તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શુક્રવારે પરશુરામ જયંતી:ભગવાન પરશુરામ કળિયુગમાં જીવિત મનાય છે, તેમની પૂજા કરવાથી ભયમાંથી મુક્તિ મળે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન પરશુરામ બ્રાહ્મણ કુળમાં જન્મેલાં હોવા છતાં ક્ષત્રિયો જેવો વ્યવહાર ધરાવતાં હતાં

વૈશાખ મહિનાના સુદ પક્ષની તીજ તિથિએ ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામનો જન્મ થયો હતો. અક્ષય તૃતીયાના દિવસે જ તેમની જયંતી ઊજવવામાં આવે છે. કળિયુગમાં આજે પણ એવા 8 ચિરંજીવ દેવતા અને મહાપુરૂષ છે, જેઓ જીવિત છે. આ જ 8 ચિરંજીવીઓમાંથી એક ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામજી પણ છે. આ વર્ષે 14 મે, શુક્રવારના રોજ અક્ષય તૃતીયા છે અને આ દિવસે પરશુરામ જયંતી પણ રહેશે.

બ્રાહ્મણ કુળમાં જન્મેલાં હોવા છતાં ક્ષત્રિયો જેવો વ્યવહારઃ-
ભગવાન રામ અને પરશુરામ બંને જ વિષ્ણુના અવતાર છે. ભગવાન રામ ક્ષત્રિય કુળમાં જન્મેલાં હોવા છતાં તેમનો વ્યવહાર બ્રાહ્મણ જેવો હતો. ત્યાં જ, ભગવાન પરશુરામનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો, પરંતુ તેમનો વ્યવહાર ક્ષત્રિયો જેવો હતો. ભગવાન શિવના પરમભક્ત પરશુકામ ન્યાયના દેવતા છે. તેમણે 21વાર આ ધરતીને ક્ષત્રિય વિહીન કરી હતી. તેમના ગુસ્સાથી ભગવાન ગણેશજી પણ બચી શક્યાં નહોતાં.

પૂજા વિધિઃ-
આ દિવસે સૌથી પહેલાં સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. ત્યાર બાદ એક બાજોટ ઉપર પરશુરામજીની પ્રતિમા અથવા તસવીર સ્થાપિત કરો. હાથમાં ફૂલ અને ચોખા લઇને પરશુરામજીના ચરણમાં રાખો. ત્યાર બાદ પૂજામાં ભગવાનને નૈવેદ્ય અર્પણ કરો અને કથા વાંચો કે સાંભળો. કથા બાદ ભગવાનને મિષ્ઠાનનો ભોગ ધરાવો અને ધૂપ અને દીપથી આરતી ઉતારો. છેલ્લે ભગવાન પરશુરામને પ્રાર્થના કરો કે, તેઓ તમને સાહસ પ્રદાન કરે અને તમને બધા જ પ્રકારના ભય અને અન્ય દોષથી મુક્તિ પ્રદાન કરે.

આ રીતે ગણેશજી એકદંત બન્યાં હતાં-
બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે, એકવાર પરશુરામ ભગવાન શિવના દર્શન કરવા માટે કૈલાશ પર્વ પહોંચ્યા, પરંતુ પ્રથમ પૂજ્ય શિવ-પાર્વતી પુત્ર ભગવાન ગણેશે તેમને શિવજીને મળવા દીધા નહીં. આ વાતથી ગુસ્સે થઇને તેમણે ફરસા વડે ભગવાન ગણેશનો એક દાંત તોડી નાખ્યો. આ કારણે જ ભગવાન ગણેશ એકદંત કહેવાયાં.

ભયથી મુક્તિ મળે છેઃ-
ભગવાન પરશુરામજીની પૂજા કરવાથી સાહસમાં વૃદ્ધિ થાય છે. કોઇપણ પ્રકારના ભયથી મુક્તિ મળે છે. તેમનો જન્મ પુત્રેષ્ઠિ યજ્ઞ વડે થયો હતો અને તેમને ભગવાન શિવે ફરસો આપ્યો હતો. આ કારણે તેમને પરશુરામના નામથી ઓળખવામાં આવે છે.