વૈશાખ મહિનાની પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઊજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. જે આ વખતે 26 મેના રોજ છે. મહારાષ્ટ્રમા અરબ સાગર કિનારે ગોરાઈ ક્રીક નજીક આવેલું ગ્લોબલ વિપશ્યના પેગોડા ખૂબ જ ખાસ છે. આ પેગોડા સંપૂર્ણ રીતે ગુંબજની આકૃતિમા તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ ગુંબજમા એકપણ આધાર સ્તંભ નથી.
આ મંદિરને બનાવવા માટે મોટા પત્થર અને સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પોતાની અનોખી બનાવટના કારણે આ મંદિરને વિશ્વ રેકોર્ડમા જગ્યા આપવામાં આવી છે. આ મંદિરમાં બનેલી ગેલેરીમા તમે બુદ્ધના સમયની અનેક તસવીરો જોઈ શકો છો. પેગોડાની કોતરણી તમને ચાઈનાની કલાકારીની યાદ અપાવશે.
અહીં બુદ્ધના અવશેષ રાખવામાં આવ્યાં છેઃ-
આ પેગોડામા બનેલાં હોલમાં લગભગ 8000 લોકો એકસાથે પૂજા કરી શકે છે, જે 61300 વર્ગફૂટ સુધી ફેલાયેલું છે. તેની ગુંબજ આકારની છત 325 ફૂટ ઊંચી છે અને અહીં બુદ્ધના અવશેષ પણ રાખવામાં આવ્યાં છે. જે સ્થાને બુદ્ધ સાથે જોડાયેલાં અવશેષ રાખવામાં આવ્યાં હોય છે તેને પેગોડા કહેવામાં આવે છે. આ સ્થાને બુદ્ધની લાંબી મૂર્તિ જોઈ શકો છો, જેને ખાસ આરસપહાણના પત્થરથી બનાવવામાં આવી છે. તેનો આકાર મ્યાનમારના શ્વેદાગોન પેગોડાથી પ્રેરિત છે. આ પેગોડાનું નિર્માણ વર્ષ 2000માં શરૂ થયું હતુ, જે 2008 સુધી ચાલ્યું હતું.
બુદ્ધનો બોધપાઠ મળે છેઃ-
આ જગ્યાએ ભગવાન બદ્ધ દ્વારા આપવામાં આવેલ બોધપાઠ દ્વારા લોકોને વાસ્તવિક આનંદ મેળવવાનો રસ્તો જણાવવામાં આવે છે. આ પેગોડા ઉપર બેલ ટાવરમા વાસ્તુ કળાનો અદભૂત નમૂનો જોવા મળી શકે છે. આ મંદિરના શિખરને મોટા ક્રિસ્ટલ સાથે સજાવવામાં આવ્યો છે. અહીંના શિખર ઉપર જ સોનાનું કામ કરવામાં આવ્યું છે, બાકી જગ્યાએ માત્ર સોનાનું પાણી ચઢાવવામાં આવ્યું છે.
અહીં એક મેડિટેશન હોલ અને મ્યૂઝિયમ પણ છે. મ્યૂઝિયમમા ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલી વસ્તુઓને દર્શાવવામાં આવી છે. આ સ્થાને બોધી વૃક્ષની આશાથી તૈયાર કરેલ પીપળાના ઝાડને 2014મા વાવવામા આવ્યું હતું. બોધ ગયાથી લાવવામાં આવેલ બોધિવૃક્ષની શાખાઓ આ જગ્યાને અધ્યાત્મિક સ્વરૂપથી વધારે મજબૂત કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.