રક્ષાબંધનના દિવસે ભદ્રાનો છાયો:રાખડી બાંધવાનો સમયગાળો 11 ઓગસ્ટે સવારે નહીં, પણ રાતે 8.30 વાગ્યાથી 9.55 સુધીનો સમય શુભ રહેશે

2 મહિનો પહેલા

ગુરુવાર, 11 ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનાની પૂનમ તિથિ અને રક્ષાબંધન છે. આ વર્ષે રક્ષાબંધનના દિવસે આખો દિવસ ભદ્રાનો સાયો રહેવાનો છે. શનિદેવની બહેન ભદ્રાના સમયગાળામાં રાખડી બાંધવી જોઈએ નહીં. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, રક્ષાબંધનના દિવસે ભદ્રા હોય તો એ સમયગાળામાં રાખડી બાંધવી જોઈએ નહીં. આ વખતે શ્રાવણ પૂનમ 11 ઓગસ્ટના રોજ સવારે 11.08 વાગ્યાથી શરૂ થશે. પૂનમ બીજા દિવસે, એટલે 12 ઓગસ્ટના રોજ સવારે 7.16 વાગ્યા સુધી રહેશે. એ પછી શ્રાવણનો વદ પક્ષ શરૂ થઈ જશે. પંચાંગ ભેદને કારણે અનેક ક્ષેત્રોમાં 12 ઓગસ્ટના રોજ પણ રક્ષાબંધન પર્વ ઊજવાશે.

સૂર્યોદયથી પૂનમ તિથિ ત્રણ મુહૂર્તથી પણ ઓછા સમય સુધી રહેશે, એટલે રક્ષાબંધન પર્વ 11 ઓગસ્ટના રોજ વધારે શુભ રહેશે. 11 ઓગસ્ટના રોજ આખો દિવસ ભદ્રા રહેશે. ભદ્રા રાતે 8.30 વાગ્યા સુધી રહેશે. એ પછી જ રાખડી બાંધવી જોઈએ. આ દિવસે રાતે 8.30 વાગ્યાથી 9.55 વાગ્યા સુધી ચર નામનું ચોખડિયું રહેશે. આ સમયે રાખડી બાંધવી વધારે શુભ રહેશે.

ભદ્રા સાથે જોડાયેલી માન્યતા
પં. શર્માના જણાવ્યા પ્રમાણે, ભદ્રાને લઈને અનેક પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે. થોડા વિદ્વાનો પ્રમાણે ભદ્રા શનિદેવની બહેન છે. ભદ્રાનો સ્વભાવ પણ શનિદેવની જેમ ક્રૂર છે. જ્યોતિષમાં આ એક વિશેષ કાળ માનવામાં આવે છે, આ સમયમાં કોઇપણ શુભ કામ શરૂ કરી શકાતાં નથી. શુભ કાર્ય, જેમ કે લગ્ન, મુંડન, નવા ઘરમાં પ્રવેશ, રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવી વગેરે. ભદ્રાને સરળ શબ્દોમાં અશુભ મુહૂર્ત કહી શકાય છે.

રક્ષાબંધનની રાતે 8.30 વાગ્યાથી 9.55 વાગ્યા સુધી ચર નામનું ચોગડિયું રહેશે.
રક્ષાબંધનની રાતે 8.30 વાગ્યાથી 9.55 વાગ્યા સુધી ચર નામનું ચોગડિયું રહેશે.

ભદ્રા નામના અશુભ યોગમાં શા માટે શુભ કાર્યો કરવામાં આવતા નથી?

રક્ષાબંધનના દિવસે વૈદિક રાખડી બનાવો
શ્રાવણ મહિનાની પૂનમના દિવસે સવારે સ્નાન કર્યા પછી દેવી-દેવતાઓની પૂજા કરો. પિતૃઓનું તર્પણ કરો. આ દિવસે રાતે 8.30 વાગ્યા પછી રેશમનાં કપડાંમાં ચોખા, દૂર્વા, સરસવના દાણા, ચંદન, કેસર અને સોના કે ચાંદીનો નાનો સિક્કો રાખી શકો છો. આ વસ્તુઓની પોટલી બનાવો. ભાઇના માથા ઉપર તિલક લગાવો અને કાંડા ઉપર રેશમી કે સૂતરના દોરા સાથે આ પોટલી બાંદી દો. રાખડી બાંધતી વખતે ભગવાન પાસે ભાઇને બધી જ પરેશાનીથી બચાવવાની પ્રાર્થના કરો.

રક્ષાબંધનના દિવસે ગ્રહ સ્થિતિ
રક્ષાબંધનના દિવસે ગુરુ મીન રાશિમાં વક્રી રહેશે. ચંદ્ર શનિ સાથે મકર રાશિમાં રહેશે. આ ગ્રહોની યુતિથી વિષયોગ બને છે. ગુરુની દૃષ્ટિ સૂર્ય પર રહેશે, સૂર્યની શનિ પર તથા શનિની ગુરુ પર દૃષ્ટિ રહેશે. ગ્રહોના આ યોગમાં આપણે વધારે સાવધાની રાખવી જોઈએ. નાની બેદરકારી પણ નુકસાન કરાવી શકે છે.

ભદ્રા યોગમાં રાખડી ન બાંધવાની સલાહ જ્યોતિષાચાર્યો દ્વારા આપવામાં આવે છે.
ભદ્રા યોગમાં રાખડી ન બાંધવાની સલાહ જ્યોતિષાચાર્યો દ્વારા આપવામાં આવે છે.

શ્રાવણ પૂનમના દિવસે આ શુભ કામ કરી શકો છો
પૂનમના દિવસે જરૂરિયાતમંદ લોકોને નવાં કપડાં, બૂટ-ચપ્પલ, છત્રીનું દાન કરવું જોઈએ. મંદિરમાં પૂજન સામગ્રી ભેટ કરો. કોઈ ગૌશાળામાં ગાયની દેખરેખ માટે દાન કરો. સવારે સૌથી પહેલા ગણેશજીની પૂજા કરો. હનુમાનજી સામે ધૂપ-દીપ પ્રગટાવો, હનુમાન ચાલીસા, સુંદરકાંડ કે હનુમાનજીના મંત્રનો જાપ કરો. શિવજીનો જળ અને દૂધથી અભિષેક કરો.

અન્ય સમાચારો પણ છે...