તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Chaitra Amavasya 2021; First Amavasya Of Hindu Calendar Dates Timings In April 2021 Importance And Significance Of Darsha Amavasya

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંદુ કેલેન્ડરની પહેલી અમાસ:11 એપ્રિલના રોજ ફાગણ મહિનાની અમાસ તિથિ રહેશે, આ દિવસે પૂજા કરવાથી સમૃદ્ધિ મળે છે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધર્મ ગ્રંથોમાં દરેક અમાસને પર્વ કહેવામાં આવે છે, આ તિથિએ પિતૃ અને ચંદ્રની પૂજા કરવાથી તકલીફ દૂર થાય છે

હિંદુ શાસ્ત્રોમા જણાવ્યા પ્રમાણે અમાસના દિવસે ચંદ્ર દેખાતો નથી. ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સુખ-સમૃદ્ધિ અને પરિવારના ઉદ્ધારની કામના માટે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ વખતે આ પર્વ 11 એપ્રિલ, રવિવારના રોજ છે. આ દિવસે પૂર્વજોની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે જે લોકો આ દિવસે સાચા મનથી પ્રાર્થના કરે છે. ચંદ્ર દેવ તેમની પ્રાર્થના ચોક્કસ સાંભળે છે. આ દિવસે ચંદ્ર દર્શન અને ઉપવાસ કરનાર લોકો અધ્યાત્મિક સંવેદનશીલતા પ્રાપ્ત કરી શકે છે.

ચંદ્ર દેખાતો નથી છતાંય દર્શ અમાસ શા માટેઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે ગ્રંથોમાં ત્રણ પ્રકારની અમાસ ઉલ્લેખવામાં આવી છે. જ્યારે સૂર્યોદયથી શરૂ થઇને આખી રાત અમાસ તિથિ હોય તો તેને સિનીવાલી અમાસ કહેવામાં આવે છે. જે દિવસે ચૌદશ સાથે અમાસ તિથિ હોય તો તેને દર્શ અમાસ કહેવામાં આવે છે. આ સિવાય જ્યારે અમાસ સાથે એકમ તિથિ હોય ત્યારે તેને કુહૂ અમાસ કહેવામાં આવે છે.

ચંદ્રદેવ પાસેથી કૃપા મળે છેઃ-
જે લોકો દર્શ અમાસના દિવસે પૂજા કરે છે, તેમને તેમના જીવનમાં સારું ભાગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે. ભગવાન ચંદ્ર દેવની પૂજા કરવાથી જીવનમાં જે કાર્યોમાં વિઘ્ન આવી રહ્યા હતાં તે દૂર થઇ જાય છે. પંડિતો અને જ્યોતિષાચાર્યોના જણાવ્યા પ્રમાણે ભગવાન ચંદ્ર દેવની પૂજા કરવાથી મનને શીતળતા અને શાંતિનો અહેસાસ થાય છે.

રસ્તાને સરળ બનાવે છેઃ-
જે લોકોના જીવનમાં સંઘર્ષ વધારે હોય છે, ભગવાન ચંદ્ર દેવ તેમના રસ્તાને સરળ બનાવે છે. ત્યાં જ, જે લોકો પોતાના જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરવા ઇચ્છે છે, આવા લોકો જો આ દિવસે ઉપવાસ રાખીને ચંદ્રદેવની પૂજા કરે છે ત્યારે તેમની ઇચ્છા પૂર્ણ થાય છે. શાસ્ત્રોમાં ચંદ્રદેવને સૌથી મહત્ત્વપૂર્ણ નવગ્રહોમાંથી એક માનવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો