે. હેમંત ઋતુ પૂર્ણ થાય છે અને આ દિવસથી શિશર ઋતુ શરૂ થાય છે. ઠંડી પૂર્ણ થઈને ગ્રીષ્મ ઋતુ શરૂ થવા લાગે છે. આ સમયે શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા ઘટે છે. એટલે આ પૂર્ણિમાએ સંયમ સાથે રહેવું, સવારે જલ્દી જાગીને સ્નાન કરવું અને વ્રત દાન કરવું.