ઉત્તરાયણના દિવસે ભીષ્મ પિતામહે પ્રાણત્યાગ કર્યો હતો:ભીષ્મ પિતામહે પોતે જ પાંડવોને તેમને હરાવવાનું રહસ્ય બતાવ્યું હતું, જાણો ભીષ્મ સાથે જોડાયેલી ખાસ વાતો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આ વર્ષે મકરસંક્રાંતિની તારીખને લઈને પંચાંગ ભેદ છે. કેટલાક પંચાંગોમાં 14મીએ તો કેટલાક પંચાંગોમાં 15 જાન્યુારીએ મકર સંક્રાંતિ બતાવી છે. આ પર્વને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. મકર સંકાંતિનો સંબંધ ધર્મ, જ્યોતિષ અને ખગોળ વિજ્ઞાન સાથે હોય છે. સંકાંતિ પર પૂજા-પાઠ, તીર્થ દર્શન અને નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. આ દિવસે સૂર્ય ધનથી મકર રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણ થાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા કહે છે કે મહાભારતના સમયમાં ભીષ્મ પિતામહે પોતાના મૃત્યુ માટે ઉત્તરાયણનો દિવસ પસંદ કર્યો હતો. યુદ્ધ સમાપ્ત થઈ ગયા પછી ઉત્તરાયણના દિવસે ભીષ્મ પિતામહે પ્રાણનો ત્યાગ કર્યો હતો. આજે જાણો ભીષ્મ પિતામહ સાથે જોડાયેલી ખાસ વાતો....

મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચિત મહાભારત ગ્રંથ પ્રમાણે ભીષ્મ પિતામહને પોતાના પિતા શાંતનુ પાસેથી ઈચ્છામૃત્યુનું વરદાન મેળવ્યું હતું. આ વરદાનને લીધે ભીષ્મ પિતામહ બાણોની શય્યા(પથારી) પર રહ્યા પછી પણ જીવિત હતાં. તેમણે પોતાના મૃત્યુ માટે સૂર્યના ઉત્તરાયણ થવાની રાહ જોઈ હતી.

ભીષ્મ પિતામહે પોતે જ બતાવ્યું હતું પોતાના પરાજયનું રહસ્ય

જ્યારે મહાભારત યુદ્ધ શરૂ થઈ ગયું હતું તો ભીષ્મએ કૌરવ સેનાના સેનાપતિ બનાવવામાં આવ્યાં. યુદ્ધમાં પાંડવો ભીષ્મને પરાજિત કરી શકતાં ન હતાં. ભીષ્મ લગાતાર પાંડવોની સેનાને સમાપ્ત કરી રહ્યાં હતાં.

શ્રીકૃષ્ણ જાણતા હતાં કે જો ભીષ્મ જીવિત રહેશે તો પાંડવોની જીત ક્યારેય નહીં થાય. એટલા માટે એક દિવસ યુદ્ધ સમાપ્ત થયા પછી બધા પાંડવોને લઈને શ્રીકૃષ્ણ ભીષ્મ પાસે પહોંચ્યા. શ્રીકૃષ્ણ અને પાંડવોએ તેમને પરાજિત કરવાનો ઉપાય પૂછ્યો હતો.

એ સમયે ભીષ્મ પિતામહે જણાવ્યું હતું કે તેઓ સ્ત્રીઓ પર પ્રહાર નથી કરતાં. ત્યારબાદ પાંડવોએ યોજના બનાવી. અર્જુનના રથ પર શિખંડી પણ સવાર થઈ ગયો. યુદ્ધમાં જેવો ભીષ્મએ શિખંડીને જોયો તો તેમને ધનુષ-બાણ નીચે રાખી દીધાં, કારણ કે ભીષ્મ શિખંડીને સ્ત્રી માનતા હતાં, કારણ કે તે પહેલાં એક સ્ત્રી જ હતો, પાછળથી તે પુરુષ બન્યો હતો.

અર્જુને શિખંડીને આગળ રાખીને ભીષ્મ પર પ્રહાર કર્યો અને ભીષ્મ પરાજિત થઈ ગયાં. અર્જુને ભીષ્મને એટલા બાણ માર્યા કે તેઓ બાણની શય્યા પર પહોંચી ગયા. આ પ્રકારે ભીષ્મ પિતામહે અર્જુનને પરાજિત કરી દીધા હતાં.

યુદ્ધના દસમા દિવસે ભીષ્મ પરાજિત થયાં

મહાભારત યુદ્ધના શરૂઆતના 9 સુધી પાંડવો ભીષ્મને પરાજિત કરી શક્યાં ન હતાં, પરંતુ દસમા દિવસે અર્જુને ભીષ્મને પરાજિત કર્યાં. ત્યારબાદ 8 દિવસોમાં પાંડવોએ કૌરવોને હરાવી દીધાં હતાં.