ભાનુ સાતમને હિંદુ માન્યતાઓ અને ગ્રંથોમાં ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. રવિવારના દિવસે સાતમ તિથિના સંયોગમાં ભાનુ સાતમ પર્વ ઊજવવામાં આવે છે. આ વખતે આ પર્વ 8 મેના રોજ છે. ભાનુ સાતમના દિવસે ભગવાન સૂર્યનારાયણ માટે વ્રત કરીને તેમની ઉપાસના કરવાથી અનેકગણું પુણ્ય ફળ મળે છે. સૂર્યને ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે પૂર્ણ મનથી સૂર્યની ઉપાસના કરશો તો દરેક પ્રકારના પાપ અને દુઃખ દૂર થઈ જાય છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સૂર્યદેવને અર્ઘ્ય આપવાથી યાદશક્તિ સારી બને છે અને મનમાં શાંતિ રહે છે.
તાંબાના વાસણથી અર્ઘ્ય આપો
વ્રત અને પૂજાના ફાયદા
સૂર્યદેવને બધા ગ્રહોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે જે પણ ભક્ત સૂર્યદેવની પૂજા અર્ચના કરતી સમયે આદિત્ય હ્રદયં અને અન્ય સૂર્ય સ્ત્રોતનો પાઠ કરશે અને તેને સાંભળશે તેને શુભફળ મળશે. આ દિવસે સવારે જાગીને જે ભક્ત સંપૂર્ણ વિધિ-વિધાન સાથે ભાનુ સાતમનું વ્રત રાખે છે તેને મનગમતું ફળ મળે છે. એવું પણ માનવામાં આવે છે કે જે ભક્ત આ દિવસે ગંગા સ્નાન કરીને સૂર્ય ભગવાનને જળ અર્પણ કરે છે તેમનું આયુષ્ય લાંબુ રહે છે, તેમની કાયા નિરોગી રહે છે અને તેને ક્યારેય ધનની ખોટ પડતી નથી. જે ભક્ત આ ખાસ દિવસે દાન-પુણ્ય કરે છે તેમના ઘરમાં હંમેશાં ધન-ધાન્ય રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.