તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Chaitra Amavasya 2021 Date Kab Hai: Chaitra Amavasya Importance (Mahatva) And Significance, Chaitra Amavasya Dates And Timing

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

11 એપ્રિલે અમાસ:આ તિથિમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે, 12 એપ્રિલે પણ અમાસ તિથિ હોવાથી સ્નાન-દાન માટે 2 દિવસ મળશે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 11 એપ્રિલે પૂજા-પાઠ સાથે સ્નાન-દાન પણ કરી શકો છો, 12 તારીખે સોમવતી અમાસ પર્વ
  • ગરૂડ પુરાણ પ્રમાણે આ અમાસના દિવસે પિતૃઓ પોતાના વંશજોને મળવા આવે છે

11 એપ્રિલે ફાગણ મહિનાની અમાસ છે. ગ્રંથોમાં આ દિવસને પિતૃ કર્મ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ તિથિએ પિતૃઓની સંતુષ્ટિ માટે શ્રાદ્ધ અને બ્રાહ્મણ ભોજન કરાવવાનું પણ વિધાન છે. આ વખતે આ પર્વ રવિવારે હોવાથી વધારે ખાસ થઇ ગયો છે. આ દિવસે સૂર્ય સાથે પિતૃ પૂજા કરવાથી પિતૃઓ સંપૂર્ણ રીતે સંતુષ્ટ થાય છે.

આ દિવસે પીપળાની પૂજા કરવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે. શ્રીમદ ભાગવત ગીતામાં ઉલ્લેખવામાં આવ્યું છે કે પીપળામાં ભગવાનનો વાસ હોય છે. ત્યાં જ અન્ય પુરાણો પ્રમાણે આ જ એક એવું વૃક્ષ છે જેમાં પિતૃઓ અને દેવતાઓ બંને નિવાસ કરે છે. એટલે ફાગણ મહિનાની અમાસના દિવસે જલ્દી જાગીને સ્નાન કર્યા પછી સફેદ કપડા પહેરીને લોટામાં પાણી, કાચુ દૂધ અને તલ મિક્સ કરીને પીપળામાં ચઢાવવામાં આવે છે. પછી પીપળાની પરિક્રમા પણ કરવામાં આવે છે અને ઝાડની નીચે દીવો પણ પ્રગટાવવામાં આવે છે. આવું કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે.

ફાગણ અમાસનું મહત્ત્વઃ-
માન્યતાઓ પ્રમાણે, આ દિવસે વ્રત રાખવાથી પણ પિતૃઓને સંતુષ્ટિ મળે છે. આ દિવસે કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરવાનું વિધાન છે. તર્પણ કરવા માટે નદીમા સ્નાન કરીને સૂર્યને અર્ઘ્ય આપી પિતૃઓનું તર્પણ કરવું જોઇએ. તે પછી કોઇ બ્રાહ્મણને ભોજન કરાવવું જોઇએ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઇએ.

સોમવારે અમાસનો યોગ હોવાથી સ્નાન-દાનની દૃષ્ટિએ આ દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવ્યો છે
સોમવારે અમાસનો યોગ હોવાથી સ્નાન-દાનની દૃષ્ટિએ આ દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવ્યો છે

ફાગણ અમાસના દિવસે સ્નાન અને દાન માટે શુભ મુહૂર્તઃ-
અમાસ 11 એપ્રિલ, રવિવારે સવારે સૂર્યોદય સાથે શરૂ થશે. જે બીજા દિવસે એટલે 12 એપ્રિલ, સોમવારે સવારે લગભગ 8 વાગ્યા સુધી રહેશે. એટલે રવિવારે પૂજા-પાઠ અને બીજા દિવસે સ્નાન-દાનનું શુભ મુહૂર્ત રહેશે. સોમવારે અમાસનો યોગ હોવાથી સ્નાન-દાનની દૃષ્ટિએ આ દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. ગરુડ પુરાણ પ્રમાણે આ અમાસના દિવસે પિતૃઓ પોતાના વંશજોને મળવા આવે છે. માન્યતા છે કે આ દિવસે વ્રત રાખીને પવિત્ર નદીમાં સ્નાન, દાન અને પિતૃઓને ભોજન અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.

સ્નાન-દાનની પરંપરાઃ-
અમાસના દિવસે પવિત્ર નદીમા સ્નાન કરવાની પરંપરા છે. બની શકે તો કોઇપણ નદીમાં સ્નાન કરવું. સ્નાન કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને દાન કરવું. અમાસના દિવસે દાનનું વિશેષ મહત્ત્વ છે. આ તિથિએ કોઇ જરૂરિયાતમંદને ભોજન, કપડા, ફળ, ભોજન માટે સફેદ વસ્તુઓ, પાણી માટે માટીનું વાસણ અને બૂટ કે ચપ્પલ દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. તેની સાથે જ કોઇ બ્રાહ્મણને પણ ભોજન કરાવવું જોઇએ અથવા મંદિરમાં લોટ, ઘી, મીઠું અને અન્ય વસ્તુઓનું દાન કરવું જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો