• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Budh Pradosh On August 24: This Fast Is Done With The Desire Of Economic Prosperity And Happiness, There Is Also The Law Of Worshiping Shiva

24 ઓગસ્ટે બુધ પ્રદોષ:આર્થિક સમૃદ્ધિ અને સુખની કામના સાથે આ વ્રત કરવામાં આવે છે, સાંજના સમયે શિવ-પાર્વતીની પૂજાનું પણ વિધાન છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

દરેક મહિનાના બંને પક્ષમાં તેરસ તિથિએ ભગવાન શિવની ખાસ પૂજા કરવામાં આવે છે. આ દિવસે પ્રદોષ વ્રત કરવામાં આવે છે. આ વખતે પ્રદોષ વ્રત 24 ઓગસ્ટ, બુધવારના રોજ છે. પ્રદોષ વ્રત ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરવાનો શુભ દિવસ છે. આ વ્રત અંગે એવી માન્યતા છે કે જેઓ સંપૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરે છે અને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરે છે, તેમના ઉપર ભગવાન શિવનો આશીર્વાદ હંમેશાં રહે છે. બુધવારે આ વ્રત હોવાથી તેને બુધ પ્રદોષ કહેવામાં આવશે.

પ્રદોષ વ્રતનું મહત્ત્વ
સ્કંદ પુરાણમાં આ વ્રત અંગે ઉલ્લેખવામાં આવ્યું છે કે આ વ્રતને કોઈપણ ઉંમરની વ્યક્તિ રાખી શકે છે અને આ વ્રતને બે પ્રકારે રાખી શકાય છે. થોડાં લોકો આ વ્રતને સૂર્યોદય સાથે જ શરૂ કરીને સૂર્યાસ્ત સુધી રાખે છે અને સાંજે ભગવાન શિવની પૂજા પછી સાંજે પોતાનું વ્રત ખોલે છે. તો થોડાં લોકો આ દિવસે 24 કલાકનું વ્રત રાખે છે અને રાતે જાગરણ કરીને ભગવાન શિવની પૂજા કરે છે અને બીજા દિવસે વ્રત ખોલે છે.

બુધ પ્રદોષનું મહત્ત્વ
શિવ પુરાણ પ્રમાણે પ્રદોષ વ્રત કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. વાર પ્રમાણે અલગ-અલગ દિવસે તેરસ તિથિનો સંયોગ બનવાથી તેના ફળનું મહત્ત્વ પણ બદલાઈ જાય છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે તેરસ તિથિ હોવાથી બુધ પ્રદોષનો યોગ બને છે. આ સંયોગમાં ભગવાન શિવની પૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. બુધવારે પ્રદોષ વ્રત રાખવાથી નોકરી અને બિઝનેસમાં સફળતા મળે છે. આ વ્રતમાં ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરતા પહેલાં ગણેશજીની પૂજા કરવામાં આવે છે. તેનાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. બુધ પ્રદોષનું વ્રત કરવાથી દરેક પ્રકારના રોગ, શોક, દોષ અને ક્લેશ દૂર થઈ જાય છે.

પ્રદોષ વ્રતમાં શિવ-શક્તિની પૂજા કરવાથી બીમારીઓ દૂર થાય છે, દાંપત્ય સુખ વધે છે
પ્રદોષ વ્રતમાં શિવ-શક્તિની પૂજા કરવાથી બીમારીઓ દૂર થાય છે, દાંપત્ય સુખ વધે છે

પ્રદોષ વ્રત અને પૂજાની વિધિ
પ્રદોષ વ્રતમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ વ્રત નિર્જલ એટલે પાણી વિના કરવામાં આવે છે. આ વ્રતની વિશેષ પૂજા સાંજે કરવામાં આવે છે. સાંજે સૂર્યના અસ્ત થતાં પહેલાં એકવાર સ્નાન કરી લેવું જોઇએ. સાફ સફેદ રંગના કપડા પહેરીને પૂર્વ દિશામાં મોં કરી ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે. પૂજાની તૈયારી કર્યા બાદ ઉત્તર-પૂર્વ દિશા તરફ મોં રાખીને ભગવાન શિવની ઉપાસના કરવી જોઇએ.

