• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Bhadra On Raksha Bandhan 11 August; Bhadra Is The Sister Of Shani Dev, Good Deeds Are Not Done In Bhadrakal, Raksha Bandhan Traditions

ભદ્રા શનિદેવની બહેન છે:રક્ષાબંધનના દિવસે આખો દિવસ ભદ્રા નામનો અશુભ યોગ રહેશે, શા માટે આ સમયગાળામાં શુભ કામ કરવામાં આવતા નથી?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

11 ઓગસ્ટ, ગુરુવારના રોજ શ્રાવણ મહિનાની પૂનમ છે. આ વખતે પૂનમ તિથિ બે દિવસ 11 અને 12 ઓગસ્ટના રોજ રહેશે. પૂનમ 11 ઓગસ્ટના રોજ સવારે 11.08 વાગે શરૂ થશે અને 12 ઓગસ્ટે સવારે 7.16 વાગ્યા સુધી રહેશે. 12 ઓગસ્ટના રોજ સૂર્યોદય પછી ત્રણ મુહૂર્તથી પણ ઓછા સમય માટે પૂનમ રહેવાથી, આ દિવસની જગ્યાએ 11 ઓગસ્ટના રોજ રક્ષાબંધન ઊજવવી વધારે શુભ રહેશે. પંચાંગ ભેદના કારણે અનેક ક્ષેત્રમાં 12 ઓગસ્ટના રોજ પણ રક્ષાબંધન પર્વ ઊજવવામાં આવશે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે રક્ષાબંધનના દિવસે રાતે 8.30 વાગ્યા સુધી ભદ્રા કાળ રહેશે. માન્યતા છે કે ભદ્રા કાળમાં રાખડી બાંધવી જોઈએ નહીં. રક્ષાબંધને રાતે 8.30 વાગ્યાથી 9.55 વાગ્યા સુધી ચર નામનું ચોઘડિયું રહેશે. આ સમયે રાખડી બાંધી શકાય છે.

ભદ્રા સાથે જોડાયેલી પૌરાણિક માન્યતાઓ

  • પં. શર્માના જણાવ્યા પ્રમાણે ભદ્રાને શનિદેવની બહેન અને ક્રૂર સ્વભાવની માનવામાં આવે છે. જ્યોતિષમાં ભદ્રાને એક ખાસ કાળ કહેવામાં આવે છે. ભદ્રા કાળમાં શુભ કાર્ય શરું ન કરવાની સલાહ બધા જ્યોતિષીઓ આપે છે.
  • શુભ કામ જેમ કે લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ, રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવી વગેરે. સરળ શબ્દોમાં ભદ્રા કાળને અશુભ માનવામાં આવે છે.
  • માન્યતા છે કે સૂર્યદેવ અને છાયાની પુત્રી ભદ્રાનું સ્વરૂપ ખૂબ જ ડરાવનું છે. આ કારણે સૂર્યદેવ ભદ્રાના લગ્ન માટે ખૂબ જ ચિંતિત રહેતાં હતાં.
  • ભદ્રા શુભ કાર્યોમાં વિઘ્ન ઊભું કરતી હતી, યજ્ઞ થવા દેતી નહીં. ભદ્રાના આવા સ્વભાવથી ચિંતિત થઈને સૂર્યદેવે બ્રહ્માજી પાસેથી માર્ગદર્શન લીધું હતું. તે સમયે બ્રહ્માજીએ ભદ્રાને કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ તમારા કાળ એટલે સમયમાં કોઈ શુભ કામ કરે છે ત્યારે તમે તેમાં વિઘ્ન ઊભું કરશો, પરંતુ જે લોકો તમારા કાળને છોડીને શુભ કામ કરે છે, તમારું સન્માન કરે છે, તમે તેમના કાર્યોમાં વિઘ્ન ઊભું કરશો નહીં.
  • આ કથાના કારણે ભદ્રા કાળમાં શુભ કામ કરવા વર્જિત છે. ભદ્રા કાળમાં પૂજા-પાઠ, જાપ, ધ્યાન વગેરે કરી શકાય છે.
પૂનમ તિથિએ શિવલિંગનો અભિષેક કરવો જોઈએ
પૂનમ તિથિએ શિવલિંગનો અભિષેક કરવો જોઈએ

શ્રાવણ પૂનમના દિવસે શિવજીનો અભિષેક
આ પૂનમના દિવસે શ્રાવણ મહિનો પૂર્ણ થઈ જશે. આ તિથિએ શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. અભિષેક જળ, દૂધ સાથે જ પંચામૃતથી કરશો તો વધારે શુભ રહેશે. પંચામૃત દૂધ, દહીં, ઘી, મિસરી અને મધ મિક્સ કરીને બનાવવામાં આવે છે. પંચામૃત ચઢાવ્યા પછી પવિત્ર જળથી અભિષેક કરો. બીલીપત્ર, આંકડાના ફૂલ, ધતૂરા સાથે જ હાર-ફૂલ અને પૂજન સામગ્રી પણ ચઢાવો. શિવજીના મંત્રનો જાપ કરો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.

પૂનમના દિવસે હનુમાનજીના મંદિરમાં દીવો પ્રગટાવો, હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરો. કોઈ ગૌશાળામાં ધન અને અનાજનું દાન કરો. બાળ કૃષ્ણને કેસર મિશ્રિત દૂધ ચઢાવો અને પછી જળ ચઢાવો. સ્નાન કર્યા પછી બાળ ગોપાલને પીળા ચમકીલા વસ્ત્ર પહેરાવો. હાર-ફૂલ ચઢાવો. તિલક લગાવો, શ્રૃંગાર કરો. તુલસી સાથે માખણ-મિસરીનો ભોગ ધરાવો. કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો.

અન્ય સમાચારો પણ છે...