શ્રાવણ માસમાં પરંપરા:શ્રાવણમાં દૂધ અને ફળોના રસનું દાન કરવાથી મળે છે અનેકગણું પુણ્ય

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલ શિવજીનો પ્રિય માસ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. મંદિરો હર-હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે. શ્રાવણ માસમાં શિવ પૂજાની સાથે-સાથે વૃક્ષારોપણ કરવાનું અને દાન કરવાનું પણ અનેરું મહત્વ છે. શિવ પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે, શ્રાવણ મહિનામાં દાન -પુણ્ય કરવાથી સુખ, શાંતિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. તો અન્ય પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે કે, શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજાની સાથે,લા વૃક્ષો અને છોડને રોપવા અને દાન કરવાથી અન્ય દેવતાઓ અને પૂર્વજો પણ પ્રસન્ન થાય છે ને આશીર્વાદ આપે છે.

શ્રાવણમાં દૂધ અને ફળોના રસનું દાન કરવાનું અનેરું મહત્વ
ધાર્મિક ગ્રંથોના જાણકાર પુરીના ડૉ. ગણેશ મિશ્રાએ કહ્યું હતું કે, શ્રવણ મહિનામાં કોઈપણ વસ્તુનું દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. આ મહિનામાં રુદ્રાક્ષ, દૂધ, ચાંદીના નાગ, ફળોના રસ અને આમળાનું દાન કરવાથી જાણતા-અજાણતાં થયેલા પાપોનો અંત આવે છે. આ સાથે જ શ્રાવ મહિનામાં વૃક્ષારોપણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. ડો. મિશ્રા સમજાવે છે કે જે વ્યક્તિ દાન કરવામાં આનંદ લે છે, તેને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે આપવાથી વ્યક્તિ શ્રેષ્ઠ અને સદાચારી બને છે.

રુદ્રાક્ષ દાન કરવાથી વધે છે સુખ
શ્રાવણ મહિનામાં શિવજીના અભિષેક ઉપરાંત શિવપુરાણ કથાઓ વાંચવા અને સાંભળવા અને મંત્રોના જાપ સાથે દાન કરવાનું પણ અનેરું મહત્વ છે. શ્રાવણ મહિનામાં ચાંદીના સિક્કાનું દાન કરવાથી અથવા શિવલિંગ પર ચાંદીની બનેલી નાગ-નાગણીની મૂર્તિઓ ચઢાવવાથી મળતું પુણ્ય ક્યારેય સમાપ્ત થતું નથી. ધનમાં વધારો થાય છે. શિવાલયોમાં વૈદિક બ્રાહ્મણોને રૂદ્રાક્ષની માળા દાન કરવાથી સુખમાં વધારો થાય છે.

દીવાનું દાન વિદ્યાદાન સમાન છે
શ્રાવણ મહિનામાં દરરોજ દીવાનું દાન કરવાનું પણ અનેરૂ મહત્વ બતાવવામાં આવ્યું છે. દિવો એટલે કે જ્ઞાન પ્રકાશ. પ્રકાશ ફેલાવવાની પ્રેરણા દિવાની પુજામાં છે. આનો અર્થ એ છે કે આપણે શિક્ષણ અને દાનના ક્ષેત્રમાં નિશ્ચય સાથે પ્રવેશ કરવો જોઈએ, જેથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થઈ શકે.

ઝાડ વાવવાથી પિતૃ ખુશ થઈને આપે છે આશીર્વાદ
શ્રાવણ મહિનામાં બિલ્વપત્ર, શમીપત્ર, શિવલિંગી, અશોક, મદાર અને આમળાનું વાવેતર કરવાથી ભગવાન શિવજી આપણી પર પ્રસન્ન થાય છે. આ સાથે દાડમ, પીપળ, વડ, લીમડો અને તુલસીનું વાવેતર કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. રોપા વાવવાની સાથે આ વૃક્ષો અને છોડનું દાન કરવાથી પણ સમાન પુણ્ય મળે છે.

શ્રાવણ મહિનામાં બિલ્વપત્ર, શમીપત્ર, શિવલિંગી, અશોક, મદાર અને આમળાનું વાવેતર કરવાથી ભગવાન શિવજી આપણી પર પ્રસન્ન થાય છે. આ સાથે દાડમ, પીપળ, વડ, લીમડો અને તુલસીનું વાવેતર કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. રોપા વાવવાની સાથે આ વૃક્ષો અને છોડનું દાન કરવાથી પણ સમાન પુણ્ય મળે છે.