  • પ્રદોષ વ્રત કરવા માટે તેરસ તિથિના દિવસે સૂર્ય ઉદય પહેલાં જ જાગવું.
  • ત્યાર બાદ સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરીને આખો દિવસ વ્રતનો સંકલ્પ લેવો જોઇએ.
  • આખો દિવસ ઉપવાસ કર્યા બાદ સૂર્ય અસ્ત થતાં પહેલાં સ્નાન કરીને સફેદ કપડાં પહેરવા.
  • જ્યાં પૂજા કરવાની હોય તે જગ્યાને ગંગાજળ અને ગાયના ગોબરથી લીપીને મંડપ તૈયાર કરો.
  • મંડપમાં પાંચ રંગની રંગોળી બનાવો અને પૂજા કરવા માટે કુશના આસનનો ઉપયોગ કરો
  • સૌથી પહેલાં ભગવાન ગણેશની પૂજા કરો
  • માટીથી શિવલિંગ બનાવો અને તેની વિધિવત પૂજા કરો
  • ભગવાન શિવ સાથે માતા પાર્વતીની પણ પૂજા કરો
  • ભગવાન શિવ-પાર્વતીની પૂજા બાદ ધૂપ-દીપ પ્રગટાવો
  • શિવજીની પ્રતિમાને જળ, દૂધ, પંચામૃતથી સ્નાન કરાવો. બીલીપાન, ફૂલ, પૂજા સામગ્રીથી પૂજા કરીને ભોગ ધરાવો.
  • ભગવાન શિવની પૂજામાં બીલીપાન, ધતૂરો, ફૂલ, મીઠાઈ, ફળનો ઉપયોગ કરો.
  • ભગવાન શિવને લાલ રંગના ફૂલ ચઢાવવા નહીં.
  • પૂજામાં ભગવાન શિવના મંત્ર ૐ નમઃ શિવાયનો જાપ કરીને શિવજી ઉપર જળ અભિષેક કરવો જોઇએ.
  • ત્યાર બાદ કથા અને પછી આરતી કરો.
  • પૂજાના પૂર્ણ થયા પછી માટીના શિવલિંગને વિસર્જિત કરી દો.
બુધવારે પ્રદોષ વ્રત રાખવાથી નોકરી અને બિઝનેસમાં સફળતા મળે છે
બુધવારે પ્રદોષ વ્રત રાખવાથી નોકરી અને બિઝનેસમાં સફળતા મળે છે

પ્રદોષનો અઠવાડિયાના દરેક દિવસ સાથે અલગ સંયોગ

  1. રવિવારે પ્રદોષ વ્રત હોવાથી તેને ભાનુ પ્રદોષ કે રવિ પ્રદોષ કહેવામાં આવે છે. સારા સ્વાસ્થ્ય અને લાંબી ઉંમરની કામના સાથે આ વ્રત કરવામાં આવે છે.
  2. સોમવારે તેરસ તિથિ હોવાથી સોમ પ્રદોષ કે ચંદ્ર પ્રદોષ કહેવામાં આવે છે. કોઈ ખાસ મનોકામનાને પૂર્ણ કરવા અને નિરોગી રહેવા માટે સોમ પ્રદોષનું ખાસ મહત્ત્વ છે.
  3. મંગળવારે પ્રદોષનો સંયોગ બનવાથી તેને ભોમ પ્રદોષ કહેવામાં આવે છે. દેવું અને લાંબા સમયથી ચાલી રહેલી બીમારીઓથી છુટકારો મેળવવા માટે ભોમ પ્રદોષ વ્રત કરવામાં આવે છે.
  4. બુધવારે તેરસ તિથિ હોવાથી બુધ પ્રદોષનો સંયોગ બને છે. આ વ્રત કરવાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવે છે અને સંપન્નતા વધે છે.
  5. ગુરુવારે પ્રદોષ વ્રત હોવાથી ગુરુ પ્રદોષ કહેવામાં આવે છે. આ દિવસે વ્રત કરવાથી પુણ્ય મળે છે. દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે. આ દિવસે શિવ-પાર્વતી પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે.
  6. શુક્રવારે પ્રદોષ હોવાથી શુક્ર પ્રદોષનો સંયોગ બને છે. આ દિવસે વ્રત અને શિવ-પાર્વતી પૂજા કરવાથી સમૃદ્ધિ આવે છે. સૌભાગ્ય અને દાંપત્યજીવનમાં પણ સુખ વધે છે.
  7. સંતાન પ્રાપ્તિ માટે શનિવારે પ્રદોષ વ્રત કરવામાં આવે છે. આ વ્રત કરવાથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય છે. શનિવારે તેરસ તિથિ હોવાથી શનિ પ્રદોષનો સંયોગ બને છે.