• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • By Reciting This Hymn At Home During Shravan, One Will Get The Fruit Of Worshiping Twelve Jyotirlingas, The Sins Committed In Seven Births Will Be Destroyed.

શિવ મહિનો:શ્રાવણમાં ઘરે બેઠા આ એક સ્તુતિનો પાઠ કરવાથી બારેય જ્યોતિર્લિંગની પૂજાનું ફળ મળશે, સાત જન્મોમાં કરેલાં પાપ નષ્ટ થશે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તુતિનો પાઠ વિધિ-વિધાનથી કરવામાં આવે તો ખૂબ જ શુભફળ મળે છે

29 જુલાઈથી 27 ઓગસ્ટ સુધી શિવજીને પ્રિય શ્રાવણ મહિનો રહેશે. આ મહિનામાં ભગવાન શિવની પૂજાનું ખાસ મહત્ત્વ ધર્મગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે, આ જ કારણે આ મહિનામાં શિવ મંદિરોમાં ભક્તો વિશાળ સંખ્યામાં જોવા મળે છે.

આપણાં દેશમાં હજારો શિવ મંદિર છે, પરંતુ તે બધામાં 12 જ્યોતિર્લિંગોનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. શ્રાવણ મહિનામાં આ બારેય જ્યોતિર્લિંગમાં વિશાળ સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે. આપણાં વિદ્વાનોએ એક એવી સ્તુતિની રચના પણ કરી છે, જેનો પાઠ કરવાથી 12 જ્યોતિર્લિંગની પૂજાનું ફળ ઘરે બેઠા જ મળી શકે છે. આ શુક્રવાર 29 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થશે. આ યોગમાં જો દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તુતિનો પાઠ વિધિ-વિધાનથી કરવામાં આવે તો ખૂબ જ શુભફળ મળે છે. આ સ્તુતિ અને તેના પાઠની વિધિ આ પ્રકારે છે-

29 જુલાઈથી 27 ઓગસ્ટ સુધી શિવજીને પ્રિય શ્રાવણ મહિનો રહેશે
29 જુલાઈથી 27 ઓગસ્ટ સુધી શિવજીને પ્રિય શ્રાવણ મહિનો રહેશે

દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તુતિ
સૌરાષ્ટ્રે સોમનાધંચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્ ।
ઉજ્જયિન્યાં મહાકાલં ઓંકારેત્વમામલેશ્વરમ્ ॥
પર્લ્યાં વૈદ્યનાધંચ ઢાકિન્યાં ભીમ શંકરમ્ ।
સેતુબંધેતુ રામેશં નાગેશં દારુકાવને ॥
વારણાશ્યાંતુ વિશ્વેશં ત્રયંબકં ગૌતમીતટે ।
હિમાલયેતુ કેદારં ઘૃષ્ણેશંતુ વિશાલકે ॥
એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાતઃ પઠેન્નરઃ ।
સપ્ત જન્મ કૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ ॥

અર્થ- સૌરાષ્ટ્રમાં સોમનાથ અને શ્રીશૈલ પર મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાલ, ઓંકારેશ્વરમાં અમલેશ્વર, પરલીમાં વૈદ્યનાથ અને ડાકિનીમાં ભીમશંકર, સેતુબંધમાં રામેશ્વર, દારુકાવનમાં નાગેશ્વર, વારાણસીમાં વિશ્વેશ્વર, ગૌતમીના તટ પર ત્ર્યંબકેશ્વર, હિમાલયમાં કેદારેશ્વર, શિવાલયમાં ઘુષ્ણેશ્વર. જે કોઈ પણ મનુષ્ય પ્રતિદિન પ્રભાત અને સાયંકાલમાં આ બાર જ્યોતિર્લિંગના નામનો પાઠ કરે છે, તો આ લિંગોના સ્મરણ માત્રથી સાત જન્મોમાં કરેલ પાપ નષ્ટ થઈ જાય છે.

દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તુતિનો પાઠ વિધિ-વિધાનથી કરવામાં આવે તો ખૂબ જ શુભફળ મળે છે
દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તુતિનો પાઠ વિધિ-વિધાનથી કરવામાં આવે તો ખૂબ જ શુભફળ મળે છે

આ સ્તુતિનો પાઠ કઈ રીતે કરશો?

  • શ્રાવણ મહિનાની શરૂઆતમાં એટલે 29 જુલાઈના રોજ સવારે સ્નાન કર્યા પછી કોઈ શિવ મંદિરમાં જઈને પૂજા કરો અથવા ઘરમાં કોઈ સાફ સ્થાને શિવજીની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરીને શિવજીની પૂજા કરો.
  • પૂજા દરમિયાન શિવજીને ધતૂરો, બીલીપત્ર વગેરે ચઢાવો અને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. તે પછી કુશના આસન ઉપર બેસીને મનમાં જ દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તુતિનો પાઠ કરો. ઓછામાં ઓછો 108વાર આ સ્તુતિનો પાઠ કરો.
  • આ સ્તુતિનો પાઠ સવારે કે સાંજે કોઈપણ સમયે કરી શકાય છે. તેનાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ શકે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહેશે.