તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મંગળવાર, 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે. સ્વામીજીનો જન્મ 1863માં કોલકત્તામાં થયો હતો. તેમણે 25 વર્ષની ઉંમરે સંન્યાસ ધારણ કર્યો હતો. સ્વામીજીએ શિકાગોના ધર્મ સંમેલનમાં ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. આ ભાષણ પછી તેઓ દુનિયાભરમાં પ્રસિદ્ધ થઇ ગયા હતાં.
જ્યારે સ્વામી વિવેકાનંદ વિદેશમાં હતા, ત્યારે તેમની ઓળખાણ એક ધની મહિલા સાથે થઇ ગઇ. તે સ્વામીજીના વિચારોથી ખૂબ જ પ્રભાવિત હતી. મહિલા તેમની શિષ્ય બની ગઇ.
એક દિવસ સ્વામીજી પોતાની શિષ્યા સાથે ઘોડા ગાડીમાં ફરી રહ્યા હતાં. રસ્તામાં ગાડીવાળાએ રસ્તા કિનારે ગાડી રોકી. તે જગ્યાએ એક મહિલા અને થોડા બાળકો પહેલાંથી જ બેઠા હતાં. ગાડીવાળો તેમની પાસે ગયો, બાળકોને પ્રેમ કર્યો અને મહિલાને થોડા રૂપિયા આપીને પાછો ફર્યો.
સ્વામીજી અને તે શિષ્યા આ બધું જ ધ્યાનથી જોઇ રહ્યા હતાં. જ્યારે ગાડીવાળો પાછો આવ્યો ત્યારે મહિલાએ પૂછ્યું કે તમે કોને મળીને આવ્યાં હતાં, તે મહિલા અને બાળકો કોણ છે?
ગાડીવાળાએ કહ્યું કે તે મારી પત્ની અને બાળકો હતાં. પહેલાં હું એક બેંક મેનેજર હતો. મારી પાસે રૂપિયાની કોઇ ખોટ હતી નહીં. જ્યારે બેંકને નુકસાન થયું ત્યારે મારી ઉપર દેવુ ખૂબ જ વધારે થઇ ગયું. મારી સંપૂર્ણ સંપત્તિ દેવાને ચૂકવવામાં જતી રહી.
બધું જ ખતમ થઇ ગયા પછી મેં કોઇ પ્રકારે આ ઘોડા ગાડી ખરીદી છે અને નાનું ઘર લઇ રાખ્યું છે. હું સતત મહેનત કરી રહ્યો છું, જેવો મારો થોડો સમય સારો થશે, હું એક નવી બેંક ખોલીશ. મને વિશ્વાસ છે કે હું જલ્દી જ નવી બેંક ખોલી શકું છું.
આ વાત સાંભળીને વિવેકાનંદ ખૂબ જ પ્રભાવિત થયા. તેમણે મહિલાને કહ્યું કે આ વ્યક્તિ એક દિવસ પોતાનું લક્ષ્ય પૂર્ણ કરશે. જે લોકો આટલા ખરાબ સમયમાં પણ પોતાના ઉપર વિશ્વાસ રાખે છે અને પરિવારનું ધ્યાન રાખે છે, તેઓ ધૈર્ય સાથે કામ કરીને એક દિવસ પોતાનું લક્ષ્ય જરૂર પ્રાપ્ત કરી લે છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.