તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંદુ કેલેન્ડર:13 એપ્રિલથી ચૈત્ર મહિનો શરૂ થશે; 14 એપ્રિલે ખરમાસ પૂર્ણ થવાથી માંગલિક કાર્યો શરૂ થઇ શકશે

એક મહિનો પહેલા
  • 29 માર્ચથી 12 એપ્રિલ સુધી ફાગણ મહિનાનો વદ પક્ષ રહેશે, આ દિવસો દરમિયાન કોઇ ખાસ પર્વ રહેશે નહીં

ફાગણ પૂર્ણિમા એટલે હોળિકા દહનના બીજા દિવસથી જ ફાગણ મહિનાનો વદ પક્ષ શરૂ થઇ જાય છે. ફાગણ મહિનાનો વદ પક્ષ 12 એપ્રિલ સુધી રહેશે. તે પછી ચૈત્ર મહિનો શરૂ થઇ જશે. ચૈત્ર મહિનામાં મહત્ત્વપૂર્ણ તિથિ-તહેવાર અને પર્વ આવે છે. સાથે જ આ મહિનામાં વસંત ઋતુ પણ રહે છે. ફાગણ મહિનાના વદ પક્ષમાં ખાસ તિથિ-તહેવાર રહેશે નહીં પરંતુ ચૈત્ર સુદ પક્ષમાં અનેક વ્રત અને પર્વ રહેશે.

ફાગણ મહિનાના વદ પક્ષમાં આવતા તહેવાર (29 માર્ચથી 12 એપ્રિલ સુધી)
ફાગણ મહિનાના વદ પક્ષની સાતમના રોજ શીતળા માતાની પૂજા અને ઠંડું ભોજન કરવામાં આવે છે. થોડી જગ્યાઓએ આ આઠમના દિવસે વ્રત કરવામાં આવે છે. આ વખતે આ વ્રત 4 અને 5 એપ્રિલના રોજ કરવામાં આવશે. તેના પછીના દિવસે એટલે 6 એપ્રિલના રોજ દશમ તિથિ હોવાથી દશા માતાની પૂજા તથા વ્રત કરવામાં આવશે. પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે આ બંને વ્રત કરવામાં આવે છે. પછી 7 એપ્રિલના રોજ આવતી એકાદશીએ પાપમોચિની એકાદશી વ્રત કરવામાં આવશે. આ વખતે વદ પક્ષનો છેલ્લો દિવસ એટલે અમાસ તિથિ સોમવાર 12 એપ્રિલના રોજ રહેશે. એટલે આ દિવસે તીર્થ સ્નાન, દાન અને પિતૃઓની પૂજા સાથે સોમવતી અમાસ પર્વ ઊજવવામાં આવશે.

13 એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઇ જશે
13 એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઇ જશે

ચૈત્ર મહિનાના સુદ પક્ષની તહેવાર(13 એપ્રિલથી 27 એપ્રિલ સુધી)
13 એપ્રિલ, મંગળવારે ગુડી પડવા પર્વ સાથે જ નવા મહિનાની શરૂઆત થશે. આ દિવસથી ચૈત્ર નવરાત્રિ પણ શરૂ થઇ જશે. તેના પછીના દિવસે એટલે 14 એપ્રિલના રોજ સૂર્ય મેષ રાશિમાં આવી જશે. સાથે જ ખરમાસ પણ પૂર્ણ થઇ જશે. તે પછી 21 એપ્રિલ બુધવારે રામનોમ અને 23 એપ્રિલ શુક્રવારે કામદા એકાદશી વ્રત કરવામાં આવશે. પછી 25 એપ્રિલ, રવિવારના રોજ મહાવીર સ્વામી જયંતી ઊજવવામાં આવશે. ચૈત્ર મહિનાના છેલ્લા દિવસોમાં એટલે 27 એપ્રિલ, મંગળવારે પૂનમના દિવસે હનુમાન પ્રાકટ્યોત્સવ ઊજવવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો