તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વસંત પૂર્ણિમાએ સૂર્યપૂજા:ફાગણ પૂર્ણિમા અને રવિવારના સંયોગમાં સૂર્યને જળ ચઢાવવાથી જીવન શક્તિ વધે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મન્વાદિ તિથિ હોવાના કારણે આ દિવસે સૂર્યને આપવામાં આવેલાં અર્ઘ્યથી પિતૃઓને સંતુષ્ટિ મળે છે

ફાગણ મહિનામાં ભગવાન સૂર્યની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. ઉત્તરાયણ અને વસંત ઋતુ હોવાથી ફાગણ મહિનામાં સૂર્યની પૂજા ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ સમયે સૂર્ય દેવતાઓના અધિપતિ હોય છે અને હવે સૂર્ય ઉત્તરી ગોળાર્ધમાં પણ પ્રવેશ કરી ગયો છે. આ મહિનામાં ધરતીની નજીક હોવાથી સૂર્યનો પ્રભાવ વધી જાય છે. આ દરમિયાન પૂષા નામના સૂર્ય દેવતા પોતાના કિરણોથી ધરતી ઉપર ઝાડ-છોડ અને મનુષ્યોનુ પોષણ કરે છે. ફાગણ પૂર્ણિમા મન્વાદિ તિથિ હોવાના કારણે આ દિવસે સૂર્યને આપવામાં આવેલાં અર્ઘ્યથી પિતૃઓને પણ સંતુષ્ટિ મળે છે.

રવિવાર અને ફાગણ પૂર્ણિમાનો સંયોગઃ-
આ વખતે ફાગણ પૂર્ણિમા રવિવારના દિવસે આવી રહી છે. આ દિવસે સૂર્ય અને ચંદ્ર સામ-સામે રહે છે. એટલે એકબીજા સાથે સમસપ્તક યોગ બનાવે છે. આ વખતે ચંદ્ર સૂર્યના નક્ષત્રમાં રહેશે. સાથે જ, આ દિવસે રવિયોગ પણ બની રહ્યો છે. એટલે આ શુભ સંયોગમાં ભગવાન સૂર્યની પૂજા કરવાથી જીવન શક્તિ અને રોગ સામે લડવાની શક્તિ વધશે.

વસંતોત્સવના દિવસે સૂર્યઃ-
વસંતોત્સવ એટલે હોળીના દિવસે સૂર્યના કિરણોથી સર્જન થાય છે. આ સમયે સૂર્યના કિરણોના પ્રભાવથી શરીરમાં નવી કોશિકાઓ પણ બને છે. આ સમયે સૂર્યના કિરણો પોષણ આપનારી હોય છે. જેનાથી વૃક્ષ-છોડને પોણ મળે છે. આ સમયે સૂર્યના કિરણોથી શિશિર ઋતુમાં બનેલાં કફનું નાશ થાય છે. વસંતના સૂર્યના કિરણોથી શરીરમાં વાત, પિત્ત અને કફનું સંતુલન બને છે.

સૂર્ય પૂજાના ફાયદાઃ-
મેડિકલ સાયન્સમાં જણાવવામાં આવ્યું છે કે સૂર્યના કિરણોથી માનસિક તણાવ દૂર થાય છે. તેનાથી ડિપ્રેશનથી બહાર આવવામાં મદદ મળે છે. સૂર્યના પ્રકાશમાં ઊભા રહેવાથી વિટામિન ડીની ખામી દૂર થાય છે. સૂર્યના પ્રકાશથી પોઝિટિવ ઊર્જા મળે છે. ઉગતા સૂર્યને સતત જોવાથી આંખનું તેજ વધે છે. ઉગતા સૂર્યના પ્રકાશથી શરીરમાં ઊર્જા વધે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો