તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

16 તારીખે સૂર્યનું રાશિ પરિવર્તન:બુધાદિત્ય યોગ સમાપ્ત થશે, 17 ઓગસ્ટ સુધી સૂર્ય-શનિની અશુભ અસર રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૂર્યના રાશિ પરિવર્તનથી રાજનીતિમાં મોટા ફેરફાર અને વિવાદની આશંકા, દેશમાં તણાવ અને અશાંતિ વધી શકે છે

જ્યોતિષની દૃષ્ટિએ 16 જુલાઈ, શુક્રવારે ખાસ દિવસ છે. આ દિવસે બુધાદિત્ય શુભ યોગ સમાપ્ત થશે અને આગામી એક મહિના સુધી સૂર્ય-શનિનો અશુભ યોગ રહેશે. આ દિવસે સૂર્ય મિથુન રાશિમાંથી કર્કમાં આવી જશે. જો કે તેની મિત્ર રાશિ ચંદ્રમા છે. આ રાશિમાં શત્રુ ગ્રહ શુક્ર પણ પહેલાથી હાજર છે. સૂર્યના રાશિ પરિવર્તનથી વહીવટી અને મોટા મોસમી ફેરફારો થશે. હવે 17 ઓગસ્ટ સુધી સૂર્ય કર્ક રાશિમાં રહેશે.

દેશ અને દુનિયામાં તનાવ અને ડરનું વાતાવરણ
પુરીના જ્યોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, આ રાશિ પરિવર્તનથી સાથે સૂર્ય-શનિનો સમસપ્તક યોગ બનશે. એટલે કે બંને ગ્રહ એક-બીજાની સામે આવી જશે. જ્યોતિષમાં સૂર્ય અને શનિને એક-બીજાના શત્રુ માનવામાં આવે છે. જ્યારે પણ આ બંને ગ્રહ સામસામે હોય છે, ત્યારે દેશ-દુનિયામાં અનિચ્છનીય ફેરફાર અને દુર્ઘટનાઓ થાય છે. તણાવ, અશાંતિ અને ડરનો માહોલ પણ બને છે. ગયા વર્ષે પણ આ દિવસે અશુભ યોગ બન્યો હતો.

રાજકારણમાં મોટા ફેરફારો અને વિવાદની આશંકા
આ દિવસો શનિ પોતાની રાશિમાં વક્રી છે. સૂર્ય શત્રુ ગ્રહની સાથે કર્ક રાશિમાં છે. સૂર્ય પર કેતુની દૃષ્ટિ પણ પડી રહી છે. ગ્રહોની આ સ્થિતિ સારી નથી. સૂર્યના રાશિ પરિવર્તનની અસર તમામ 12 રાશિઓ પર પડશે. જેનાથી મોટાભાગના લોકોની મુશ્કેલી વધી શકે છે. ઘણા લોકો માનસિક અને શારીરિક રીતે હેરાન થશે તેમજ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. શનિ-સૂર્ય એકબીજા દૃષ્ટિ સંબંધ હોવાથી રાજકીય દૃષ્ટિકોણથી સમય અનુકૂળ નહીં રહે. મોટા ફેરફાર અને વિવાદ થવાની આશંકા છે.

સૂર્યનું પુષ્ય નક્ષત્રમાં આવવાથી અશુભ
ડૉ. મિશ્રના અનુસાર, 6 જુલાઈથી સૂર્ય પુનર્વાસુ નક્ષત્રમાં છે. હવે 16 જુલાઈએ રાશિ પરિવર્તનથી કર્કમાં આવી જશે. ત્યારબાદ 20 તારીખના રોજ સૂર્ય પુષ્પ નક્ષત્રમાં આવી જશે અને 3 ઓગસ્ટ સુધી રહેશે. આ નક્ષત્રનો સ્વામિ શનિ છે. પોતાના શત્રુ ગ્રહના નક્ષત્રમાં સૂર્ય હોવાથી લોકોમાં મતભેદ અને વિવાદ વધશે. સરકારી કામોમાં મુશ્કેલી વધશે. મોટા સરકારી અધિકારીઓના કામકાજમાં ફેરફાર થશે. પ્રશાસનના નિર્ણયથી લોકોમાં ગુસ્સો અને અસંતોષ રહેશે. મોટા રાજકીય લોકો અને અધિકારીઓની વચ્ચે તાલમેલનો અભાવ રહેશે. તે ઉપરાંત બીમારીઓનું સંક્રમણ વધવાની પણ આશંકા છે.