આજે ચૈત્ર મહિનાની પૂનમ છે. આ તિથિએ હનુમાનજીની જયંતી ઊજવવામાં આવે છે. આ વખતે આ પર્વ શનિવારે હોવાથી આ દિવસે શનિદેવ માટે ખાસ પૂજા કરવાનો શુભ યોગ બની રહ્યો છે. પૂનમ તિથિએ વિષ્ણુજી અને મહાલક્ષ્મીનો અભિષેક કરવો જોઈએ અને ભગવાન સત્યનારાયણની કથા સાંભળવી જોઈએ. પૂનમ તિથિએ કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. નદીમાં સ્નાન કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ધનનું દાન કરો. કોઇ ગૌશાળામાં ગાયને લીલું ઘાસ ખવડાવો.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ચૈત્ર મહિનાની પૂનમના દિવસે ચૈત્ર મહિનાનો સુદ પક્ષ પૂર્ણ થઈ જશે. 17 એપ્રિલથી ચૈત્ર વદ શરૂ થઈ જશે. પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ, મહાલક્ષ્મી, શ્રીકૃષ્ણનો કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરવો જોઈએ. તેના માટે દક્ષિણાવર્તી શંખમાં દૂધ ભરો અને ભગવાનની પ્રતિમા ઉપર ચઢાવો. તે પછી સ્વચ્છ જળથી અભિષેક કરવો જોઈએ. ભગવાનને નવા વસ્ત્ર, હાર-ફૂલ, અત્તર વગેરે ચઢાવો. આ દરમિયાન ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. ભગવાનને મીઠાઈનો ભોગ તુલસી સાથે ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.
હનુમાન જયંતીએ દ્વાદશનામ સ્ત્રોતનો પાઠ કરો
આજે હનુમાન જયંતીએ હનુમાનજીના 12 નામવાળા દ્વાદશનામ સ્ત્રોતનો પાઠ કરી શકો છો. આ નામનો પાઠ કરવાથી ભક્તની સમસ્યાઓ દૂર થઈ શકે છે.
સંપૂર્ણ હનુમાન દ્વાદશનામ સ્ત્રોત
ऊँ हनुमान् अंजनी सूनुर्वायुर्पुत्रो महाबलः, श्रीरामेष्टः फाल्गुनसंखः पिंगाक्षोऽमित विक्रमः।
उदधिक्रमणश्चैव सीताशोकविनाशनः, लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पहा।।
एवं द्वादश नामानि कपीन्द्रस्य महात्मन:। स्वाल्पकाले प्रबोधे च यात्राकाले य: पठेत्।।
तस्य सर्वभयं नास्ति रणे च विजयी भवेत्। राजद्वारे गह्वरे च भयं नास्ति कदाचन।।
અર્થઃ- હનુમાન, અંજની સુત, વાયુપુત્ર, મહાબલી, રામેષ્ટ, ફાલ્ગુણ સખા, પિંગાક્ષ, અમિત વિક્રમ, ઉદધિક્રમણ, સીતા શોક વિનાશન, લક્ષ્મણ પ્રાણ દાતા, દશગ્રીવ દર્પહા. વાનરરાજ હનુમાનના આ 12 નામનો જાપ સવાર, બપોરે, સાંજે અને યાત્રા દરમિયાન જેઓ કરે છે. તેમને કોઇપણ પ્રકારનો ભય રહેતો નથી, દરેક જગ્યાએ તેમને વિજય પ્રાપ્ત થાય છે.
શનિદેવ માટે આ શુભ કામ કરો
ચૈત્ર પૂનમ અને શનિવારના યોગમાં શનિદેવનો તેલ દ્વારા અભિષેક કરવો જોઈએ. શનિદેવને તેલ ચઢાવો અને ૐ શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો. શનિદેવને વાદળી ફૂલ અને કાળા તલ ચઢાવો. કોઈ ગરીબ વ્યક્તિને તેલનું દાન કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.