વ્રત:આજે બુધવાર અને એકાદશીનો યોગ, વિષ્ણુજી અને લક્ષ્મીજી સાથે જ ગણેશ પૂજા પણ કરો

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

બુધવાર, 4 ઓગસ્ટ એટલે આજે કામિકા એકાદશી છે. એકાદશીમાં ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાની પરંપરા છે. બુધવાર અને એકાદશીના યોગમાં વિષ્ણુજી સાથે ગણેશજીની પણ વિશેષ પૂજા કરવી જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં એકાદશી મહાત્મ્ય અધ્યાય છે. આ અધ્યાયમાં વર્ષભરની બધી એકાદશીઓ અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. કામિકા એકાદશીએ કરવામાં આવતા વ્રત-ઉપવાસથી બધા પાપથી મુક્તિ મળી શકે છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકાય છે.

એક મહિનામાં બે એકાદશી આવે છેઃ-
હિંદુ પંચાંગના એક મહિનામાં બે એકાદશીઓ આવે છે. એક વદ પક્ષ અને બીજી સુદ પક્ષમાં. જો કોઈ વર્ષમાં અધિકમાસ હોય તો તે વર્ષમાં 26 એકાદશીઓ આવે છે. સામાન્ય વર્ષમાં 24 એકાદશીઓ હોય છે. એકાદશીએે વ્રત અને પૂજા પછી બ્રાહ્મણોને દાન આપવામાં આવે છે.

એકાદશીએે વ્રત અને પૂજા પછી બ્રાહ્મણોને દાન આપવામાં આવે છે.
એકાદશીએે વ્રત અને પૂજા પછી બ્રાહ્મણોને દાન આપવામાં આવે છે.

આ રીતે વ્રત કરી શકાય છેઃ-
એકાદશીએ સ્નાન પછી ભગવાન વિષ્ણુનું લક્ષ્મીજી સાથે પૂજન કરો. કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો. પૂજામાં ફળ-ફૂલ, ગંગાજળ, ધૂપ-દીપ અને પ્રસાદ અર્પણ કરો. ભગવાન વિષ્ણુને કેળા અને હલવાનો ભોગ ધરાવો. વિષ્ણુજીને પીળા વસ્ત્ર ચઢાવો. વિષ્ણુજી સાથે લક્ષ્મીજીની પણ પૂજા કરો. વ્રત કરનાર ભક્તે દિવસમાં એક સમયે ફળાહાર કરવો જોઈએ. રાતે ભગવાન વિષ્ણુ સામે દીવો પ્રગટાવવો જોઈએ. ભગવાનના મંત્રનો જાપ કરો. બીજા દિવસે એટલે બારસ તિથિએ કોઈ બ્રાહ્મણને દાન-દક્ષિણા આપો. તે પછી ભોજન ગ્રહણ કરો.

બુધવાર અને એકાદશીના યોગમાં ગણેશજીને દૂર્વાની 21 ગાંઠ ચઢાવો અને શ્રીગણેશાય નમઃ મંત્રનો જાપ 108વાર કરો. ગણેશજી સાથે જ રિદ્ધિ-સિદ્ધિની પણ પૂજા કરો.